બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટેક્સપેયર્સ માટે ચેતવણી: અપડેટેડ ITR ભરવાની આજે છેલ્લી તારીખ ચૂક્યા તો 200% સુધી લાગશે પેનલ્ટી
Last Updated: 01:44 PM, 31 March 2026
ITR-U Filing Deadline: નવું નાણાકીય વર્ષ શરૂ થવા સાથે ઘણા મહત્વપૂર્ણ નાણાકીય કાર્યોની સમયમર્યાદા આજે પૂરી થઈ રહી છે. ખાસ કરીને ટેક્સ સંબંધિત એક મોટી સમયમર્યાદા ચૂકી જવાથી તમને ભારે નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020-21 (આકારણી વર્ષ 2021-22) માટે અપડેટેડ આવકવેરા રિટર્ન એટલે કે ITR-U ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 છે. આ સમયમર્યાદા બાદ તમે તમારા જૂના રિટર્નમાં થયેલી ભૂલો સુધારી શકશો નહીં અથવા ચૂકી ગયેલી આવક જાહેર કરવાની તક ગુમાવી બેસશો. તેથી સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ITR-U એ એવી સુવિધા છે જેનાથી ટેક્સ પેયર્સ તેમના પહેલા ફાઇલ કરેલા રિટર્નમાં થયેલી ભૂલો સુધારી શકે છે. જો તમે મૂળ ITR ફાઇલ કરવાની તારીખ ચૂકી ગયા હોવ કે આવકની માહિતી સંપૂર્ણ રીતે જાહેર ન કરી હોય કે પછી ખોટા કર દરો પસંદ કર્યા હોય અથવા અગાઉના નુકસાનને યોગ્ય રીતે સમાયોજિત ન કર્યું હોય. તોતમારે ITR-U ફાઇલ કરવું જોઈએ. જોકે રિફંડ મેળવવા કે NIL રિટર્ન ફાઇલ કરવા માટે આ વિકલ્પ ઉપયોગી નથી.

ADVERTISEMENT
જો તમે સમયસર ITR-U ફાઇલ કરતા નથી તો તમને વધારાના ટેક્સનો બોજો સહન કરવો પડી શકે છે. 12 મહિનાની અંદર ફાઇલ કરશો તો 25% વધારાનો ટેક્સ લાગશે. જ્યારે સમય વધતા તે 50%, 60% અને 70% સુધી પહોંચી શકે છે. આથી વિલંબ કરવાથી તમારા પર નાણાકીય બોજ સતત વધી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમે આ સમયમર્યાદાને સંપૂર્ણપણે અવગણો છો અને આવકવેરા વિભાગ પહેલા તમારી ભૂલો શોધી કાઢે છે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં તમારે સખત તપાસ, પુનઃમૂલ્યાંકન અને ચૂકવવાના કર પર 200% સુધીનો દંડ પણ ભોગવવો પડી શકે છે. તેથી આ જોખમથી બચવા માટે આજે જ તમારા બાકી રહેલા ટેક્સ સંબંધિત કાર્યો પૂર્ણ કરવું સમજદારીભર્યું પગલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.