ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / મોડલનાં પ્રેમમાં પાગલ વેપારીએ BMW ગાડીમાં કર્યો મોટો કાંડ, હવે મોડલે ફરિયાદ નોંધાવી

પાગલ પ્રેમી / મોડલનાં પ્રેમમાં પાગલ વેપારીએ BMW ગાડીમાં કર્યો મોટો કાંડ, હવે મોડલે ફરિયાદ નોંધાવી

Last Updated: 11:41 PM, 31 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પોશ એવા વેસુ વિસ્તારમાં ગત 29 મેના રોજ એક જાણીતી મોડેલની મર્સિડીઝને આગ ચાંપવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મોડેલે આ મામલે ત્રણ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝને અજાણ્યા શખસો દ્વારા આગ ચાંપવાની અને અલથાણ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી મિતેશ જૈન સામે પીછો કરી હેરાન કરવા અને ધમકી આપવા ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર તેમના નામથી ફેક એકાઉન્ટ બનાવી તેના પર્સનલ ફોટો અપલોડ કરવાની ફરિયાદ કરી હતી.

ADVERTISEMENT

Surat Model : સુરત શહેરના પોશ વિસ્તાર વેસુમાં ગત 29 મે ના રોજ જાણીતી મોડેલની મર્સિડીઝ કારને આગ લગાડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી. મોડલની કાર સળગાવનાર 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે હવે નવા ઘટસ્ફોટ પણ થયો છે. જેમાં મોડેલે તેના એક્સ-બોયફ્રેન્ડ મિતેશ જૈન પર ગંભીર આરોપો લગાવ્યા છે. મોડેલે જણાવ્યું હતું કે, મિતેશના સાગરિતોએ મારી મર્સિડીઝ કારને સળગાવી હતી. 29 મેના રોજ ગેલ કોલોની નજીક એક સોસાયટીમાં મોડેલની મર્સિડીઝ કાર પાર્કિંગમાં હતી. ત્યારે બે શખસો મોપેડ પર આવ્યા. જેમાંથી એકે મોઢે રૂમાલ બાંધ્યો હતો. તેમણે જ્વલનશીલ પદાર્થની બોટલ કાર પર ઠાલવી આગ લગાવી હતી. પોલીસે સચુ રામાઅવતાર રાય અને તનિષ સુશાંત જૈનની ધરપકડ કરી છે. બન્ને આરોપી મોડેલના પૂર્વ પ્રેમી મિતેશ જૈનના સાગરીત છે. મિતેશ જૈનના કહેવા પર જ આરોપીઓએ કારમાં આગ લગાવી હતી. મિતેશ જૈને મોડલની અને તેના પરિવારના સભ્યોની ચાર કારમાં GPS સિસ્ટમ લગાવી હતી. મહત્વનું છે કે મિતેશ જૈન ગુનાહિત માનસિકતા ધરાવે છે અગાઉ પણ તેની સામે જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મોડલની ગાડીમાં વેપારી લગાવી આગ

સુરતના પોશ એવા વેસુ વિસ્તારમાં ગત 29 મેના રોજ એક જાણીતી મોડેલની મર્સિડીઝને આગ ચાંપવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મોડેલે આ મામલે ત્રણ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝને અજાણ્યા શખસો દ્વારા આગ ચાંપવાની અને અલથાણ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી મિતેશ જૈન સામે પીછો કરી હેરાન કરવા અને ધમકી આપવા ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર તેમના નામથી ફેક એકાઉન્ટ બનાવી તેના પર્સનલ ફોટો અપલોડ કરવાની ફરિયાદ કરી હતી. પાંડેસરા પોલીસ મથકમાં તેમના જીજાની કારને આગ લગાવવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જોકે મર્સિડીઝને આગ ચાંપવા મામલે વેસુ પોલીસે સીસીટીવીમાં દેખાતા બે આરોપીને ઝડપી પાડ્યા છે.અને આ બંને આરોપી મિતેશના મિત્રો હોવાનું મોડેલ જણાવ્યું છે.હાલ વેસુ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સુરતની મોડલ ટેક્સટાઇલ ક્ષેત્રે કામ કરે છે

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી અને ટેક્સટાઇલમાં મોડલિંગ ક્ષેત્રે કામ કરતી મોડલની લક્ઝુરિયસ mercedes કાર ગત 29 તારીખે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઘર પાસે સળગાવી દીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં તૈયાર થઈ ગઈ હતી. આ અંગે મોડેલ દ્વારા વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે વેસુ પોલીસે કાર સળગાવનાર બે આરોપીને ધરપકડ કરી છે. જોકે કાર સળગાવવા પાછળ સર્જાયેલા વિવાદ અંગે મોડલે vtv સાથે વાતચીત કરી હતી. તેણે મર્સિડીઝ સળગાવવાનો આક્ષેપ પૂર્વ પ્રેમી મિતેશ જૈન પર કર્યો છે. માત્ર એટલું જ નહીં, કારમાં GPS લગાવવાથી લઈ એસિડ-એટેકની ધમકી આપી હોવાના આક્ષેપો કર્યા છે.

આ પણ વાંચો : રાજકોટમાં દારૂની ખુલ્લેઆમ હેરાફેરી! ટેમ્પોમાં 'દેશી'ની કોથળીઓ, જુઓ VIDEO

2017 માં બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી

મોડેલે મિતેશ જૈન પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, 2017માં અમારી દોસ્તીની શરૂઆત થઈ હતી. તે પરિણીત હોવાનું તેણે જણાવ્યું નહોતું. 2018માં તે પરિણીત હોવાની મને જાણ થઈ હતી. જેથી મેં આ સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે સંબંધનો અંત લાવવા માગતો નહોતો, એટલે તે હેરાન કરવા લાગ્યો. જેને કારણે મેં તેના પર 2024માં રેપની ફરિયાદ કરી હતી. ત્યારથી લઈ આજ સુધી તેણે મને અને મારા પરિવારને બ્લેકમેઇલિંગ કરવાનું તથા મારો પીછો કરવાનું ચાલું રાખ્યું છે. અને મને અને મારા પરિવારને સતત હેરાન પરેશાન કરી રહ્યો છે.

રિલેશન રાખવા માટે સતત દબાણ કરતો હતો

મોડલ એ વધુમાં જણાવ્યું હતું કે, મને તેની સાથે સંબંધ ચાલુ રાખવા માટે સતત હેરાન કરી રહ્યો છે. મારે તેની સાથે કોઈ જ સંબંધ રાખવો નથી. જેને લઇ તે મારો પીછો કરે છે અને અવારનવાર મને હેરાન કરે છે. પહેલા મારી હોન્ડા સિટી કારનો કાચ પણ તેને તોડી નાખ્યો હતો. થોડા દિવસ પહેલા પાંડેસરામાં મારા જીજાની કાર સળગાવી હતી. અને હવે ત્રણ દિવસ પહેલા મારા ઘર પાસે રાખેલી મારી મર્સિડીઝ કાર પણ તેના કહેવાથી તેના મિત્રોએ સળગાવી હતી. અમે જ્યાં પણ જઈએ ત્યાં મારી પાછળ પાછળ તે દર વખતે આવી જતો હતો. જેને લઇ અમને સમજાતું ન હતું કે, મિતેશને ખબર કઈ રીતે પડે છે. કાર સળગાવ્યા બાદ અમારી ચાર જેટલી કારને ગેરેજમાં સર્વિસ માટે તપાસ કરવા માટે મોકલી હતી ત્યારે તમામ કારમાંથી જીપીએસ ટ્રેકર ડિવાઇસ મળી આવ્યા હતા. જેના આધારે તે અમારો પીછો કરતો હતો અને હેરાન કરતો હતો.

વેપારી વિરુદ્ધ ત્રણ પોલીસ મથકોમાં ફરિયાદ દાખલ

જોકે હાલ તો મોડલે મિતેશ જૈન સામે જુદા જુદા ત્રણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. Mercedes સળગાવવા અંગે પોલીસ મથકમાં, જીજાજીની કાર સળગાવવા અંગે પાંડેસરા પોલીસ મથકમાં અને વારંવાર તેનો પીછો કરવા ઉપરાંત ધમકી આપવા અંગે અલથાણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.હાલ તો વેસુ પોલીસ દ્વારા મર્સિડીઝ કાર સળગાવવા ના બનાવમાં સાચ્ચું રામાઅવતાર રાય અને તનિષ સુશાંત જૈનની ધરપકડ કરી છે. હાલ તો પોલીસ દ્વારા તમામ પ્રકારની કડક કાર્યવાહી આ મામલે કરાઈ રહી છે. મોડલ યુવતીએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે અને અવારનવાર જે રીતે પરિવારને મિતેશ જૈન દ્વારા હેરાન પરેશાન કરાય છે જેનાથી તેની સામે સુરક્ષાની પણ માંગ કરાઈ છે.

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat shocking incident Surat model BMW car catches fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ