ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મુકેશ અંબાણી નહીં પણ આ વ્યક્તિ છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક, બે ગણા છે શેર

બિઝનેસ / મુકેશ અંબાણી નહીં પણ આ વ્યક્તિ છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક, બે ગણા છે શેર

Published By: Vidhata Gothi

Last Updated: 08:27 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Reliance Industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાથી વધુ છે, જે ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. પરંતુ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર ગ્રુપમાં ફક્ત 0.12% હિસ્સો ધરાવે છે, જ્યારે સૌથી વધુ હિસ્સો કોઈ બીજા પાસે છે.

ADVERTISEMENT

Reliance Industries Real Owner: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ પણ છે અને વિશ્વના અબજોપતિઓમાં પણ તેમનું નામ આવે છે. તેમણે આ સ્થાન તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કારણે મેળવ્યું કર્યું છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર ગ્રુપમાં માત્ર 0.12 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તેમની માતા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી સૌથી મોટો 0.24 ટકા હિસ્સો ધરાવે છે.

mukesh ambani

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાથી વધારે છે, જે પ્રમાણે તે ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. શેર બજારમાં લિસ્ટેડ દરેક કંપનીમાં પ્રમોટર્સ સિવાય, વિદેશી અને સ્થાનિક રોકાણકારોની સાથે-સાથે સામાન્ય રોકાણકારો પણ હિસ્સો ધરાવે છે. ચાલો જાણીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે, મુકેશ અંબાણી કંપનીમાં કેટલો હિસ્સો ધરાવે છે અને અન્ય રોકાણકારોનો હિસ્સો કેટલો છે.

Reliance Industries: પ્રમોટર ગ્રુપમાં કોનો કેટલો હિસ્સો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર ગ્રુપમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઇશા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી સામેલ છે, તેઓ કંપનીમાં કુલ 0.84 ટકા હિસ્સો ધરાવે છે. મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમના બાળકો દરેક 0.12 ટકા હિસ્સો ધરાવે છે. એકલા કોકિલાબેન અંબાણી 0.24 ટકા હિસ્સો ધરાવે છે.

vtv app promotion

Reliance Industries: RILમાં મુકેશ અંબાણીનો કુલ હિસ્સો કેટલો છે?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સપ્ટેમ્બર 2025 સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમોટર્સ (મુકેશ અંબાણી)નો કુલ હિસ્સો 50.01 ટકા છે. રિટેલ અને અન્ય રોકાણકારોનો 49.99 ટકા હિસ્સો છે. આમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, સરકાર અને ખાનગી રોકાણકારોનો સમાવેશ થાય છે. જે નીચે પ્રમાણે છે -

  • વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) - 18.65%
  • ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DII) - 20.25%
  • ભારત સરકાર - 0.17%
  • છૂટક રોકાણકારો (જાહેર) - 10.92%

આ પણ વાંચો: 8મા પગાર પંચને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 50 લાખ કર્મચારી અને 69 લાખ પેન્શનરોને થશે આ ફાયદો

RILમાં કયા FII અને DIIનો હિસ્સો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ધરાવતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોમાં Europacific Growth Fund અને સિંગાપોર સરકાર સામેલ છે. જયારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં ભારતીય જીવન વીમા નિગમ, SBI મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ અને NPS ટ્રસ્ટ સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ભારત સરકારનો હિસ્સો ભારતના રાષ્ટ્રપતિના નામે છે.

Mukesh Ambani Networth: મુકેશ અંબાણીની નેટવર્થ

ફોર્બ્સ અનુસાર, 20 લાખ કરોડ રૂપિયાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક મુકેશ અંબાણીની રીયલ ટાઇમ નેટવર્થ 110.2 બિલિયન ડોલર્સ છે, જે ભારતીય રૂપિયામાં આશરે 10 લાખ કરોડ (97,33,69,05,00,000 રૂપિયા) છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Reliance Industries Real Owner Kokilaben Ambani

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ