ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / 8મા પગાર પંચને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 50 લાખ કર્મચારી અને 69 લાખ પેન્શનરોને થશે આ ફાયદો

મોટા સમાચાર / 8મા પગાર પંચને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 50 લાખ કર્મચારી અને 69 લાખ પેન્શનરોને થશે આ ફાયદો

Published By: Vidhata Gothi

Last Updated: 03:55 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે.

ADVERTISEMENT

8th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ માટે એક જબરદસ્ત સમાચાર આવ્યા છે. કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. કેબિનેટે 8મા પગાર પંચના કાર્યક્ષેત્રને મંજૂરી આપી. આ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 8મું પગાર પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "8મા કેન્દ્રીય પગાર પંચની રચના, ટર્મ્સ ઓફ રેફરન્સ અને સમયગાળો વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. કમિશનની ભલામણમાં સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને આવરી લેવામાં આવશે." સરકાર 1 જાન્યુઆરી, 2026 થી 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવાનો ઇરાદો ધરાવે છે.

ક્યારે થઈ હતી પગાર પંચની રચનાની જાહેરાત

જણાવી દઈએ કે કેન્દ્રીય પગાર પંચની રચના સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, પેન્શન અને સેવા શરતોની સમીક્ષા કરવા અને જરૂરી ફેરફારોની ભલામણ કરવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે, દર 10 વર્ષે એક જવા પગાર પંચની રચના કરવામાં આવે છે. આ સંદર્ભમાં, 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની અપેક્ષા છે. સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય લાભોની સમીક્ષા કરવા માટે જાન્યુઆરી 2025માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી.

8મા પગાર પંચમાં કેટલો વધુ શકે પગાર

હવે 8મા પગાર પંચ અંતર્ગત પગાર વધારાનો હિસાબ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) પર થશે, જે હાલમાં બેઝિક પેને એટલા ગણા કરીને નવો પગાર નક્કી કરે છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો. માહિતી પ્રમાણે, 8મા પગાર પંચ પછી ફિટમેન્ટ ફેક્ટર 2.86 ટકા સુધી વધી શકે છે.

શું છે ફિટમેન્ટ ફેક્ટર?

ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે, જે બેઝિક પગારને વધારવા માટે થાય છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું, જેના કારણે લેવલ 1ના કર્મચારીના બેઝિક પે 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો. જો કે કુલ પગારમાં મોંઘવારી ભથ્થું, HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવા ભથ્થા પણ સામેલ હોય છે. 7મા પગાર પંચ પછી લેવલ 1નું કુલ પેકેજ લગભગ 36,020 રૂપિયા હતું.

vtv app promotion

2.86 ટકા સુધી વધી શકે છે ફિટમેન્ટ ફેક્ટર

માહિતી પ્રમાણે, 8મા પગાર પંચ પછી ફિટમેન્ટ ફેક્ટર 2.86 ટકા સુધી વધી શકે છે, જેનાથી લેવલ 1નો બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા સુધી થઈ શકે છે. આ સાથે જ બધા જ 10 લેવલ્સમાં પગાર ને પેન્શનમાં વધારો થશે.

આ પણ વાંચો: મોદી સરકારે 1.18 કરોડ કર્મચારીઓને આપી મોટી ખુશખબર, 8મા પગાર પંચ પર મોટું અપડેટ

8મુ પગાર પંચ લાગૂ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થશે. આ વધારો ન માત્ર બેઝિક પેમાં થશે પણ સાથે જ પેન્શન અને અન્ય ભથ્થામાં પણ વધારો થશે, જેનાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ સારી થશે. ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે આ વધારો નક્કી થશે, સરકારી કર્મચારીઓ માટે એક મોટી રાહત સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Staff 8th Pay Commission Salary Hike

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ