બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટ્રમ્પનું મોટું નિવેદન,"ભારત સાથે તો..., દરેક દેશને નહીં મળે આટલું મહત્વ", ભારતને ગણાવ્યો ખાસ દેશ
Last Updated: 08:20 AM, 27 June 2025
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વેપાર કરારની જાહેરાત કરી. આ સાથે તેમણે ભારત સાથે એક મોટા કરારનો સંકેત આપ્યો, જેનો હેતુ અમેરિકાના વૈશ્વિક વેપાર સંબંધો અને સપ્લાય ચેઇન સ્થિરતાને મજબૂત બનાવવાનો છે.
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે અમેરિકાએ ચીન સાથે કરાર કર્યો છે. આ દરમિયાન તેમણે સંકેત આપ્યો કે ટૂંક સમયમાં ભારત સાથે 'ખૂબ જ મોટો' કરાર થશે. ટ્રમ્પે બિગ બ્યુટીફુલ બિલ ઇવેન્ટમાં બોલતા આ નિવેદન આપ્યું હતું.
Trump announces that we signed an economic deal with China yesterday with India coming up next.
— Clandestine (@WarClandestine) June 26, 2025
Trump also highlights how he said he had deals in the pipeline, and the MSM did not believe him.
The deals are already made behind closed doors. We are just seeing the disclosure.… pic.twitter.com/pbkrMv6njY
ADVERTISEMENT
ટ્રેડ ડીલ્સ તરફ ઈશારો કરતા ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, "દરેક વ્યક્તિ ડીલ કરવા માંગે છે અને તેનો ભાગ બનવા માંગે છે. યાદ કરો કે થોડા મહિના પહેલા, પ્રેસ કહી રહ્યું હતું, 'શું ખરેખર કોઈ છે જેને આમાં રસ છે?' સારું, અમે ગઈકાલે જ ચીન સાથે કરાર કર્યા હતા. અમે કેટલાક બહેતરીન સોદા કરી રહ્યા છીએ. અમે બીજો સોદો કરવા જઈ રહ્યા છીએ, કદાચ ભારત સાથે, ખૂબ જ મોટો સોદો." ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "બીજા દરેક દેશ સાથે સોદા કરવામાં આવશે નહીં. અમે બધા સાથે સોદા કરવાના નથી. કેટલાક લોકોને અમે ફક્ત એક પત્ર મોકલીશું અને ખૂબ ખૂબ આભાર કહીશું. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે. તે કરવાનો આ સરળ રસ્તો છે અને મારા લોકો તે રીતે કરવા માંગતા નથી. તેઓ કેટલાક સોદા કરવા માંગે છે, પરંતુ તેઓ મારા કરતા વધુ સોદા કરવા માંગે છે."

ADVERTISEMENT
'એવી વસ્તુઓ જે ક્યારેય ન થઈ શકે...'
ટ્રમ્પે કહ્યું, "પરંતુ અમે કેટલાક બેહતરીન સોદા કરી રહ્યા છીએ. અમે બીજો સોદો કરવા જઈ રહ્યા છીએ જ્યાં અમે ભારત માટે દરવાજા ખોલવા જઈ રહ્યા છીએ, જ્યારે ચીન સાથેના સોદામાં અમે ચીન માટે દરવાજા ખોલવા જઈ રહ્યા છીએ. એવી વસ્તુઓ જે ક્યારેય ન થઈ શકે અને અમારા દરેક દેશ સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિઝનેસ / 1 જાન્યુઆરીથી લાગુ થશે 8મું પગાર પંચ? કેન્દ્ર સરકારે ફેરફાર સાથે શરૂ કરી તૈયારી!
જોકે ટ્રમ્પે ચીન સોદાની સ્પષ્ટતાઓ વિશે વિગતવાર જણાવ્યું ન હતું, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પાછળથી પુષ્ટિ કરી કે કરાર ચીનથી યુએસમાં રેર અર્થ શિપમેન્ટને ઝડપી બનાવવા પર કેન્દ્રિત હતો. આ એક એવો મુદ્દો છે જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.