ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:50 PM, 24 May 2026
ADVERTISEMENT
ગયા સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સમાં લગભગ 177 પોઈન્ટનો વધારો થયો હતો, પરંતુ બજારની અસ્થિરતા વચ્ચે પણ કેટલીક મોટી કંપનીઓએ રોકાણકારોને સારો નફો અપાવ્યો. સેન્સેક્સની TOPની 10 કંપનીઓમાંથી છ કંપનીઓએ માર્કેટ કેપમાં વધારો નોંધાવ્યો હતો, જ્યારે ચાર કંપનીઓને નુકસાન સહન કરવું પડ્યું હતું. આ સમગ્ર સમયગાળામાં સૌથી વધુ ચર્ચામાં મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રહી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માત્ર પાંચ ટ્રેડિંગ દિવસોમાં તેના રોકાણકારોની સંપત્તિમાં ₹24,697 કરોડનો વધારો કર્યો હતો. કંપનીનું માર્કેટ કેપ વધીને ₹18.33 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. ગયા સપ્તાહ દરમિયાન રિલાયન્સના શેરમાં લગભગ 2.50 ટકાનો વધારો નોંધાયો હતો અને શેર ₹1,358ના સ્તરે બંધ થયો હતો. બજારમાં ચાલતી અનિશ્ચિતતા વચ્ચે પણ રિલાયન્સના મજબૂત પ્રદર્શનને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.
ADVERTISEMENT
રિલાયન્સ સિવાય ટાટા ગ્રુપની TCSએ પણ રોકાણકારોને સારો નફો કરાવ્યો હતો. TCSનું માર્કેટ મૂલ્ય ₹19,339 કરોડ વધીને ₹8.38 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. ICICI બેંકે પણ મજબૂત પ્રદર્શન કરતા તેનું માર્કેટ કેપ ₹14,516 કરોડ વધારીને ₹9.07 લાખ કરોડ સુધી પહોંચાડ્યું હતું. બજારમાં બેંકિંગ અને IT સેક્ટરના કેટલાક શેરોમાં સકારાત્મક ખરીદી જોવા મળી હતી.

ADVERTISEMENT
આ ઉપરાંત LIC, બજાજ ફાઇનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રો (LT) જેવા શેરોમાં પણ સારી તેજી જોવા મળી હતી. LICનું માર્કેટ કેપ ₹9,076 કરોડ વધીને ₹5.14 લાખ કરોડ થયું હતું, જ્યારે બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ ₹3,798 કરોડ વધીને ₹5.70 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. LTનું માર્કેટ મૂલ્ય પણ ₹2,686 કરોડ વધીને ₹5.40 લાખ કરોડ થયું હતું. આ કંપનીઓના મજબૂત નાણાકીય પરિણામો અને બજારમાં વિશ્વાસને કારણે રોકાણકારોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.
ADVERTISEMENT
બીજી તરફ, કેટલાક મોટા શેરોમાં ઘટાડો પણ નોંધાયો હતો. ભારતી એરટેલે સૌથી વધુ નુકસાન સહન કર્યું હતું. કંપનીનું માર્કેટ કેપ ₹20,230 કરોડ ઘટીને ₹11.40 લાખ કરોડ થઈ ગયું હતું. HULનું માર્કેટ મૂલ્ય ₹16,212 કરોડ ઘટીને ₹5.17 લાખ કરોડ થયું, જ્યારે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIનું માર્કેટ કેપ ₹12,784 કરોડ ઘટીને ₹8.76 લાખ કરોડ રહ્યું હતું. HDFC બેંકના માર્કેટ કેપમાં પણ ₹2,094 કરોડનો ઘટાડો નોંધાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : આવતીકાલે આ 10 શેર કરાવી શકે તગડી કમાણી, રોકાણકારોની આ સ્ટોક્સ પર નજર
શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારો માટે આ સપ્તાહ ઘણું મહત્વપૂર્ણ રહ્યું હતું. કેટલીક કંપનીઓએ મજબૂત પ્રદર્શન કરીને રોકાણકારોને મોટી કમાણી કરાવી, જ્યારે કેટલાક શેરોમાં ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફરી એકવાર સાબિત કર્યું કે બજારમાં અનિશ્ચિતતા વચ્ચે પણ મજબૂત બિઝનેસ મોડલ અને રોકાણકારોનો વિશ્વાસ કંપનીને આગળ રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT