ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો આનંદો! સેન્સેક્સ 94,000 પોઈન્ટને પાર જશે, રિસર્ચ ફર્મની ભવિષ્યવાણી

બિઝનેસ / રોકાણકારો આનંદો! સેન્સેક્સ 94,000 પોઈન્ટને પાર જશે, રિસર્ચ ફર્મની ભવિષ્યવાણી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:03 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sensex Outlook: શેર બજાર આગામી સમયમાં તેજી પકડી શકે છે અને સેન્સેક્સ 94000 સુધી પહોચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

ADVERTISEMENT

Sensex Outlook: શેર બજાર આગામી સમયમાં તેજી પકડી શકે છે અને સેન્સેક્સ 94000 સુધી પહોચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આવું થયુ તો રોકાણકારોને મોટો ફાયદો થશે. HSBC એ આ અનુમાન લગાવ્યુ છે. 24 સપ્ટેમ્બરના સવારે 10:30 વાગ્યે સેન્સેક્સ 81,871.48 પર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી 25,102.50 પર ટ્રેડ કરી રહ્યો હતો.

stock-market-news-logo

Sensex Outlook: ગ્લોબલ રિસર્ચ ફર્મ HSBC એ ભારતના ઇક્વિટી માર્કેટને 'ન્યૂટ્ર્લ' થી 'ઓવરવેઇટ' માં અપગ્રેડ કર્યું છે. ફર્મએ આ બદલાવ સારુ વૈલ્યૂએશન, સહાયક સરકારી નીતિઓ અને મજબૂત સ્થાનિક રોકાણકારોના પ્રવાહને ટાંકીને કરેલા છે. એચએસબીસીએ 2026 ના અંત સુધીમાં સેન્સેક્સને 94,000 સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે, જે વર્તમાન સ્તરથી 13ટકાથી વધુ સંભવિત વધારો સૂચવે છે.

તે સમયે ફર્મએ ઉચ્ચ વૈલ્યૂએશન અને આર્થિક વિકાસમાં સુસ્તીને કારણ બતાવી સ્ટોકની અપ સાઇડ સંભાવનાઓને સિમીત કરી હતી. જો કે હવે કંપની માને છે કે યુએસ ટેરિફની મોટાભાગની લિસ્ટેડ કંપનીઓના નફા પર બહુ ઓછી અસર પડશે. એચએસબીસીએ કહ્યુ કે આ અપગ્રેડના આઠ મહિના પહેલા જાન્યુઆરી 2025 માં તેણે ભારતીય શેરોનું ડાઉનગ્રેડ કર્યું હતું. હવે કંપની માને છે કે યુએસ ટેરિફની મોટાભાગની લિસ્ટેડ કંપનીઓના નફા પર બહુ ઓછી અસર પડશે. આનાથી શેરબજારના રોકાણકારોને ફાયદો થઈ શકે છે.

sensex-2.jpg

બ્રોકરેજ ફર્મે શું કહ્યું

એચએસબીસીએ તેની એશિયા ઇક્વિટી સ્ટ્રેટેજી નોટમાં કહ્યું કે, "કોરિયા અને તાઇવાનના ગીચ બજારોથી વિપરીત ભારત એશિયાનો શાંત ખૂણો છે. છેલ્લા 12 મહિનામાં વિદેશી ભંડોળ ભારતમાંથી ઘણું પાછું ખેંચી લેવાયુ, પરંતુ સ્થાનિક રોકાણકારો મજબૂત રહ્યા છે. સરકારી નીતિઓ શેરો માટે સકારાત્મક બની રહી છે, તેના આધારે ભારતીય શેરો હવે પ્રાદેશિક દ્રષ્ટિકોણથી આકર્ષક દેખાય છે."

vtv app add

આ પણ વાંચોઃ બિઝનેસ / 3 જ વર્ષમાં આપ્યું 6350 % રિટર્ન, આ પેની સ્ટોકે રોકાણકારોને કરી દીધા માલામાલ!

વિગતો શું છે?

નિષ્ણાતો કહે છે કે ભારતીય શેરબજારમાં આ રેટિંગ અપગ્રેડ વિદેશી રોકાણકારો માટે પણ સકારાત્મક સંકેત છે. જીએસટીમાં ફેરફારો અને મૂડી રોકાણને પ્રોત્સાહન, રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવી રહી છે. વધુમાં, સ્થાનિક રોકાણકારો દ્વારા સતત રોકાણ બજારની સ્થિરતા અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HSBC Sensex Business News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ