બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે UPIથી ઉપાડી શકશો PFના રૂપિયા, તમારે કરવું પડશે આ નાનું કામ

તમારા કામનું / હવે UPIથી ઉપાડી શકશો PFના રૂપિયા, તમારે કરવું પડશે આ નાનું કામ

Last Updated: 11:26 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યને સારવાર માટે પૈસાની જરૂર હોય,તો તમે ગમે ત્યારે પ્રોવિડેન્ટ ફંડ માંથી પૈસા ઉપાડી શકો છો અને આની કોઈ મર્યાદા નથી,જરૂર પડે તેટલી વખત ઉપાડી શકાય છે.

એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફૂંફ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના સભ્યો ટૂંક સમયમાં તેમના એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ (EPF)અકાઉંટમાંથી ATM અથવા UPI જેવી અન્ય રીતો દ્વારા ઉપાડી શકશે. આ માટે, તેમણે તેમના બેંક અકાઉંટને EPF સાથે લિંક કરવા પડશે.

EPFO_IU3h0IO.width-800

સૂત્રએ જણાવ્યું હતું કે શ્રમ મંત્રાલય એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે જેમાં EPFના ચોક્કસ ભાગને બ્લોક કરવામાં આવશે અને UPI અથવા ATM ડેબિટ કાર્ડ જેવી વિવિધ પદ્ધતિઓ દ્વારા મોટો ભાગ ઉપાડી શકાશે.

માહિતી અનુસાર,આ સિસ્ટમ લાગુ કરવામાં કેટલાક સોફ્ટવેર ચેલેંજ છે,જેનું સોલ્યુસન કરવામાં આવી રહ્યું છે. હાલમાં, કએમ્પ્લોય પ્રોવિડેન્ટ ફૂંફ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના સભ્યોએ તેમના EPF ઉપાડના દાવા માટે અરજી કરવી પડે છે,જેમાં સમય લાગે છે.

ઓટોમેશન દ્વારા અરજીઓનું સમાધાન કરવામાં આવી રહ્યું છે.

ઓટોમેશન સેટલમેન્ટ હેઠળ,ઉપાડના દાવાઓનો નિકાલ કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના અરજી ફોર્મ દાખલ કર્યાના ત્રણ દિવસની અંદર ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવે છે.આ ઓટોમેટિક સેટલમેન્ટ મોડની મર્યાદા હાલના રૂ.1 લાખથી વધારીને રૂ.5લાખ કરવામાં આવી છે.આનાથી મોટી સંખ્યામાં EPFO ​​સભ્યો બીમારી,શિક્ષણ, લગ્ન અને રહેઠાણના હેતુઓ માટે ત્રણ દિવસની અંદર તેમના EPF નાણાંનો ઉપયોગ કરી શકશે.

Vtv App Promotion

પહેલા શું સમસ્યા હતી?

પહેલાં, જો તમારે 1 લાખ રૂપિયાથી વધુ રકમ ઉપાડવી પડતી હતી, તો તમારે મેન્યુઅલ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. આ માટે,તમારે EPFO ઑફિસમાં જવું પડતું હતું, જ્યાં તમારે ઘણી વખત લાંબો સમય રાહ જોવી પડતી હતી.દસ્તાવેજો સબમિટ કરવાથી લઈને મંજૂરી સુધી,આખી પ્રક્રિયામાં ઘણા દિવસો કે અઠવાડિયા પણ લાગતા હતા.

આ પણ વાંચો : છી..છી..છી...! ટ્રેનના ટોયલેટનું પાણી અને ચાની કિટલી, વીડિયો વાયરલ

આ સમસ્યા ખાસ કરીને એવા લોકો માટે વધુ વકરી હતી જેમને મેડિકલ ઇમરજન્સી, લગ્ન અથવા ઘર ખરીદવા જેવા મોટા ખર્ચ માટે તાત્કાલિક પૈસાની જરૂર હતી, પરંતુ હવે 5 લાખ રૂપિયા સુધીની ઓટો-સેટલમેન્ટ મર્યાદા સાથે, આ બધી સમસ્યાઓનો અંત આવશે. કર્મચારીઓ જરૂર પડ્યે તરત જ તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે, તે પણ કોઈપણ વિલંબ વિના.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unified payment interface Debit card employee provident fund
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ