ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:29 AM, 13 November 2025
ADVERTISEMENT
ભારતના શેરબજારમાં આવતા દિવસોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રાજકીય અનિશ્ચિતતાના સંકેતો સાથે દલાલ સ્ટ્રીટ પર ચિંતા વધી રહી છે, કારણ કે બિહાર વિધાનસભા ચૂંટણીના તંગ મુકાબલાની વચ્ચે વિશ્લેષકોનું માનવું છે કે જો સત્તારૂઢ એનડીએ સરકાર કેન્દ્રમાં બહુમતી ગુમાવે છે, તો માર્કેટને તાત્કાલિક ઝટકો લાગી શકે છે.
ADVERTISEMENT

દેશની અગ્રણી બ્રોકરેજ ફર્મ InCred Equities એ પોતાના અહેવાલમાં ચેતવણી આપી છે કે જો બિહારના ચૂંટણી પરિણામ બાદ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થાય છે અને કેન્દ્રમાં નીતિશ કુમાર અથવા ચંદ્રબાબુ નાયડુ જેવા પ્રાદેશિક નેતાઓના નેતૃત્વ હેઠળ કોઈ મધ્યમપંથી ગઠબંધન સરકાર બને છે, તો બજારમાં “Coalition Discount” જોવા મળી શકે છે.
ADVERTISEMENT

અહેવાલ મુજબ, રોકાણકારો રાજકીય સ્થિરતાને ભારતની આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ માનતા આવ્યા છે. જો સરકારમાં ફેરફાર અથવા ગઠબંધનની સ્થિતિ ઊભી થાય છે, તો રોકાણકારોની લાગણીઓ પર નકારાત્મક અસર થઈ શકે છે. જેના પરિણામે નિફ્ટી ઈન્ડેક્સ (Nifty 50) માં 5 થી 7 ટકા સુધીની તાત્કાલિક ઘટાડો નોંધાઈ શકે છે. આ કોઈ નવા પ્રકારની પૅટર્ન નહીં હોય. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે-જ્યારે કેન્દ્રમાં ગઠબંધન સરકારો બને છે અથવા સત્તારૂઢ પક્ષ નબળો પડ્યો છે, ત્યારે માર્કેટમાં ટૂંકા ગાળાના ઝટકા લાગ્યા છે. પરંતુ લાંબા ગાળે બજારે નીતિની સતતતા અને આર્થિક સુધારાઓના આધાર પર સ્થિરતા હાંસલ કરી છે.
ADVERTISEMENT
InCred Equitiesના વિશ્લેષણ અનુસાર, જો એનડીએ ફરીથી સત્તામાં મજબૂત રીતે રહે છે, તો રોકાણકારો માટે રાહતનો સંકેત મળી શકે છે અને માર્કેટમાં રિકવરી જોવા મળશે. પરંતુ જો કેન્દ્રમાં સત્તા પરિવર્તનના ઈશારા મળે છે, તો ટૂંકા ગાળામાં ભારે વેચવાલીની શક્યતા નકારી શકાય નહીં. આ સાથે બિહાર ચૂંટણીના પરિણામો આ વખતે માત્ર રાજ્યની રાજનીતિ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ તેનો મોટો પ્રભાવ દેખાઈ શકે છે. દલાલ સ્ટ્રીટના રોકાણકારો રાજકીય સંકેતો પર તીવ્ર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ આટલો સસ્તો! આ શેરનો ભાવ 792થી ઘટીને એક રૂપિયો થયો, ખરીદવા મચી લૂંટ
ADVERTISEMENT
ભારતીય અર્થવ્યવસ્થાના મજબૂત ફંડામેન્ટલ્સ હોવા છતાં, રાજકીય અનિશ્ચિતતા રોકાણકારોની માનસિકતા પર તાત્કાલિક અસર પાડે છે. જો સત્તારૂઢ ગઠબંધન નબળું પડે છે, તો વિદેશી રોકાણકારો ટૂંકા ગાળે નફાખોરી માટે વેચવાલી કરી શકે છે, જેનાથી બજાર વધુ દબાણમાં આવી શકે છે. લાંબા ગાળે જો નવી સરકાર નીતિની સતતતા જાળવી રાખે અને આર્થિક સુધારાના માર્ગ પર અડગ રહે, તો માર્કેટ ફરી મજબૂત સ્થિતિમાં આવી શકે છે. પરંતુ હાલ માટે રાજકીય અનિશ્ચિતતાનો માહોલ દલાલ સ્ટ્રીટ પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ