ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વભરમાં હલચલ મચાવશે ભારતની આ 3 મોટી બેંકો, જુઓ કોને કરી ભવિષ્યવાણી

બિઝનેસ / વિશ્વભરમાં હલચલ મચાવશે ભારતની આ 3 મોટી બેંકો, જુઓ કોને કરી ભવિષ્યવાણી

Published By: Nidhi Panchal

Last Updated: 09:56 AM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની બેંકો માટે મોટો સમય નજીક? SBI ચેરમેનનો દાવો, "2030 સુધી દુનિયાની ટોચની 10 બેંકોમાં ભારતની ત્રણ બેંકો હશે"

ADVERTISEMENT

શું ભારતમાં એવી બેંકો ઉભી થઈ રહી છે જે વિશ્વની સૌથી મોટી બેંકોને ટક્કર આપશે? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન C.S. શેટ્ટીએ તાજેતરમાં આપેલા નિવેદનથી આ સવાલ વધુ ચર્ચામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે 2030 સુધીમાં SBI સહિત ભારતની બે ખાનગી બેંકો વિશ્વની ટોચની 10 બેંકોની યાદીમાં સામેલ થશે.

BANK-HOLIDAY-3

શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં શેટ્ટીએ કહ્યું કે, “SBIનું બજાર મૂડીકરણ હવે $100 બિલિયનને વટાવી ગયું છે. માત્ર SBI જ નહીં, પણ બે મોટી ખાનગી બેંકો પણ છે જેઓ ઝડપથી આગળ વધી રહી છે. મને વિશ્વાસ છે કે 2030 સુધીમાં ત્રણેય બેંકો વિશ્વની ટોચની યાદીમાં હશે.” શેટ્ટીએ જો કે આ બે ખાનગી બેંકોના નામ જાહેર કર્યા નથી, પરંતુ બજારના નિષ્ણાતો માને છે કે તે બે બેંકો HDFC બેંક અને ICICI બેંક છે.

દેશની સૌથી મૂલ્યવાન બેંક

હાલમાં ખાનગી ક્ષેત્રની HDFC બેંક ₹15.11 લાખ કરોડના બજાર મૂલ્યાંકન સાથે દેશની સૌથી મૂલ્યવાન બેંક છે. જ્યારે ICICI બેંક ₹9.59 લાખ કરોડના મૂલ્યાંકન સાથે બીજા સ્થાને છે. SBIનું બજાર મૂડીકરણ ₹8.82 લાખ કરોડ છે. SBI હાલમાં સંપત્તિની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી બેંક છે, પણ વૈશ્વિક સ્તરે તે 43મા ક્રમે છે. શેટ્ટીનો દાવો છે કે SBIનું લક્ષ્ય 2030 સુધીમાં ટોચની 10 વૈશ્વિક બેંકોમાં સ્થાન મેળવવાનું છે.

BANK-HOLIDAY-2

“ભારતને મોટી અને વિશ્વસ્તરીય બેંકોની જરૂર છે”

SBI ચેરમેનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સરકાર મોટી બેંકો ઉભી કરવા માટે નાના બેંકોના વિલીનીકરણ પર કામ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ તાજેતરમાં કહ્યું હતું કે “ભારતને એવી મોટી બેંકોની જરૂર છે જે વિશ્વના સ્તરે સ્પર્ધા કરી શકે.”

vtv app promotion

તાજેતરમાં ₹25,000 કરોડની મૂડી

શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે SBIએ તાજેતરમાં ₹25,000 કરોડની મૂડી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મૂડી વિકાસ માટે નહીં, પરંતુ બેંકિંગ ઉદ્યોગને વિશ્વાસ આપવા માટે છે કે SBIની મૂડી બફર સ્થિતિ મજબૂત છે. શેટ્ટીએ કહ્યું કે વર્ષના અંત સુધી SBIનો મૂડી પર્યાપ્તતા ગુણોત્તર 15% થી ઉપર રહેશે, જ્યારે બેંકનું લક્ષ્ય 12% થી ઉપર મુખ્ય ટાયર-1 મૂડી સ્તર જાળવી રાખવાનું છે.

આ પણ વાંચો : આજે બેંકો ખુલ્લી રહેશે કે બંધ? બ્રાન્ચે જતા પહેલા લિસ્ટ પર નજર મારી લેજો

તેમણે એ પણ જણાવ્યું કે એન્જિનિયરિંગ સ્નાતકોમાં SBIમાં નોકરી માટે વધતી રુચિ બેંક માટે ફાયદાકારક સાબિત થઈ છે. ટેકનોલોજી અને નવી પ્રતિભાનો સંયોજન SBIને ભવિષ્ય માટે વધુ મજબૂત બનાવી રહ્યો છે. આ રીતે, SBI અને અન્ય ખાનગી બેંકોના વધતા મૂલ્યાંકન અને મજબૂત નીતિઓ જોઈને સ્પષ્ટ થાય છે કે ભારતની બેંકો વિશ્વના બેંકિંગ નકશામાં પોતાનું મહત્વપૂર્ણ સ્થાન બનાવવા તરફ વધી રહી છે. 2030 સુધીમાં શું SBI ખરેખર વિશ્વની ટોચની 10 બેંકોમાં સ્થાન મેળવે છે? એ જોવું રસપ્રદ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CS Setty SBI Global Top Banks

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ