ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આટલો સસ્તો! આ શેરનો ભાવ 792થી ઘટીને એક રૂપિયો થયો, ખરીદવા મચી લૂંટ

બિઝનેસ / આટલો સસ્તો! આ શેરનો ભાવ 792થી ઘટીને એક રૂપિયો થયો, ખરીદવા મચી લૂંટ

Published By: Pravin Joshi

Last Updated: 07:26 PM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ કમ્યુનિકેશન્સનો શેર વર્ષો પછી ફરી તેજી બતાવી રહ્યો છે. ક્યારેય ₹792 સુધી પહોંચેલો આ શેર હવે ₹1.24 પર છે. 14 નવેમ્બર 2025ના રોજ બોર્ડ મિટિંગ યોજાશે જેમાં ત્રિમાસિક પરિણામો રજૂ થશે.

ADVERTISEMENT

રિલાયન્સ ગ્રુપની એક સમયની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ (Reliance Communications Ltd) ફરી એકવાર શેરબજારના કેન્દ્રમાં આવી છે. વર્ષો સુધી સતત પડકારો અને ધોવાણ પછી હવે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગવા લાગ્યા છે. ક્યારેય ₹792 સુધી પહોંચેલો આ શેર આજે ફક્ત ₹1.24 પર ટ્રેડ થઈ રહ્યો છે, છતાં તેમાં જોવા મળતી તેજી રોકાણકારોમાં નવી આશા જગાવી રહી છે.

asian-stock-market

બુધવારે કંપનીના શેરમાં 4.2% નો ઉછાળો નોંધાયો હતો. ₹1.24 પર બંધ રહેલો શેર અગાઉના દિવસ કરતાં ₹0.05 ઉંચો રહ્યો. છેલ્લા કેટલાય અઠવાડિયાંથી સતત ઘટતા ભાવ વચ્ચે આ તેજી રોકાણકારો માટે રાહતરૂપ બની છે. માર્કેટ એનાલિસ્ટ્સનું માનવું છે કે આ ઉછાળો શોર્ટ-ટર્મ રીબાઉન્ડ રેલી હોઈ શકે છે, જે રોકાણકારોની આગામી ત્રિમાસિક પરિણામોની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

stock-market-simple-2

એક સમય હતો જ્યારે રિલાયન્સ કમ્યુનિકેશન્સના શેરે 11 જાન્યુઆરી 2008ના રોજ ₹792 નો સ્તર સ્પર્શ્યો હતો. પરંતુ ટેલિકોમ સેક્ટરમાં વધતી સ્પર્ધા, દેવું અને મેનેજમેન્ટની મુશ્કેલીઓ વચ્ચે આ કંપનીના શેરે ભારે નુકસાન જોયું હતું. ત્યારબાદ કંપનીના શેરના ભાવ તૂટી તૂટી ₹1 સુધી આવી પહોંચ્યા હતા. હવે, સતત 12 ટ્રેડિંગ સત્રોની ઘટાડા બાદ શેરમાં તેજી જોવા મળી છે. માર્કેટ ડેટા અનુસાર, હાલ શેર તેની મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ કંપનીમાં લિક્વિડિટી યથાવત છે. હાલના આંકડા મુજબ, રોજના આશરે ₹0.02 કરોડના ટ્રેડ્સ થઈ રહ્યા છે, જે 5 દિવસના સરેરાશ ટ્રેડ વેલ્યૂના લગભગ 2% જેટલા છે.

STOCK-MARKET-3

સાથે જ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને માહિતી આપી છે કે 14 નવેમ્બર 2025ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાશે. આ બેઠકમાં કંપનીના Q2 FY26 (સપ્ટેમ્બર ત્રિમાસિક) અને હાફ યરલી પરિણામો (Standalone અને Consolidated બંને) પર ચર્ચા અને મંજૂરી આપવામાં આવશે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે જો કંપનીના આવનારા પરિણામો રોકાણકારોની અપેક્ષા કરતાં સારા આવશે, તો સ્ટોકમાં વધુ એક રાઉન્ડની તેજી જોવા મળી શકે છે. પરંતુ જો નફામાં સુધારાની દિશામાં કોઈ ખાસ સંકેત નહીં મળે, તો આ ઉછાળો ટૂંકી મુદત માટે જ રહેશે.

આ પણ વાંચો: 30 નવેમ્બર સુધીમાં સરકારી કર્મચારીઓએ કરવું પડશે આ કામ, નહીંતર નહીં મળે આટલું પેન્શન!

રોકાણકારો માટે હાલની સ્થિતિ તક અને જોખમ બંને સમાવે છે. આ પ્રકારના પેની સ્ટોક્સમાં રોકાણ કરતા પહેલા સતર્કતા જરૂરી છે, કારણ કે ઊંચી અસ્થિરતા સાથે ઝડપથી નફો કે નુકસાન બંને થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PennyStock RelianceCommunications ShareMarket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ