ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:07 AM, 9 October 2025
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંકે હિમાચલ પ્રદેશના સોલનમાં આવેલી ‘ધ બઘાટ અર્બન કો-ઓપરેટિવ બેંક’ પર કડક નિયંત્રણો લાદ્યા છે. હવે આ બેંકના કોઈપણ ગ્રાહક એકાઉન્ટમાંથી વધુમાં વધુ ₹10,000 સુધી જ રકમ ઉપાડી શકશે. RBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી બેંકના કામકાજ અને નાણાકીય સ્થિતિ અંગે ચિંતાઓ હતી. બેંકના બોર્ડ અને મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ પણ બેંક સુધારા માટે પૂરતા પ્રયાસો કરી શકી નહોતી. ગ્રાહકોના હિતને સુરક્ષિત રાખવા માટે RBIને આ પગલું ભરવું પડ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
આ બેંકના યોગ્ય ડિપોઝિટર્સને DICGC હેઠળ રૂ. 5 લાખ સુધીની ઈન્શ્યોરન્સ રકમ મળવા લાયક હશે. એટલે કે જો બેંક આગળ ચાલીને મુશ્કેલીમાં જાય, તો પણ દરેક ડિપોઝિટર 5 લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત ગણાશે.
વધુ વાંચો : દિવાળી પહેલા ખુશખબર, PF ખાતા ધારકોને સીધો 21,000નો લાભ, બસ કરવું પડશે આ નાનકડું કામ
ADVERTISEMENT
RBIના નવા નિર્દેશો 8 ઓક્ટોબર, 2025થી લાગુ થશે અને છ મહિનાની અવધિ સુધી અમલમાં રહેશે. જોકે RBIએ સ્પષ્ટ કર્યું છે કે બેંકની નાણાકીય સ્થિતિ સુધરશે તો આ પ્રતિબંધોમાં રાહત પણ આપી શકાય છે. RBIએ આ પણ કહ્યું છે કે આ પગલું બેંકનું લાઈસન્સ રદ થવાનું નથી. બેંક હાલની પરિસ્થિતિમાં મર્યાદિત સ્તરે કામ ચાલુ રાખી શકશે, જ્યાં સુધી તે પોતાની નાણાકીય સ્થિતિ સુધારે નહીં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો