ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / GST રિફોર્મથી શેર માર્કેટમાં ઉછાળો, રોકાણકારોએ 12.30 લાખ કરોડ કમાઇ લીધા

બિઝનેસ / GST રિફોર્મથી શેર માર્કેટમાં ઉછાળો, રોકાણકારોએ 12.30 લાખ કરોડ કમાઇ લીધા

Published By: Shilpa Parmar

Last Updated: 01:03 PM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST rate cut impact on stock market : શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો માટે સારા સમાચાર છે. GST સુધારાથી શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણો શેર બજારના હાલના આંકડાઓ.

ADVERTISEMENT

GST સુધારાનો જાદુ ફક્ત દુકાનો અને ઈ-કોમર્સ સુધી મર્યાદિત નથી, પરંતુ દેશના શેર બજારમાં પણ તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. GST દર ઘટાડાના પ્રથમ દિવસે જ ઓટો અને ઇલેક્ટ્રોનિક્સ સેલમાં નોંધપાત્ર વધારો થયો છે. તેની અસર શેર બજારમાં પણ સ્પષ્ટ જોવા મળી.

ઓટો કંપનીના શેરમાં હાલ તેજી જોવા મળી રહી છે. GST સુધારાના દરમા ફેરફાર થયા બાદ દેશના શેર બજારમાં નફાના નવાં રેકોર્ડ સર્જાય રહ્યા છે. 3 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી શેર બજારમાં લગભગ 2 ટકાની તેજી જોવા મળી છે, જેના કારણે રોકાણકારોએ 12 લાખ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે. ખાસ કરીને ઓટો સેક્ટરમાં 22 સપ્ટેમ્બર સુધી 5 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો, જ્યારે 23 સપ્ટેમ્બરના કારોબારી સત્ર દરમિયાન 7 ટકાથી વધારેની તેજી નોંધાઈ.

stock-market-news-logo

શેર બજારમાં જોવા મળી તેજી

23 સપ્ટેમ્બર, મંગળવારે, શેર બજારમાં હળવા ઉતાર-ચઢાવ જોવા મળ્યા, પરંતુ GST સુધારાએ સપ્ટેમ્બર મહિનામાં બજારમાં નવી ઉર્જા ભરી છે. 3 સપ્ટેમ્બરે, જ્યારે GST કાઉન્સિલની બેઠક પછી સુધારાની જાહેરાત થઈ, ત્યારબાદ શેર બજારમાં પોઝિટિવ માહોલ જોવા મળ્યો.

BSE પર 3 સપ્ટેમ્બરે સેન્સેક્સ 80,567.71 પર બંધ થયું હતું અને 22 સપ્ટેમ્બરે સેન્સેક્સના આંકડાઓ 82,159.97 સુધી પહોંચી ગયા. એટલે, સેન્સેક્સમાં આ સમયગાળામાં 1,592.26 પોઈન્ટનો વધારો નોંધાયો છે, જે લગભગ 2 ટકાનું રિટર્ન બતાવે છે.

નિફ્ટીએ સેન્સેક્સ કરતાં વધારે નફો આપ્યો

બીજી બાજુ, NSEના મુખ્ય સૂચકાંક નિફ્ટીએ પણ 3 સપ્ટેમ્બર પછી રોકાણકારોને સારો નફો આપ્યો છે. આંકડાઓ મુજબ, 3 સપ્ટેમ્બરે નિફ્ટી 24,715.05 પર બંધ થઈ, અને 22 સપ્ટેમ્બર સુધી તે આંકડો 25,327.05 સુધી પહોંચી ગયો. એટલે, નિફ્ટીમાં 612 પોઈન્ટનો વધારો થયો છે, જે 2.47% રિટર્ન આપે છે.

આ આંકડો સેન્સેક્સ કરતાં વધારે છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં શેર બજારમાં વધુ તેજી જોવા મળી શકે છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં બે મહિના બાદ માસિક તેજી જોવા મળી રહી છે.

STOCK-MARKET-FINAL

ઓટો સેક્ટરમાં જોવા મળી તેજી

23 સપ્ટેમ્બરે ઓટો સેક્ટરમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે, જે 23 સપ્ટેમ્બર સુધી 7.30% થી વધારેનું રિટર્ન આપી ચૂકી છે. 22 સપ્ટેમ્બર સુધી BSE ઓટોએ રોકાણકારોને 5%થી વધુ નફો આપ્યો છે. 3 સપ્ટેમ્બરે BSE ઓટો 57,730.86 પોઈન્ટ પર બંધ થયું હતું, જ્યારે 22 સપ્ટેમ્બરે 61,946.82 પોઈન્ટ પર પહોંચ્યું. એટલે, ઓટોમાં 4,215.96 પોઈન્ટનો વધારો નોંધાયો છે. 23 સપ્ટેમ્બર દરમિયાન પણ સેક્ટરમાં 1,290.15 પોઈન્ટની તેજી જોવા મળી.

રોકાણકારોને કેટલો નફો થયો?

GST સુધારાથી રોકાણકારોને નોંધપાત્ર લાભ થયો છે. 3 સપ્ટેમ્બરે BSEનું માર્કેટ કેપ 4,52,76,261.93 કરોડ રૂપિયા હતું, જેમાં 22 સપ્ટેમ્બર સુધી 12,30,374.28 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હાલ માર્કેટ કેપ 4,65,06,636.21 કરોડ પર પહોંચ્યું છે. આવનારા સમયમાં આ આંકડાઓમાં હજુ વધારો થવાની શક્યતા છે.

વધુ વાંચો : રાશનથી લઇને ફૂડ કોર્ટ સુધી..., જાણો GST સ્લેબમાં ફેરફાર બાદ હવે તમારું સેવિંગ કેટલું થશે

શેર બજારની હાલની સ્થિતિ

મંગળવારે શેર બજારમાં સતત બીજા દિવસે મંદી જોવા મળી. BSE સેન્સેક્સ 278.63 પોઈન્ટની ઘટ સાથે 81,881.34 પર બંધ થયું. ગયા બે દિવસના સત્રમાં સેન્સેક્સમાં લગભગ 800 પોઈન્ટની ઘટ નોંધાઈ. શરૂઆતના કેટલાક મિનિટ માટે સેન્સેક્સ લીલા નિશાન પર રહ્યું અને 82,307.50 પોઈન્ટ પર પહોંચ્યું. NSEનું મુખ્ય સૂચકાંક નિફ્ટી 64.25 પોઈન્ટની ઘટ સાથે 25,138.1 પોઈન્ટ પર બંધ થયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST reform 2025 India GST rate cut impact on stock market BSE Sensex rise after GST

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ