ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આવતીકાલે આ 10 શેર કરાવી શકે તગડી કમાણી, રોકાણકારોની આ સ્ટોક્સ પર નજર

બિઝનેસ / આવતીકાલે આ 10 શેર કરાવી શકે તગડી કમાણી, રોકાણકારોની આ સ્ટોક્સ પર નજર

Published By: Nidhi Panchal

Last Updated: 01:38 PM, 24 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારના શેરબજારમાં અનેક મોટા સ્ટોક્સ ચર્ચામાં રહેવાના છે. ચોથા ક્વાર્ટરના મજબૂત પરિણામો, ડિવિડન્ડની જાહેરાતો અને ઓપન ઓફરના સમાચારને કારણે રોકાણકારોની નજર ખાસ કરીને ઓટો, બેંકિંગ અને ફાર્મા સેક્ટરના શેરો પર રહેશે.

ADVERTISEMENT

25 મેના ટ્રેડિંગ સેશન દરમિયાન હિન્ડાલ્કો, આઈશર મોટર્સ, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, RBL બેંક અને લ્યુપિન જેવા શેરોમાં ભારે એક્શન જોવા મળી શકે છે. વિવિધ કંપનીઓના Q4 પરિણામો, ડિવિડન્ડ અને ઇન્ડેક્સમાં થયેલા ફેરફારો બજારમાં ઉત્સાહ વધારી રહ્યા છે. બજાર નિષ્ણાતો માને છે કે આ શેરોમાં ટૂંકા ગાળામાં ઝડપી મૂવમેન્ટ જોવા મળી શકે છે, જેના કારણે ટ્રેડર્સ અને રોકાણકારો બંને માટે સારી તક ઊભી થઈ શકે છે.

stock Market down

માર્ચ ક્વાર્ટરમાં ખૂબ જ મજબૂત પરિણામો

હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વાર્ટરમાં ખૂબ જ મજબૂત પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 88 ટકા વધીને ₹2,934 કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો ₹1,561 કરોડ હતો. મેટલ સેક્ટરમાં વધતી માંગ અને સુધરેલા માર્જિનને કારણે કંપનીના શેરમાં સકારાત્મક ભાવના જોવા મળી રહી છે. સોમવારે આ સ્ટોકમાં તેજી જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બોર્ડે પ્રતિ શેર ₹82ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત

ઓટો સેક્ટરમાં આઈશર મોટર્સ પણ રોકાણકારોના રડાર પર રહેશે. રોયલ એનફિલ્ડ બાઈકના મજબૂત વેચાણને કારણે કંપનીએ બજારની અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો આપ્યા છે. કંપનીની આવક, EBITDA અને નફામાં વધારો નોંધાયો છે. સાથે જ બોર્ડે પ્રતિ શેર ₹82ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ વધી રહ્યો છે.

કંપનીનું EBITDA માર્જિન 33 ટકા

ફાર્મા સેક્ટરમાં ડિવિઝ લેબ્સ અને ટોરેન્ટ ફાર્મા ચર્ચામાં છે. ડિવિઝ લેબ્સનો નફો 13 ટકા વધ્યો છે અને કંપનીનું EBITDA માર્જિન 33 ટકા સુધી પહોંચ્યું છે. બીજી તરફ, ટોરેન્ટ ફાર્માની આવકમાં 41.8 ટકાનો વધારો થયો છે. જોકે કંપનીની આવક બજારના અંદાજ કરતાં થોડું ઓછી રહી, પરંતુ EBITDA મજબૂત રહેતાં રોકાણકારોની ભાવના સકારાત્મક બની છે. લ્યુપિનને ચીનમાં તેની નવી દવા ઓસેલ્ટામિવીર ફોસ્ફેટ માટે મંજૂરી મળતા કંપનીના આંતરરાષ્ટ્રીય બિઝનેસને પણ ફાયદો થવાની શક્યતા વધી છે.

RBI-simple

RBL બેંક પર ખાસ નજર

બેંકિંગ સેક્ટરમાં RBL બેંક પર ખાસ નજર રહેશે. દુબઈની એમિરેટ્સ NBD બેંકે RBL બેંકમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર જાહેર કરી છે. ઓફર કિંમત ₹282.38 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ સમાચારના કારણે બેંકિંગ શેરોમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે. બીજી તરફ, NTPC ગ્રીન એનર્જીના નફામાં ઘટાડો થયો હોવા છતાં કંપનીની આવક અને EBITDAમાં સારો વધારો નોંધાયો છે, જેના કારણે લાંબા ગાળાના રોકાણકારો માટે આ સ્ટોક આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

આ પણ વાંચો : ચાંદી હાઇ સપાટીએથી ₹1.85 લાખ સસ્તી, તો સોનું આજે સસ્તું કે મોંઘુ?

આ ઉપરાંત BSE ઇન્ડેક્સમાં પણ મોટા ફેરફારો થયા છે. BSE 100 ઇન્ડેક્સમાં અશોક લેલેન્ડ, Paytm અને CG પાવરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે અંબુજા સિમેન્ટ્સ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ અને કોલગેટ-પામોલિવને બહાર કરવામાં આવ્યા છે. સેન્સેક્સ 50 ઇન્ડેક્સમાં અદાણી એન્ટરપ્રાઇઝની જગ્યાએ TVS મોટરનો સમાવેશ થયો છે. આવા ફેરફારોને કારણે સંબંધિત શેરોમાં ખરીદી અને વેચાણનું દબાણ વધી શકે છે. બજાર નિષ્ણાતોના મત મુજબ, સોમવારનું ટ્રેડિંગ સેશન ખૂબ જ ગતિશીલ રહેવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Eicher Motors Stock Market Hindalco

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ