બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શું કેન્દ્રીય બજેટ પછી મળશે સસ્તી EMIની ભેટ? આજે RBI ગવર્નર કરશે Repo Rate પર જાહેરાત
Last Updated: 09:35 AM, 6 February 2026
RBI Repo Rate: લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે કે નહીં, તે મોટા સવાલનો જવાબ થોડી વારમાં જ મળી જશે. આજે બધાની જ નજરો ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ના નિર્ણય પર છે. ત્રણ દિવસની બેઠકો પછી, RBI ગવર્નર સંજય મલ્હોત્રા આજે MPC બેઠકના નિર્ણયોની જાહેરાત કરશે. RBIની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક બુધવારથી શરૂ થઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો આજે જાહેર કરવામાં આવશે. RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક દર બે મહિને યોજાય છે. છેલ્લી બેઠક ડિસેમ્બર 2025માં થઈ હતી. આ ચાલુ નાણાકીય વર્ષ 2026ની પહેલી બેઠક છે. આગામી બેઠક એપ્રિલમાં યોજાશે.
ADVERTISEMENT
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ટેરિફ વૉર વચ્ચે આર્થિક વિકાસને ટેકો આપવા માટે RBI સતત રેપો રેટમાં ઘટાડો કરી રહી છે. જો કે, પરિસ્થિતિ હવે થોડી બદલાઈ રહી છે. આ MPC બેઠક એક નિર્ણાયક સમયે આવી રહી છે, જ્યારે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ઘણા મહત્ત્વપૂર્ણ વિકાસ થઈ રહ્યા છે. તાજેતરમાં જ સરકારે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે અને પછી ભારત-યુએસ ટ્રેડ ડિલની પણ જાહેરાત થઈ છે, જે અર્થતંત્રને અસર કરી શકે છે. ત્યારે લોકોને આ બેઠકથી ઘણી અપેક્ષાઓ છે. નિષ્ણાતોનું કહેવું છે કે RBI આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં, એટલે કે રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રહેશે અને લોન વ્યાજ દર પણ સ્થિર રહેશે.

ADVERTISEMENT
નિષ્ણાતોના મતે, ભારતીય રિઝર્વ બેંકે ગયા વર્ષે રેપો રેટમાં 1.25 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે વૃદ્ધિ અને ફુગાવાના મોરચે કોઈ મોટી ચિંતા ન હોવાથી, આ વખતે રેપો રેટ સ્થિર રાખવામાં આવી શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે ઉધાર ખર્ચને વધુ ઘટાડવા માટે કેન્દ્રીય બેંક વધુ એકવાર ઘટાડો જારી કરી શકે છે. BofA ગ્લોબલ રિસર્ચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે RBIનું રેટ-કટીંગ ચક્ર સમાપ્ત થતું દેખાઈ રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે વેપાર કરારથી વિકાસને લઈને નિશ્ચિતતામાં વધશે અને ઉચ્ચ-આવર્તન સૂચકાંકોમાં જોવા મળતું વર્તમાન સકારાત્મક વલણ આગળ પણ ચાલુ રહી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 17 ટકા ઉછળ્યો LICનો નફો, આ વીમા કંપનીને લઇ સરકારનો છે મોટો પ્લાન
ADVERTISEMENT
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "અમારું માનવું છે કે RBIએ હવે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો બંધ કરી દીધો છે, પરંતુ તે તેની તરલતા જોગવાઈઓનું કાળજીપૂર્વક સંચાલન કરવાનું ચાલુ રાખશે." જણાવી દઈએ કે RBI એ ગયા વર્ષે રેપો રેટમાં ચાર વખત ઘટાડો કર્યો હતો. પહેલો ઘટાડો ફેબ્રુઆરી 2025માં 0.25 ટકાનો હતો. ત્યારબાદ એપ્રિલમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. RBIએ જૂનમાં પણ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. ઓગસ્ટ અને ઓક્ટોબરમાં યોજાયેલી બેઠકોમાં, રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી, ડિસેમ્બરમાં, RBIએ ફરી એકવાર રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.25 ટકા કરી દીધો હતો.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.