બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:19 PM, 5 June 2025
દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક અદાણી ગ્રુપે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 74,945 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો હતો. જે ગયા વર્ષ કરતા 29% વધુ છે. જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બંને કરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે કરવામાં આવેલી ચૂકવણીનો પણ તેમાં સમાવેશ થાય છે. ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના જૂથે 58,104 કરોડ રૂપિયાનો કર ચૂકવ્યો હતો.
ADVERTISEMENT

અદાણી જૂથે શું કહ્યું ?
ADVERTISEMENT
અદાણી જૂથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારી તિજોરીમાં આ ફાળો લિસ્ટેડ કંપનીઓ દ્વારા આપવામાં આવ્યો છે. જેમાંથી 28,720 કરોડ રૂપિયા પ્રત્યક્ષ કર તરીકે આપવામાં આવ્યા હતા. 45,407 કરોડ રૂપિયા પરોક્ષ કર તરીકે આપવામાં આવ્યા હતા. બાકીના 818 કરોડ રૂપિયા અન્ય યોગદાનમાં સામેલ છે. જૂથની લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર , અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ગ્રીન એનર્જી અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે
આ પણ વાંચો: Sensex Closing Bell: લીલા નિશાન પર બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 443 પોઇન્ટનો ઉછાળો
ADVERTISEMENT
ઓલિમ્પિક કરતાં વધુ બજેટ
આ સાત કંપનીઓ ઉપરાંત ગ્રુપની ત્રણ અન્ય લિસ્ટેડ કંપનીઓ, NDTV, ACC અને Sanghi Industries દ્વારા ચૂકવવામાં આવેલ ટેક્સનો પણ આ આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપે 'બેઝિસ ઓફ પ્રિપેરેશન એન્ડ એપ્રોચ ટુ ટેક્સ' નામનો એક દસ્તાવેજ પણ પ્રકાશિત કર્યો છે. આ દસ્તાવેજ ગ્રુપની સાત કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાં અદાણી ગ્રુપના વૈશ્વિક ટેક્સ અને અન્ય યોગદાનની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. રૂપિયા 74,945 કરોડની આ રકમ ખૂબ મોટી છે. આ રકમમાં સમગ્ર મુંબઈ મેટ્રો નેટવર્ક બનાવી શકાય છે. આ નેટવર્ક લાખો લોકો માટે જીવનરેખા છે. ઉપરાંત આ રકમમાં દેશમાં આધુનિક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરી શકાય છે. ભારત 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બોલી લગાવવાની તૈયારી કરી રહ્યું છે. એવો અંદાજ છે કે આ ઇવેન્ટનો ખર્ચ રૂપિયા 34,700 કરોડથી રૂ. 64,000 કરોડની વચ્ચે થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.