ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રાશનથી લઇને ફૂડ કોર્ટ સુધી..., જાણો GST સ્લેબમાં ફેરફાર બાદ હવે તમારું સેવિંગ કેટલું થશે

GST Saving Calculator / રાશનથી લઇને ફૂડ કોર્ટ સુધી..., જાણો GST સ્લેબમાં ફેરફાર બાદ હવે તમારું સેવિંગ કેટલું થશે

Published By: Priykant Shrimali

Last Updated: 09:08 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST Saving Calculator : મોલમાં આવેલી સ્માર્ટ બજાર જેવી દુકાનો પરથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ હવે વધુ સસ્તી થઈ, જાણો અહીં તમામ ગણતરી

ADVERTISEMENT

GST Saving Calculator : લોકપ્રિયતા પામેલા મોલોમાં ફરવાની, ખરીદી કરવાની અને ખાવાની મજા હવે વધુ સસ્તી થઈ ગઈ છે. હવે તેના સૌથી મોટા કારણની વાત કરીએ તો સરકારે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવેલ નવા GST દરોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પરિણામે હવે મોલમાં ફરવી માત્ર મનોરંજનની વાત નથી રહી પણ તે તમારા ખિસ્સા માટે વધુ અનુકૂળ બની છે.

  • કપડાં અને ફૂટવેર પર સાવ સ્પષ્ટ બચત
  • હવે તમે ₹2,500 સુધીના કપડાં કે ફૂટવેર ખરીદો તો તમારે પહેલાં કરતા ખૂબ ઓછો GST ચૂકવવો પડશે. અગાઉ 12% GST લાગતો હતો, હવે તે માત્ર 5% થઈ ગયો છે.
  • ઉદાહરણરૂપે, ₹2,000ની સાડી પર હવે ₹240ના બદલે માત્ર ₹100 GST લાગશે – એટલે ₹140ની સીધી બચત!
  • ઘરગથ્થુ રાશન પણ થયું સસ્તું
  • મોલમાં આવેલી સ્માર્ટ બજાર જેવી દુકાનો પરથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ હવે વધુ સસ્તી થઈ છે. લોટ, કઠોળ, ચોખા પર હવે માત્ર 5% GST છે. તેલ, શેમ્પૂ અને સાબુ જેવા ઉત્પાદનો પર 18%થી ઘટાડીને 5% કરાયો છે. નાસ્તા, પાસ્તા, કોર્નફ્લેક્સ, નૂડલ્સ, બિસ્કિટ જેવા આઇટમ પર પણ હવે 5% GST લાગુ પડશે. બ્રેડ જેવી વસ્તુઓ પર તો હવે શૂન્ય GST લાગુ પડે છે. આથી હવે તમારું રાશન બિલ પણ થશે ખૂબ જ હળવું.
  • સિનેમા ટિકિટ હવે થોડી સસ્તી
  • હવે ₹100 સુધીની ફિલ્મ ટિકિટ પર 12% નહીં પણ 5% GST લાગુ થશે. જોકે મલ્ટિપ્લેક્સમાં સામાન્ય રીતે ટિકિટ કિંમતો ₹100થી વધુ હોય છે, તેથી આ લાભ મુખ્યત્વે ટાયર-2 શહેરોના સિંગલ સ્ક્રીન સિનેમાઘરો માટે વધારે ઉપયોગી થશે.
  • મોટા સલુનમાં પણ બચત
  • મોલમાં આવેલી લુક્સ, જાવેદ હબીબ અને ગીતાંજલી જેવી પ્રસિદ્ધ સલુન ચેઇન્સમાં હવે સેવાનો ખર્ચ પણ ઘટાડાયો છે. અગાઉ 18% ટેક્સ લાગતો હતો (ITC સાથે), હવે માત્ર 5% છે (પરંતુ ITC વિના). જો તમે ₹2,000ની સેવા લો તો હવે તમારું કુલ બિલ ₹2,360ના બદલે માત્ર ₹2,100 થશે-એટલે ₹260 બચત! આ છૂટ મોટે અને નાના બંને પ્રકારના સલુન માટે લાગુ પડે છે.
  • ફૂડ કોર્ટમાં ભોજન
  • જેમ માખણ, ચીઝ, નૂડલ્સ અને પીઝા બ્રેડ જેવી ખાદ્ય વસ્તુઓ પર GST ઘટાડી છે, તેમાનો ફાયદો ફૂડ કોર્ટના ભોજન પર પણ પડે છે. જોકે રેસ્ટોરન્ટ સર્વિસ પર સીધો ટેક્સ ઘટાડો થયો નથી, પણ કારણ કે કાચામાલ હવે સસ્તો છે, રેસ્ટોરન્ટના ખર્ચમાં ઘટાડો આવી શકે છે. અમૂલ અને મધર ડેરી જેવી કંપનીઓએ જમવાની વસ્તુઓના ભાવમાં ઘટાડો કર્યો છે એટલે ભવિષ્યમાં ફૂડ બિલ ઘટી શકે છે.

આ પણ વાંચો : આંખો મીંચીને લગાવી દેજો દાવ! ચાર કંપનીના શેર બનશે રોકેટ, એક્સપર્ટની ખરીદવાની સલાહ

ઇલેક્ટ્રોનિક્સ અને રમકડાં પણ હવે વધુ સસ્તાં

મોલમાં થી જો તમે AC, TV કે ફ્રિજ ખરીદવાનું વિચારી રહ્યા હો, તો પણ તમારું બિલ ઓછું આવશે. હવે 28% GST ના બદલે 18% ટેક્સ લાગુ પડે છે. બાળકો માટેના રમકડાં, ઢીંગલી, સ્ટેશનરી અને શૈક્ષણિક ચીજવસ્તુઓ પર પણ 5% અથવા 0% GST લાગુ છે. હસ્તકલા વસ્તુઓ પર પણ કર ઘટાડો થયો છે-જેમ કે લેમ્પ, પેઈન્ટિંગ્સ, શિલ્પો અને એન્ટિક ચીજવસ્તુઓ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST reduction GST GST Saving Calculator GST reduction,

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ