બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ચાંદી હાઇ સપાટીએથી ₹1.85 લાખ સસ્તી, તો સોનું આજે સસ્તું કે મોંઘુ?

Gold Silver Rate / ચાંદી હાઇ સપાટીએથી ₹1.85 લાખ સસ્તી, તો સોનું આજે સસ્તું કે મોંઘુ?

Jinal Chauhan

Last Updated: 12:52 PM, 24 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના અને ચાંદીના ભાવમાં MCXથી લઈને સ્થાનિક બજાર સુધી ફેરફાર જોવા મળ્યો છે. ભારે ઉતાર-ચઢાવ પછી સોનું તેના સર્વોચ્ચ ભાવથી પ્રતિ 10 ગ્રામ ₹44,000થી વધુ સસ્તુ થયું છે. જ્યારે ચાંદી તેના ઉચ્ચતમ ભાવથી હવે પ્રતિ કિલો ₹1.85 લાખ સુધી સસ્તી મળી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી સોનું અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. તેથી જો તમે સોનું અથવા ચાંદીના દાગીના ખરીદવાનો વિચાર કરી રહ્યા હોવ તો છેલ્લા એક અઠવાડિયામાં ભાવમાં આવેલા બદલાવ પર નજર કરવી જરૂરી છે. MCXથી લઈને સ્થાનિક બજાર સુધી સોનું-ચાંદીના ભાવમાં ફેરફાર નોંધાયો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 જૂનની એક્સપાયરીવાળું 24 કેરેટ 10 ગ્રામ સોનું લગભગ ₹1.58 લાખમાં મળી રહ્યું છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ₹2.71 લાખ છે. છતાં ચાંદી હજુ પણ તેના સર્વોચ્ચ ભાવથી પ્રતિ કિલો ₹1.85 લાખ સસ્તી છે.

MCXથી સ્થાનિક બજાર સુધી સોનાના ભાવ

MCX પર છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવ લગભગ સ્થિર રહ્યા છે. ગયા શુક્રવારે (15 મે) વાયદા બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,58,547 હતો, જે આ શુક્રવારે નાના ઉતાર-ચઢાવ પછી ₹1,58,588 પર બંધ થયો. સ્થાનિક બજારમાં પણ લગભગ આવી જ સ્થિતિ જોવા મળી. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,58,210થી થોડો ઘટીને ₹1,58,117 થયો છે.

સોનાની ગુણવત્તાના ભાવ

  • 24 કેરેટ સોનું – ₹1,58,117 પ્રતિ 10 ગ્રામ
  • 22 કેરેટ સોનું – ₹1,54,320 પ્રતિ 10 ગ્રામ
  • 20 કેરેટ સોનું – ₹1,40,720 પ્રતિ 10 ગ્રામ
  • 18 કેરેટ સોનું – ₹1,28,080 પ્રતિ 10 ગ્રામ
  • 14 કેરેટ સોનું – ₹1,01,990 પ્રતિ 10 ગ્રામ

ચાંદીના ભાવની સ્થિતિ

હવે સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર 3 જુલાઈની એક્સપાયરીવાળી ચાંદી આ શુક્રવારે ઘટાડા સાથે ₹2,71,600 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. ચાંદીના ભાવ પણ છેલ્લા એક અઠવાડિયા જેટલા જ રહ્યા છે એટલે કે લગભગ સ્થિર રહ્યા છે. ગયા અઠવાડિયાના છેલ્લાં ટ્રેડિંગ દિવસે શુક્રવારે 1 કિલો ચાંદીનો ભાવ ₹2,71,866 હતો. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. 15 મેના રોજ ચાંદીનો ક્લોઝિંગ ભાવ પ્રતિ કિલો ₹2,68,500 હતો જ્યારે આ શુક્રવારે બજાર બંધ સમયે તેનો ભાવ ઘટીને ₹2,66,000 થયો હતો. એટલે કે ચાંદીના ભાવમાં ₹2,500નો ઘટાડો નોંધાયો છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ માત્ર 10 જ દિવસમાં 3 વખત વધ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ, તો હવે શું થશે? જાણો

હાઈ લેવલથી સોનું-ચાંદી કેટલું સસ્તુ?

  • છેલ્લું અઠવાડિયું કિંમતી ધાતુઓ માટે લગભગ સ્થિર રહ્યું હોવા છતાં, સોનું અને ચાંદી હજુ પણ તેમના સર્વોચ્ચ ભાવથી ઘણાં સસ્તા મળી રહ્યા છે.
  • MCX પર સોનું તેના સૌથી ઊંચા ભાવ ₹2,02,984 પ્રતિ 10 ગ્રામથી લગભગ ₹44,396 સસ્તુ મળી રહ્યું છે.
  • જ્યારે ચાંદી તેના સર્વોચ્ચ ભાવ ₹5,47,328 પ્રતિ કિલોની સરખામણીએ હાલમાં લગભગ ₹1,85,462 પ્રતિ કિલો સસ્તી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold rate today Silver price update MCX gold silver
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ