બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં વરસાદની ધડબડાટી, આજે બપોર સુધીમાં 117 તાલુકામાં મેઘો થયો મહેરબાન, સૌથી વધુ આ તાલુકામાં વરસ્યો

વરસાદી માહોલ / ગુજરાતમાં વરસાદની ધડબડાટી, આજે બપોર સુધીમાં 117 તાલુકામાં મેઘો થયો મહેરબાન, સૌથી વધુ આ તાલુકામાં વરસ્યો

Published By: Vishal Khamar

Last Updated: 02:01 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ફરી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. 12 વાગ્યા સુધી 117 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 1.65 મીમી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ચોમાસાએ ફરી જોર પકડતાં આજે બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

અમીરગઢમાં સૌથી વધુ 1.65 મીમી વરસાદ નોંધાયો

12 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા મુજબ અમીરગઢમાં સૌથી વધુ 1.65 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારબાદ દસ્ક્રોઈમાં 1.54 મીમી, પાલનપુરમાં 1.50 મીમી અને મહેમદાવાદમાં 1.46 મીમી વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓમાં ધાલેરામાં 1.38 મીમી, ધોળકા અને નાનાપોંઢામાં 1.30-1.30 મીમી, ધંધુકા અને ચુડામાં 1.26-1.26 મીમી, કઠલાલમાં 1.22 મીમી તેમજ ખંભાત અને ઠાસરામાં 1.18-1.18 મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડીસા, કપરાડા, શેહરા અને બાયડમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હોવાનું અહેવાલો જણાવે છે.

આ પણ વાંચોઃ રસ્તા પર સાપ દેખાતા સ્ટેરિંગ ફેરવ્યું અને... હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ખાબકી પાણીમાં

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી સાવચેતી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain News Gujarat Rain Update Gujarat Weather Update

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ