બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:37 PM, 18 November 2025
દેશમાં લાખો કરદાતાઓ વર્ષ 2025ના ઇન્કમ ટેક્સ રિફંડને લઈને ભારે પરેશાન છે. ઘણા લોકો મહિનાઓ પહેલા પોતાનો ITR ફાઇલ કરી ચૂક્યા છે, પરંતુ આજે સુધી તેમના બેંક એકાઉન્ટમાં રિફંડની રકમ જમા થઈ નથી. રોજ સવારે પોતાના બેંક એકાઉન્ટ ચેક કરતા ટેક્સપ્રેયર નિરાશ થઈ જાય છે. હવે આ વિલંબ પાછળ નું અસલી કારણ CBDTના ચેરમેન રવિ અગ્રવાલે ખુદ જાહેર કર્યું છે, જેને લઈને દેશભરમાં ચર્ચા તેજ બની ગઈ છે.
ADVERTISEMENT

ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા 2025માં ટેક્સપેયર્સ લાઉન્જનું ઉદ્ઘાટન કરતી વખતે રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે ઘણા ITRમાં ખોટા અથવા વધારે ડિડક્શનનું ક્લેમ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્ક્રુટિની વધી છે. તેમણે સ્પષ્ટ કર્યા કે નાના રિફંડ સતત જારી થઈ રહ્યા છે, પરંતુ જ્યાં વિભાગને શંકા છે, ત્યાં વધારે ચકાસણી ચાલી રહી છે. આ કારણે લાખો કરદાતાઓના રિફંડ અટક્યા છે.
ADVERTISEMENT

CBDT ચેરમેનના કહેવા મુજબ, ડિપાર્ટમેન્ટે ઘણા ટેક્સપ્રેયરને મેસેજ મોકલીને રિવાઈઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની સલાહ આપી છે. જે રિટર્નમાં ગડબડ જોવા મળી છે, તેમાં ટેક્સ વિભાગ વિશેષ સાવચેતી રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમારી કોશિશ છે કે બાકી રહેલા તમામ રિફંડ નવેમ્બર અથવા ડિસેમ્બર સુધી ચૂકવી દેવામાં આવે.
ADVERTISEMENT

આ વચ્ચે મોટી રાહતરૂપ માહિતી પણ સામે આવી છે. જો કરદાતા કોઈ ભૂલમાં ન હોય અને રિફંડ લેટ થઈ રહ્યું હોય, તો સરકાર રિફંડ સાથે વ્યાજ પણ ચૂકવશે. આવકવેરા અધિનિયમની કલમ 244A મુજબ, કરદાતાને દર મહિને 0.5 ટકા સાદું વ્યાજ આપવામાં આવે છે. પરંતુ આ વ્યાજ મેળવવા માટે કેટલીક ખાસ શરતો પણ લાગુ પડે છે.
ADVERTISEMENT

જો ITR સમયસર ફાઇલ કર્યું હોય તો 1 એપ્રિલ 2025થી વ્યાજ ગણવામાં આવશે, જ્યારે જો ITR મોડું ફાઇલ થયું હોય તો ફાઇલિંગની તારીખથી વ્યાજ ગણાશે. સ્ક્રુટિની દરમિયાન પણ વ્યાજ ચાલુ જ રહે છે—શરતે કે વિલંબ કરદાતાની ભૂલથી ન થયો હોય. પરંતુ જો રિફંડની રકમ 100 રૂપિયાથી ઓછી હોય અથવા self-assessment tax વધારે જમા થયા પછી રિફંડ મળતું હોય, તો વ્યાજ ચૂકવવામાં આવતું નથી.
ADVERTISEMENT

રિફંડ મોડું થવાનું કારણ માત્ર સ્ક્રુટિની જ નથી. CBDTના જણાવ્યા મુજબ, પાંચ મોટી ભૂલોના કારણે પણ રિફંડ અટકી શકે છે.
ADVERTISEMENT
સૌથી પહેલાં તો Form 26AS, AIS અથવા TIS સાથે ડેટા મેચ ન થતાં રિફંડ અટકાય છે. ખોટો TAN, જૂનો challan, Gross–Net interest mismatch જેવી TDSથી સંબંધિત ખામીઓથી પણ રિફંડ આગળ ન વધે.
બીજું જો રિટર્નમાં foreign income, capital gain, multiple income sources અથવા high-value transactions હોય તો વધારે તપાસ જરૂરી બને છે.
ત્રીજું, PAN inactive હોય, PAN–Aadhaar લિંક ન હોય, e-verification ન થયું હોય અથવા બેંક એકાઉન્ટ inactive હોય તો રિફંડ આવવાની શક્યતા જ ન રહે.
ચોથું, ITR ફાઇલ કર્યા બાદ 30 દિવસની અંદર e-verification ન કરવાથી રિટર્ન invalid બની જાય છે.
અને પાંચમું, જો પહેલા વર્ષનો કોઈ ટેક્સ બાકી હોય તો વિભાગ રિફંડને એડજસ્ટ કરવા માટે અટકાવી શકે છે.
આ પણ વાંચો: બાપ રે ! સોનામાં તાબડતોબ ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, હવે કેટલો રહ્યો ભાવ
આ તમામ કારણો મળીને લાખો કરદાતાઓના રિફંડમાં વિલંબ સર્જી રહ્યા છે. CBDTના વરિષ્ઠ અધિકારીઓનું આશ્વાસન છે કે તમામ બાકી રિફંડ ડિસેમ્બર 2025 સુધી ક્લિયર કરી દેવામાં આવશે, પણ હાલ ટેક્સપ્રેયર્સમાં નિરાશા અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.