બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવે લોન લઈને ભાગવું થશે અઘરું, SBI, PNB સહિત આ 5 સરકારી બેન્કો કરશે વસૂલી

જાણવા જેવુ / હવે લોન લઈને ભાગવું થશે અઘરું, SBI, PNB સહિત આ 5 સરકારી બેન્કો કરશે વસૂલી

Priyankka Triveddi

Last Updated: 01:24 PM, 3 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે પણ ક્યારેક એવું સાંભળ્યું જ હશે કે ઘણા લોકો બેન્કમાંથી લોન તો લે છે પણ તે પછી ભરપાઈ કરતાં નથી અને બેન્કની લોન ભરવા માંથી છટકી જતાં હોય છે.

લોન તમારું ઘણું કામ સરળ બનાવે છે. લોન તમારા સપનાના ઘરની ઈચ્છાથી માંડીને નવી કાર કે બાઇક હોય કે પછી બિઝનેસ માટે નાણાકીય જરૂર હોય તો બેન્ક લોન આપતી હોય છે. પણ ક્યારેક એવું પણ બને છે કે લોકો લોન તો લે છે પણ તે લોનની ચુકવણી કરતાં નથી અને પછી ક્યારેક દેશ છોડીને પણ જતાં રહેતા હોય છે. પણ હવે એવું કરવું સરળ નહીં બને દેશની 5 સરકારી બેન્કો હવે આવા ભેગદુઓ પર ધ્યાન રાખશે અને તેમની પાસેથી પૈસાની વસૂલી પણ કરશે.

PSB એલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ

આ પાંચ સરકારી બેકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે. તેઓ મળીને એક નવી કંપની બનાવવાની તૈયારી કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ આ કંપનીઓનું કામ 5 કરોડ રૂપિયાથી ઓછી લોન અથવા રિટેલ અને MSME વસૂલવાનું હશે. આ કાર્ય PSB એલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આગળ વધારવામાં આવશે પરંતુ આ માટે પહેલા એક આઇડિયા તૈયાર કરવામાં આવશે.

આ 5 બેન્કોનો થશે સમાવેશ

એક અહેવાળ મુજબ શરૂઆતમાં 5 બેંકો આમાં સામેલ થશે. આ પછી,અન્ય સરકારી બેંકો પણ આ પ્રોજેક્ટમાં જોડાશે. આ પાછળનું કારણ નાની લોનની વસૂલાતને વધુ અસરકારક બનાવવાનું છે. આ બાબતના જાણકાર લોકોએ જણાવ્યું હતું કે "આનાથી ધિરાણકર્તાઓને કોર બેંકિંગ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં મદદ મળશે. સમગ્ર યોજનાની બ્લુ પ્રિન્ટ પણ આ જોડાણ દ્વારા તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેને આગળ વધારવામાં આવશે. આના કારણે, 5 બેંકોને પણ ઘણો ફાયદો થશે."

banking-share

ઉઘરાણી સરળ બનશે

આનો પહેલો ફાયદો એ થશે કે બેંક તેના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. ધારો કે જો એક જ ગ્રાહક પાસે અલગ અલગ બેંકોમાંથી લોન છે. તો તેની વસૂલાત સરળ બનશે. આ કંપની નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ જેવી હશે. એકવાર તે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય પછી બધી સરકારી બેંકોનો તેમાં હિસ્સો હશે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં ફક્ત ત્રણથી ચાર સરકારી બેંકો જ બાહ્ય એજન્સી દ્વારા તેમની નાની લોન વસૂલાત કરાવે છે. પરંતુ નવી કંપની દ્વારા આ વસૂલાતનું પગલું અલગ હશે.

સરકારી બેંકનું ધ્યાન જૂની અટકેલી લોન પર રહેશે

તમને જણાવી દઈએ કે, નવી કંપની દ્વારા, બધી સરકારી બેંકો જૂની બેડ લોન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. નાણા મંત્રાલયે દેશની 20 બેંકોને સમયાંતરે તેમની ટોચની 20 મોટી બેડ લોનની સમીક્ષા કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. બેંકો પહેલાથી જ જાહેર ક્ષેત્રની બેંકો માટે ઓક્શન પ્લેટફોર્મ બેંક નેટ, ડોર-સ્ટેપ બેંકિંગ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત કેટલાક અન્ય શેર કરેલા પ્લેટફોર્મ પર સહયોગ કરી રહી છે.

વધુ વાંચો: સોનાના ભાવ વધ્યા કે ઘટયા? ખરીદતા પહેલા જાણી લો આજના તમારા શહેરના લેટેસ્ટ રેટ

Vtv App Promotion

CARE રેટિંગ્સના અહેવાલ મુજબ જાહેર ક્ષેત્રની બેંકોની કુલ બિન-કાર્યક્ષમ સંપત્તિ 31 માર્ચ 2025 સુધીમાં એક વર્ષ પહેલાની તુલનામાં 17% વધીને 2.94 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે તેણે નોંધ્યું છે કે નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટર દરમિયાન નવા સ્લિપેજ વાર્ષિક ધોરણે 7.8% વધીને રૂ. 25,000 કરોડ થયા છે. આ અંગેPSB એલાયન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે લોન વસૂલાત માટે રચાયેલી કંપની આ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરશે તેવી અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank debt recovery business news Loan recovery
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ