બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું 1 એપ્રિલ બાદ બંધ થઇ જશે પાનકાર્ડ? તો ઘરે બેઠાં 5 મિનિટમાં કરો ઠીક
7 ફોટો ગેલેરી
Last Updated: 12:36 PM, 31 March 2026
1/7
1 એપ્રિલથી એક મહત્વપૂર્ણ નિયમ અમલમાં આવવાનો છે. જે તમારા PAN કાર્ડના ઉપયોગ પર સીધી અસર કરી શકે છે. જો તમારા PAN અને આધાર કાર્ડમાં નામ અથવા અન્ય વિગતો મેળ ખાતી નથી, તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવા PAN કાર્ડને નિષ્ક્રિય ગણવામાં આવી શકે છે. એટલે કે PAN કાર્ડ હોવા છતાં તમે તેનો ઉપયોગ બેંકિંગ ટ્રાન્ઝેક્શન, આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા કે અન્ય નાણાકીય કામગીરી માટે કરી શકશો નહીં. તેથી કોઈ મુશ્કેલી ટાળવા માટે તરત જ PAN અને આધારની વિગતો ચકાસીને તેને સુધારવી જરૂરી બની ગઈ છે.
2/7
ઘણા લોકો માને છે કે માત્ર PAN અને આધાર લિંક કરવું પૂરતું છે પરંતુ હવે બંને દસ્તાવેજોમાં નામ સંપૂર્ણપણે મેળ ખાતું હોવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. નામમાં નાની જોડણીની ભૂલ પણ આગળ જઈને મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી કોઈપણ અસુવિધા ટાળવા માટે 1 એપ્રિલ પહેલાં આ વિગતો ચકાસીને સુધારવી જરૂરી છે. સારા સમાચાર એ છે કે તમે આ સુધારો ઘર બેઠા થોડા સમયમાં સરળતાથી કરી શકો છો.
3/7
સરકારે નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે PAN અને આધારને લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે. પરંતુ હવે માત્ર લિંકિંગ પૂરતું નથી. જો બંને દસ્તાવેજોમાં નામ અથવા વિગતોમાં તફાવત હશે, તો સિસ્ટમ તેને માન્ય ગણશે નહીં. આવી સ્થિતિમાં તમારું PAN કાર્ડ અસ્થાયી રીતે ‘નિષ્ક્રિય’ થઈ શકે છે. જેના કારણે તમે વિવિધ નાણાકીય વ્યવહારોમાં તેનો ઉપયોગ કરી શકશો નહીં.
4/7
જો તમે હજુ સુધી તમારા નામમાં રહેલી ભૂલો સુધારી નથી તો 1 એપ્રિલ પછી તમને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારું PAN કાર્ડ નિષ્ક્રિય બની શકે છે. જેના કારણે તે અનેક જરૂરી કામોમાં ઉપયોગી રહેશે નહીં. એટલે કે PAN કાર્ડ હોવા છતાં તમે ITR ફાઇલ કરી શકશો નહીં બેંકિંગ વ્યવહારોમાં અડચણો આવશે અને લોન, ક્રેડિટ કાર્ડ તેમજ રોકાણ સંબંધિત પ્રક્રિયાઓ પણ પ્રભાવિત થઈ શકે છે. તેથી સમયસર સુધારો કરવો અત્યંત જરૂરી છે.
5/7
જો તમારા PAN અને આધાર કાર્ડમાં નામમાં તફાવત હોય તો તેને તાત્કાલિક સુધારવું ખૂબ જ જરૂરી છે, અને આ પ્રક્રિયા તમે સરળતાથી ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. જો આધારમાં નામ ખોટું હોય, તો પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈ "Update Aadhaar" માં જાવ. ત્યારબાદ આધાર નંબર દાખલ કરીને OTP દ્વારા લોગિન કરો. પછી "Name Update" વિકલ્પ પસંદ કરીને યોગ્ય નામ દાખલ કરો અને PAN કાર્ડ, પાસપોર્ટ અથવા મતદાર ID જેવા માન્ય દસ્તાવેજ અપલોડ કરો. અરજી સબમિટ કર્યા પછી તમને URN (Update Request Number) મળશે. જેના દ્વારા તમે તમારા અપડેટની સ્થિતિ સરળતાથી ટ્રેક કરી શકશો.
6/7
જો તમારા PAN કાર્ડ પરનું નામ ખોટું હોય તો તમે તેને ઓનલાઈન સરળતાથી સુધારી શકો છો. NSDL અથવા UTIITSLની સત્તાવાર વેબસાઇટ પર જઈ “PAN Correction” ફોર્મ ભરો. જેમાં તમારો PAN નંબર દાખલ કરીને સાચું નામ નોંધાવો. ત્યારબાદ ઓળખ પુરાવા તરીકે આધાર કાર્ડ સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને લાગુ ફી ચૂકવીને અરજી સબમિટ કરો. તમારી વિનંતી પર પ્રક્રિયા થયા બાદ થોડા દિવસોમાં તમને સુધારેલ PAN કાર્ડ મળી જશે. ધ્યાન રાખવું જરૂરી છે કે PAN અને આધાર બંનેમાં નામની જોડણી સંપૂર્ણપણે સમાન હોવી જોઈએ કારણ કે મામો તફાવત પણ સ્વીકારવામાં આવશે નહીં.
7/7
એકવાર તમારું નામ PAN અને આધાર બંનેમાં યોગ્ય રીતે સુધારો થઈ જાય એ પછી કેટલીક મહત્વપૂર્ણ બાબતો ચકાસવી જરૂરી છે. આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું “Link Aadhaar Status” તપાસો. જો PAN અને આધાર હજુ સુધી લિંક ન થયા હોય તો તરત જ ફરીથી લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો જેથી ભવિષ્યમાં કોઈ નાણાકીય સમસ્યા ન ઊભી થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ