ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:18 PM, 14 April 2026
ADVERTISEMENT
અદાણી ગ્રુપની આ કંપનીએ કમાલનું પ્રદર્શન કર્યું છે. શેરબજારમાં ઘટાડા વચ્ચે અદાણી પાવરનો શેર સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓના શેર તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી 50 ટકા સુધી નીચે છે. ઉદાહરણ તરીકે અદાણી એન્ટરપ્રાઇઝના શેર હાલમાં તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી 45 ટકા નીચે છે, જ્યારે અદાણી પાવરે તેની તાકાત દર્શાવી છે.
ADVERTISEMENT
13 એપ્રિલ 2026 ના અદાણી પાવરના શેર ₹184.40 ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા હતા, જ્યારે સોમવારે ભારતીય શેરબજાર લાલ રંગમાં હતું. એટલે કે અદાણી પાવર માર્કેટ ટ્રેડના વિપરીત જઇને લગભગ 3.15 ટકા વધીને ₹181.35 પર બંધ થયો હતો. છેલ્લા આઠ ટ્રેડિંગ સત્રોમાં આ શેર લગભગ 18 ટકા વધ્યો છે.
શેરમાં વધારા પાછળના કારણો
ADVERTISEMENT
ભારતમાં ઉનાળાની શરૂઆત સાથે વીજળીનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે. માર્ચ 2026 માં વીજળીની માંગ રેકોર્ડ 149 બિલિયન યુનિટ સુધી પહોંચી ગઈ. આ વધતી માંગથી વીજ ક્ષેત્રની કંપનીઓ ખાસ કરીને અદાણી પાવરમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
જણાવી દઇએ અદાણી પાવરે લાંબા અને મધ્યમ ગાળાના PPA (પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ) હેઠળ તેની 90% થી વધુ ઓપરેટિંગ ક્ષમતા સુરક્ષિત કરી છે, જેનાથી સ્થિર કમાણી સુનિશ્ચિત થઈ છે. નિષ્ણાતો અદાણી પાવર પર આશાવાદી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કોરોના કાળની જેમ બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન
ADVERTISEMENT
અદાણી પાવરે મજબૂત વળતર આપ્યું છે
અદાણી પાવરના શેરે છેલ્લા પાંચ વર્ષમાં 900 ટકા અને છેલ્લા દસ વર્ષમાં 2500 ટકાથી વધુનું મલ્ટિબેગર વળતર આપ્યું છે, જે અદાણી ગ્રુપની આ કંપનીની વિકાસ ક્ષમતાને દર્શાવે છે.
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે અદાણી પાવરે હવે પોતાને લાર્જ-કેપ જાયન્ટ તરીકે સ્થાપિત કરી છે. કંપની તેના EBITDA માર્જિનને સુધારવા માટે ડિજિટલ O&M અને AI-આધારિત પ્રેડિક્ટિવ મેંટેનેંસ જેવી તકનીકોનો ઉપયોગ કરી રહ્યું છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો