બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:56 AM, 8 October 2025
દિવાળી નજીકમાં છે અને તહેવારોમાં બધાને પૈસાની ખૂબ જરુર છે અને આવી સ્થિતિમાં તમારે માટે એક ખુશખબર છે અને પૈસા જીતવાની તક આવી છે. હકીકતમાં ઈપીએફઓ (દેશભરમાં પીએફ ખાતાનું મેનેજ કરતી સરકારી એજન્સી)એ એક ખાસ ઓનલાઈન ટેગલાઈન સ્પર્ધાની જાહેરાત કરી છે જેમાં ભાગ લઈને તમે 21,000નું રોકડ ઈનામ જીતી શકો છો.
ADVERTISEMENT
क्रिएटिविटी दिखाइए, टैगलाइन बनाइए, ₹21,000 तक नगद पुरस्कार पाइए। 10 अक्टूबर तक कर सकते हैं अप्लाई।#EPFO #EPFOWithYou #HumHainNa #ईपीएफओ #epfotaglinecontest pic.twitter.com/PFOxzqx1qB
— EPFO (@epfoofficial) October 5, 2025
ક્યારે અને કેવી રીતે છે સ્પર્ધા ?
ADVERTISEMENT
આ સ્પર્ધા 1 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને 10 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે. તેથી તમારી પાસે હજુ પણ તમારા વિચારો સબમિટ કરવાનો સમય છે. ભાગ લેવા માટે, ફક્ત તમારી ટેગલાઇન બનાવો અને તેને ઓનલાઈન સબમિટ કરો.
ઈનામ તરીકે કેટલા પૈસા મળશે?
ADVERTISEMENT
સ્પર્ધામાં ત્રણ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે, જેમને અલગ અલગ રકમના ઇનામ આપવામાં આવશે.
પ્રથમ ઇનામ - 21,000
ADVERTISEMENT
બીજું ઇનામ - 11,૦૦૦
ત્રીજું ઇનામ - રૂ. 5100
ADVERTISEMENT
EPFO સ્થાપના દિવસ કાર્યક્રમમાં આમંત્રણ પણ
એટલું જ નહીં, વિજેતાઓને દિલ્હીમાં યોજાનાર EPFO સ્થાપના દિવસ કાર્યક્રમમાં હાજરી આપવાની તક પણ મળશે. આનો અર્થ એ છે કે તમારી પાસે માત્ર ઇનામ જ નહીં પણ ઓળખ મેળવવાની તક પણ છે.
ADVERTISEMENT
કેવી રીતે ભાગ લેવો
EPFO એ સ્પર્ધાની માહિતી માટે એક QR કોડ પણ બહાર પાડ્યો છે. સહભાગીઓ આ QR કોડ સ્કેન કરીને બધી વિગતો જોઈ શકે છે અને ત્યાંથી તેમની એન્ટ્રીઓ સબમિટ કરી શકે છે.
સ્પર્ધાના શું નિયમો?
ટેગલાઇન હિન્દીમાં હોવી જોઈએ.
10 શબ્દોથી વધુ ન હોવો જોઈએ
AI નો ઉપયોગ કરીને બનાવેલ ટેગલાઇન માન્ય નહીં
દરેક વ્યક્તિ ફક્ત એક જ એન્ટ્રી સબમિટ કરી શકે છે.
ટેગલાઇન સાથે ટૂંકું વર્ણન પણ આપવું જરુરી
કેવી રીતે ભાગ લેવો?
સૌ પ્રથમ www.mygov.in પર જાઓ.
“Do/Task” વિભાગમાં EPFO ટેગલાઇન કોન્ટેસ્ટ પર ક્લિક કરો.
"ભાગ લેવા માટે લોગિન કરો" પર જાઓ.
લોગિન કરો અને તમારી ટેગલાઇન સબમિટ કરો
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.