બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / 30 નવેમ્બર સુધીમાં સરકારી કર્મચારીઓએ કરવું પડશે આ કામ, નહીંતર નહીં મળે આટલું પેન્શન!

જાણી લેજો / 30 નવેમ્બર સુધીમાં સરકારી કર્મચારીઓએ કરવું પડશે આ કામ, નહીંતર નહીં મળે આટલું પેન્શન!

Priykant Shrimali

Last Updated: 12:09 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Pension Rules : સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, પેન્શન ચાલુ રાખવા માટે 30 નવેમ્બર સુધીમાં આ પ્રમાણપત્ર આપવું ફરજિયાત

New Pension Rules : કેન્દ્ર સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટેના પેન્શન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારા મુજબ, હવે મૃતક સરકારી કર્મચારીના માતાપિતા જો ફેમિલી પેન્શન મેળવી રહ્યા હોય, તો તેમને દર વર્ષે જીવન પ્રમાણપત્ર (Life Certificate) સબમિટ કરવું ફરજિયાત રહેશે. પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (Department of Pension & Pensioners’ Welfare) દ્વારા આ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી ખાતરી કરી શકાય કે પેન્શન યોગ્ય વ્યક્તિને અને યોગ્ય દરે મળે.

પહેલા શું થતું હતું?

અગાઉ માતાપિતાને વધેલા દરે (75%) ફેમિલી પેન્શન મળતી હતી અને તેમને જીવન પ્રમાણપત્ર આપવા આવશ્યકતા ન હતી. સરકાર તરફથી ઘણી વખત માતાપિતાની સ્થિતિ અંગે ચકાસણી થતી નહોતી, જેના કારણે કોઈ એક માતા કે પિતા અવસાન પામ્યા પછી પણ 75% દરે પેન્શન ચાલુ રહેતું હતું. પરંતુ નિયમો મુજબ જો બંને માતાપિતા જીવિત હોય તો 75%, અને જો એક માતા કે પિતા જીવિત હોય તો 60% પેન્શન મળવું જોઈએ. આ વિસંગતતાને દૂર કરવા માટે હવે નવી પ્રક્રિયા અમલમાં આવી છે.

નવા નિયમો શું કહે છે?

CCS (EOP) નિયમો, 2023 ના નિયમ 12, પેટા-નિયમ (5) મુજબ

  • જો મૃત સરકારી કર્મચારીના જીવનસાથી અથવા સંતાન ન હોય, તો માતાપિતાને ફેમિલી પેન્શન મળશે.
  • જો બંને જીવિત હોય, તો તેમને પેન્શનના 75% હિસ્સો મળશે.
  • જો માત્ર એક જીવિત હોય, તો તે વ્યક્તિને 60% પેન્શન મળશે.
  • જો માતાપિતાની અન્ય આવક હોય, તો પણ તે પેન્શન પર અસર કરશે નહીં.

હવે દર વર્ષે નવેમ્બર મહિનામાં બંને માતાપિતાએ અલગ-અલગ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. જો કોઈ એક માતા કે પિતાનું અવસાન થાય, તો આગામી વર્ષથી ફક્ત એક પ્રમાણપત્ર જરૂરી રહેશે અને પેન્શન આપમેળે 60% પર સેટ થશે.

30 નવેમ્બર છે અંતિમ તારીખ

  • બધા પેન્શનરો માટે 30 નવેમ્બર સુધીમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે.
  • જો તે સમયસર સબમિટ નહીં કરવામાં આવે, તો ડિસેમ્બર મહિનાથી પેન્શન બંધ થઈ જશે.
  • પછી પ્રમાણપત્ર આપ્યા બાદ પેન્શન ફરી શરૂ થશે, પરંતુ વચ્ચેના સમયનો નાણાકીય વળતર મળતું નથી.

કેવી રીતે આપવું જીવન પ્રમાણપત્ર?

જીવન પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા હવે ખૂબ જ સરળ છે:

  • જીવન પ્રમાણ એપ (Jeevan Pramaan App) ડાઉનલોડ કરો.
  • આધાર કાર્ડ સાથે લિંક કરો અને ચહેરા અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા વેરિફિકેશન કરો.
  • તમે બેંક, પોસ્ટ ઓફિસ અથવા સંબંધિત વિભાગમાં જઈને પણ પ્રમાણપત્ર આપી શકો છો.
  • વૃદ્ધો માટે ઘરેલુ સેવા (Doorstep Service) પણ ઉપલબ્ધ છે.

આ બદલાવથી શું ફાયદો થશે?

  • આ ફેરફારથી સરકારના નાણાં યોગ્ય હકદાર સુધી પહોંચશે અને ખોટી ચુકવણી અટકશે.
  • સાથે સાથે, પેન્શનરોને સમયસર માહિતી આપવા અને ડિજિટલ પ્રક્રિયાથી કામ સરળ બનશે.

આ પણ વાંચો : હવેથી એક જ Appમાં રાખી શકશો 5-5 આધારકાર્ડ, એ પણ બિલકુલ ફ્રીમાં

જો તમારા પરિવારના કોઈ સભ્યને ફેમિલી પેન્શન મળી રહી હોય, તો હમણાં જ ખાતરી કરો કે બંને માતાપિતાના જીવન પ્રમાણપત્રો તૈયાર છે. 75% પેન્શન ચાલુ રાખવા માટે આ પ્રક્રિયા આ વર્ષે 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pension rules Government employee New Pension Rules
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ