બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / એક જ ઝટકામાં 5.50 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, શેરબજારમાં ઉથલપાથલ

Market Crash / એક જ ઝટકામાં 5.50 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, શેરબજારમાં ઉથલપાથલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:45 PM, 29 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Crash: હવે જ્યારે નિફ્ટી બે વર્ષથી સમાન રેન્જમાં છે, તો આપણે સારા વળતરની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? જો ઇન્ડેક્સ આગળ નહીં વધે, તો તેની અસર દરેક રોકાણકારના પોર્ટફોલિયો પર પડશે.

Stock Market Crash: હવે જ્યારે નિફ્ટી બે વર્ષથી સમાન રેન્જમાં છે, તો આપણે સારા વળતરની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? જો ઇન્ડેક્સ આગળ નહીં વધે, તો તેની અસર દરેક રોકાણકારના પોર્ટફોલિયો પર પડશે.

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે મોટો ભૂકંપ જોવા મળ્યો છે. આમતો વધઘટનો સીલસીલો છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 1,092 પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો. રોકાણકારોને સમજી નથી શકતા કે હવે આગળ શું થશે.? નિફ્ટીની ગતિને જોતા તે બે વર્ષ પહેલા હતો ત્યા પહોચી ગયો છે.

હકીકતમાં નિફ્ટી-50 સતત વેચાણ દબાણ હેઠળ આવી અને 23,500 ના સ્તરની નજીક પહોચી ગયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જૂન 2024 માં પણ નિફ્ટી 23,500 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આનો સીધો અર્થ એ થાય કે છેલ્લા બે વર્ષમાં બજારનું રિટર્ન લગભગ ફ્લેટ એટલે કે શૂન્ય રહ્યું છે, અને આ દરમિયાન રોકાણકારોના હાથ સંપૂર્ણપણે ખાલી રહ્યા છે.

જૂન 2024 માં જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો પછી બજારમાં સ્થિરતા આવી હતી, ત્યારે નિફ્ટીએ પહેલી વાર ઐતિહાસિક 23,500 ના આંકને સ્પર્શ કર્યો. તે સમયે રોકાણકારો ઉત્સાહિત હતા અને ત્યાંથી નવી છલાંગની અપેક્ષા રાખતા હતા. પછીના મહિનાઓમાં બજારે ગતિ પકડી અને નવી ટોચ પર પહોંચ્યું, જેમાં નિફ્ટી 26,400 પર પહોંચ્યો. જોકે 2026 ના મધ્ય સુધીમાં બધી બઢત હવા થઇ ગઇ. મે મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે નિફ્ટી તેના બે વર્ષના નીચલા સ્તરે પાછો ફર્યો છે.

જૂન 2024 કે તે પછીના સમયગાળામાં બજારમાં રોકાણ કરનારા રોકાણકારોના પોર્ટફોલિયો બે વર્ષ પછી પણ એજ સ્થીતીમાં નજર આવે છે. શુક્રવારના મોટા ઘટાડાને કારણે રોકાણકારોને ₹5.50 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

બે વર્ષથી બજાર એક રેન્જમાં છે

બજાર નિષ્ણાતો માને છે કે છેલ્લા બે વર્ષમાં ઇન્ડેક્સની સુસ્તીનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો (FII) દ્વારા વેચાણ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત તેમના પૈસા પાછા ખેંચી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અન્ય ઉભરતા બજારો (જેમ કે ચીન અથવા અન્ય દેશો)ના મુકાબલે ભારતની અર્નિગ ગ્રોથ થોડી ધીમી રહેશે તેવી આશંકાથી વિદેશી ફંડ લગાતાર આઉટફ્લો કરી રહ્યા છે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ બિઝનેસ / સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ગેમિંગ ઇન્ડસ્ટ્રીના આ શેરોમાં કડાકો, 17 ટકાથી વધુનો ઘટાડો

મોઘા વૈલ્યૂએશન અને નબળા કોર્પોરેટ પરિણામો

છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં ભારતની અગ્રણી કંપનીઓના નાણાકીય પરિણામો બજારની અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા નથી. જ્યારે કંપનિઓનો નફો વધ્યો નહી અને શેરના ભાવ આસમાને હતા, ત્યારે ભાવમાં સુધારો અનિવાર્ય છે. દરમિયાન વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે ભારતીય બજાર પર દબાણ પણ વધ્યું છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવમાં થતી વધઘટને કારણે સેન્ટિમેન્ટ સતત ખરાબ કર્યુ છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Stock Market Crash Nifty

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ