બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રસ્તા પર સાપ દેખાતા સ્ટેરિંગ ફેરવ્યું અને... હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ખાબકી પાણીમાં

ગુજરાત / રસ્તા પર સાપ દેખાતા સ્ટેરિંગ ફેરવ્યું અને... હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ખાબકી પાણીમાં

Published By: Nidhi Panchal

Last Updated: 01:38 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તેમની ફોર્ચ્યુનર કાર નદીમાં ખાબકી ગઈ હતી, જોકે સમયસર બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ.

ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે તેમની ફોર્ચ્યુનર કાર નદીમાં ખાબકી ગઈ હતી. હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં અચાનક સાપ આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં સ્ટિયરિંગ ફેરવતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે તેમની પાછળ બીજી ગાડીમાં મિત્રો આવી રહ્યા હોવાથી સમયસર બચાવ કામગીરી હાથ ધરાતા હકાભા ગઢવીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ChatGPT Image Jul 27, 2026, 12_35_44 PM

માહિતી મુજબ અકસ્માત બાદ હકાભા ગઢવીની ફોર્ચ્યુનર કાર સીધી નદીમાં ખાબકી ગઈ હતી. કારમાં પાણી ભરાવા લાગતાં દરવાજો ખોલવો મુશ્કેલ બની ગયો હતો. જોકે કારનો એક કાચ ખુલ્લો હોવાથી બચાવની આશા જળવાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મિત્રો અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ હકાભા ગઢવીને કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર બચાવ કામગીરી થતાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે થયો હતો

પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત ગઈ મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે થયો હતો. હકાભા ગઢવી પોતે કાર ચલાવી રહ્યા હતા અને તેમની સાથે તેમના મિત્રો પણ કારમાં હાજર હતા. બૈસાબગઢ ખાતે હિંગળાજ માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે અચાનક સાપ આવી ગયો હતો. સાપને બચાવવા માટે તેમણે સ્ટિયરિંગ ઝડપથી ફેરવ્યું, પરંતુ ત્યારબાદ ગાડી પરનો કાબૂ ગુમાવતા કાર સીધી નદીમાં ખાબકી ગઈ હતી.

તેમનો જન્મ વર્ષ 1976માં હળવદ તાલુકાના સરંભડા ગામમાં થયો

હકાભા ગઢવીનું જીવન પણ સંઘર્ષ અને મહેનતનું ઉત્તમ ઉદાહરણ છે. તેમનો જન્મ વર્ષ 1976માં હળવદ તાલુકાના સરંભડા ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ મનહરદાન ચંદુભાઈ ગઢવી છે. માત્ર ત્રણ વર્ષની ઉંમરે માતાનું અને નવ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં તેઓ બાળપણથી જ મુશ્કેલ પરિસ્થિતિમાં મોટા થયા હતા. માત્ર 14 વર્ષની વયે ફ્લોર મિલ (ઘંટી) ચલાવી જીવનનિર્વાહ શરૂ કર્યો હતો. સાથે-સાથે મોટા કલાકાર બનવાના સપના જોતા તેઓમાં ગાવાનો અને મંચ પર રજૂઆત કરવાનો શોખ પણ વિકસતો ગયો.

વર્ષ 2001માં અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે મજૂરી પણ કરી

પેટનો ખાડો પુરવા માટે વર્ષ 2001માં અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે મજૂરી પણ કરી હતી. અનેક દિવસો સુધી કામ ન મળતાં છતાં તેમણે હિંમત હારી નહોતી. ત્યારબાદ ચારણ સમાજ દ્વારા બાવળા તાલુકાના નાના એવા રાણેકસર ગામમાં પ્રથમ વખત લોકડાયરામાં તક મળી, જ્યાં તેમણે હાસ્ય દરબારથી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. આ પ્રથમ કાર્યક્રમ માટે તેમને જીવનની પહેલી કમાણી તરીકે ₹500 મળ્યા હતા. ત્યારબાદ ખેડા જિલ્લાના જેતલપુરમાં બીજો કાર્યક્રમ કર્યો અને સતત લોકડાયરાઓ દ્વારા લોકપ્રિયતા મેળવતા ગયા.

આ પણ વાંચો : લોકસભામાં રજૂ થયું પરીક્ષા સંશોધન બિલ, જાણો પેપર લીક કરનાર સામે કેવી કાર્યવાહી થશે?

હકાભા ગઢવીએ પોતાની મહેનતના બળે માત્ર સાત વર્ષમાં 1700થી વધુ નાના-મોટા લોકડાયરા અને સ્ટેજ કાર્યક્રમો પૂર્ણ કર્યા છે. શરૂઆતના સમયમાં તેઓ મોટરસાયકલ પર 300 કિલોમીટર સુધી મુસાફરી કરીને કાર્યક્રમો આપવા જતા હતા. આજે તેઓ ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકારોમાં સ્થાન ધરાવે છે. છેલ્લે જૂન 2026માં મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં યોજાયેલા ડાયરામાં હાજરી આપ્યા બાદ તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા. હાલ અકસ્માત બાદ તેઓ સુરક્ષિત હોવાનું સામે આવતા તેમના ચાહકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Hakabha Gadhvi Car Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ