ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 3 જ વર્ષમાં આપ્યું 6350 % રિટર્ન, આ પેની સ્ટોકે રોકાણકારોને કરી દીધા માલામાલ!

બિઝનેસ / 3 જ વર્ષમાં આપ્યું 6350 % રિટર્ન, આ પેની સ્ટોકે રોકાણકારોને કરી દીધા માલામાલ!

Published By: Shilpa Parmar

Last Updated: 12:24 PM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Multibagger penny stock 2025 : જો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો તો જાણી લો આ પેની સ્ટોક વિશે જેણે રોકાણકારોને 3 વર્ષમાં 6350% રિટર્ન આપ્યું છે અને 10.5 થી 20 ગણો લાભ આપ્યો છે.

ADVERTISEMENT

જો તમે પણ શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છો છો તો હાલ શેર બજારમાં એક પેની શેરે રોકાણકારોને ખરેખર માલામાલ કરી દીધા છે. માત્ર 3 વર્ષમાં આ સ્ટોકે અદભૂત રિટર્ન આપ્યું છે.

એવાન્સ ટેક્નોલોજીસએ છેલ્લા ત્રણ વર્ષમાં 6,350% રિટર્ન આપીને સૌને ચોંકાવી દીધા છે. મંગળવારે આ શેર BSE પર 2.58 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જે તેનો રેકોર્ડ હાઈ છે. કંપનીનું માર્કેટ કેપ હવે 511.33 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે તેને પેની સ્ટોકમાંથી મોટી કેટેગરીમાં લઈ જાય છે.

ગત ત્રણ મહિનામાં જોવા મળી તેજી

કંપનીના શેરે 9 જુલાઇ 2025થી અત્યાર સુધી સતત 43 ટ્રેડિંગ સેશનમાં તેજી દર્શાવી છે. આ દરમિયાન સ્ટોકમાં 152%નો ઉછાળો આવ્યો છે. માસિક આધારે જોતા, એપ્રિલથી જ શેર સતત લીલા નિશાન પર રહ્યો છે અને એપ્રિલથી અત્યાર સુધી આ શેરે 268% જેટલુ જબરદસ્ત રિટર્ન આપ્યું છે.

stock-market-news-logo

ગયા ત્રણ મહિનામાં આ સોફ્ટવેર શેરમાં જબરદસ્ત 255% નો ઉછાળો આવ્યો છે. માત્ર બે વર્ષમાં IT શેરમાં 821% નો વધારો થયો છે, જે તેના ભવિષ્યની ક્ષમતાને દર્શાવે છે. કંપનીની Q1 આવક 496% વધીને 25.21 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે, માર્ચ 2025ના ત્રિમાસિક ગાળામાં કંપનીને 37.80 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

STOCK-MARKET-FINAL

કંપની વિશે માહિતી

એવાન્સ ટેકનોલોજી એ એક સોફ્ટવેર પ્રોડક્ટ્સ કંપની છે. તેમની અધિકારીક વેબસાઇટ મુજબ, કંપની એવા નેટવર્ક સિસ્ટમ બનાવવામાં અને મેનેજ કરવામાં ધ્યાન આપે છે જે ક્લાયન્ટ્સને જોડાયેલ રહેવામાં, પ્રદર્શન સુધારવામાં અને ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

વધુ વાંચો : GST રિફોર્મથી શેર માર્કેટમાં ઉછાળો, રોકાણકારોએ 12.30 લાખ કરોડ કમાઇ લીધા

એવાન્સ ટેકનોલોજીના શેર ESMના સ્ટેજ 2માં છે, એટલે તેના ટ્રેડિંગ પર 2% નો પ્રાઈસ બેન્ડ લાગુ છે. ઉપરાંત, શેરનું ટ્રેડિંગ Periodic Call Auction મારફતે થાય છે, કારણ કે તેની લિક્વિડિટી ઓછી છે. રોકાણ કરતા પહેલાં કંપનીનો રિપોર્ટ, બજારની સ્થિતિ અને તેમાં રહેલા જોખમને સારી રીતે સમજવું અત્યંત જરૂરી છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

penny stock with high return Avance Technologies share Multibagger penny stock 2025

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ