ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / SBIના ગ્રાહક ખાસ વાંચી લેજો આ ન્યૂઝ, 1 ડિસેમ્બરથી આ સર્વિસ થઈ જશે બંધ

બિઝનેસ / SBIના ગ્રાહક ખાસ વાંચી લેજો આ ન્યૂઝ, 1 ડિસેમ્બરથી આ સર્વિસ થઈ જશે બંધ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:00 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

State Bank of India: દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 30 નવેમ્બર પછી તેની એક સેવા બંધ કરી રહી છે.

ADVERTISEMENT

State Bank of India: દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 30 નવેમ્બર પછી તેની એક સેવા બંધ કરી રહી છે. એસબીઆઇ ગ્રાહકો હવે તેનો ઉપયોગ કરીને પૈસા મોકલી શકશે નહીં.

તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું છે અને તમારી પાસે રકમ જમા છે, તો તમારા માટે એક મોટી માહિતી છે. એસબીઆઇ તેની સેવાઓમાં ફેરફાર કરી રહી છે, અને બેંકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે 30 નવેમ્બર 2025 પછી OnlineSBI અને YONO Lite પર mCASH નો ઉપયોગ કરીને પૈસા મોકલવાની અને ક્લેમ કરવાની સુવિધા બંધ થઈ જશે. આનો અર્થ એસબીઆઇ ગ્રાહકો હવે તે એકાઉન્ટ નંબર સેવ કર્યા વિના mCASH નો ઉપયોગ કરીને પૈસા મોકલી શકશે નહીં. તેઓ mCASH લિંક અથવા એપ દ્વારા મોકલવામાં આવેલા પૈસાને ક્લેમ પણ કરી શકશે નહીં.

SBI-06

બેંકે તેની જાહેરાતમાં જણાવ્યું હતું કે યૂજર્સ હવે થર્ડ-પાર્ટી મની ટ્રાન્સફર માટે યુપીઆઇ, આઇએમપીએસ, એનઇએફટી, આરટીજીએસ વગેરે જેવા વિકલ્પો પસંદ કરી શકે છે. આ સંદર્ભમાં જે ગ્રાહકો પહેલા લાભાર્થીની નોંધણી કરાવ્યા વિના ફક્ત મોબાઇલ નંબર અથવા ઇમેઇલ સરનામાંનો ઉપયોગ કરીને mCASH દ્વારા પૈસા મોકલવાની ક્ષમતા ધરાવતા હતા તેમની પાસે આગામી મહિનાથી આ વિકલ્પ રહેશે નહીં.

ગ્રાહકો પાસે આ વિકલ્પો

એસબીઆઇએ તેની વેબસાઇટ પર આ માહિતી આપી છે. બેંકે ગ્રાહકોને પૈસા મોકલવા માટે યુપીઆઇ, આઇએમપીએસ, એનઇએફટી અને RTGS જેવી અન્ય સુરક્ષિત અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ડિજિટલ પદ્ધતિઓનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. થર્ડ-પાર્ટી લાભાર્થીઓને પૈસા મોકલવા માટે UPI, IMPS, NEFT, RTGS વગેરે જેવા વૈકલ્પિક વ્યવહાર મોડનો ઉપયોગ કરો.

vtv app promotion

જાણો mCASH કેવી રીતે કાર્ય કરે છે?

mCASH એક એવી સુવિધા જે SBI ગ્રાહકોને લાભાર્થીની નોંધણી વિના ફક્ત મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરીને પૈસા મોકલી શકતા હતા

રિસીવરને એસએમએસ કે ઇમેઇલ દ્વારા એક સુરક્ષિત લિંક અને 8 અંકનો પાસકોડ મળતો હતો.

લિંક ખોલીને અને પાસકોડ દાખલ કરીને તેઓ તેમના કોઈપણ બેંક ખાતામાં પૈસાનો દાવો કરી શકતા હતા.

આ પણ વાંચોઃ ટેક્સપેયર્સને હજુ પણ ITR રિફંડ કેમ નથી મળ્યું?, CBDT વડાએ જણાવ્યું કારણ

સુવિધા કેમ બંધ કરી રહ્યું છે?

વાસ્તવમાં mCASH એક જૂની પદ્ધતિ બની ગઈ છે, અને યૂપીઆઇએ આવા નાના અને ઝડપી નાણાં ટ્રાન્સફરનું સ્થાન લીધું છે. તેથી એસબીઆઇએ આ સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank News SBI State Bank of India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ