બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અમેરિકામાં સસ્તો થશે ભારતીય માલ, કૃષિ અને ડેરી સેકટરમાં કોઈ સમાધાન નહીં, જારી થયું ટ્રેડ ડિલનું ફ્રેમવર્ક
Last Updated: 10:48 AM, 7 February 2026
ભારત અને અમેરિકાએ એક મહત્ત્વપૂર્ણ પગલું આગળ વધારતા શુક્રવારે એક ભારત-અમેરિકા ટ્રેડ ડિલના ફ્રેમવર્કની જાહેરાત કરી, જેનો હેતુ ટેરિફ ઘટાડવાનો, ઉર્જા સંબંધોને મજબૂત કરવાનો અને આર્થિક સહયોગોને પ્રોત્સાહન આપવાનો છે. બંને સરકારોએ સંયુક્ત નિવેદનમાં પુષ્ટિ કરી કે જો કે આ ફ્રેમવર્ક અકે સ્પષ્ટ માર્ગ મોકલો કરે છે, છતાં પણ એક વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે આગળની વાતચીતની જરૂર પડશે.
ADVERTISEMENT
Under the decisive leadership of PM @NarendraModi ji, India has reached a framework for an Interim Agreement with the US. This will open a $30 trillion market for Indian exporters, especially MSMEs, farmers and fishermen. The increase in exports will create lakhs of new job… pic.twitter.com/xYSjxML6kt
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
ADVERTISEMENT
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે ભારત-અમેરિકા ટ્રેડ ડિલ હેઠળ, અમેરિકા ભારતીય માલ પર ટેરિફ 50%થી ઘટાડીને 18% કરી દેશે. આના બદલામાં ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવું પડશે અને વેપાર અવરોધો ઘટાડવા પડશે. 50% ટેરિફમાંથી 25 ટકા ટેરિફ ભારત દ્વારા કરવામાં આવતી રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર દંડાત્મક પગલા તરીકે લગાવવામાં આવ્યો હતો. ટ્રમ્પે એમ કહીને 25% ટેરિફ લગાવ્યો હતો કે આનાથી યૂક્રેનમાં મોસ્કોને ફંડિંગ મળી રહ્યું હતું. શુક્રવારે ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને 25% ટેરિફ હટાવી દીધો છે. ભારતે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી તેલ આયાત કરવા માટે સંમત થઈ ગયું છે.
The India-US Trade Deal will not only provide greater access to the US market for Indian products but also support our labour intensive sectors. Additionally, it will give a big boost to our digital infrastructure.#IndiaUSJointStatement pic.twitter.com/AAUB8x9MGM
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
ADVERTISEMENT
ભારત-અમેરિકા ડિલમાં સ્પેસિફિક ટ્રેડ કમિટમેન્ટ્સ સામેલ છે. ભારતે આગામી પાંચ વર્ષમાં 500 અબજ ડોલરનો અમેરિકન સામાન ખરીદવા પર સંમતિ વ્યક્ત કરી છે, જેમાં તેલ, ગેસ, કોકિંગ કોલસો, વિમાન અને વિમાનના પાર્ટસ, કિંમતી ધાતુઓ અને AI અને અન્ય ડેટા સેન્ટર માટે ઉપયોગમાં લેવાતા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ જેવા ટેકનોલોજી પ્રોડક્ટ્સ સામેલ છે. ભારત સૂકા અનાજ, લાલ જુવાર, મેવા, ફ્રેશ અને પ્રોસેસ્ડ ફૂડ, સોયાબીન ઓઇલ, શરાબ અને સ્પિરિટ સહિત ઘણા પ્રકારના અમેરિકન ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અથવા દૂર કરી દેશે.
ADVERTISEMENT
Future-ready partnership 🇮🇳🤝🇺🇸
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
From addressing non-tariff barriers to aligning standards and advancing joint technology cooperation, the India US Trade Deal reinforces a shared commitment to facilitating trade, expanding market opportunities, and strengthening bilateral… pic.twitter.com/0W6o2eOqc5
ADVERTISEMENT
ભારત-અમેરિકા ટ્રેડ ડિલ અંતર્ગત, અમેરિકા ભારતથી આયાત થતી મોટા ભાગની વસ્તુઓ પર 18% ટેરિફ લગાવી રાખશે, જેમાં ટેક્સટાઇલ, લેધર, ફૂટવેર, પ્લાસ્ટિક, જૈવિક રસાયણો, ઘરનું રાચરચીલું, હસ્તશિલ્પ અને કેટલીક મશીનરી સામેલ છે. ભારતને કેટલાક વિમાન અને વિમાનના પાર્ટસ પર ટેરિફમાં છૂટ મળશે, સાથે જ ઓટો કમ્પોનેન્ટસના ઇમ્પોર્ટ માટે ઓછા ટેરિફવાળો ક્વોટામાં પણ મળશે. જેનેરિક દવાઓ અને તેમના કમ્પોનેન્ટસના સંબંધમાં વાતચીત અમેરિકા દ્વારા ચાલી રહેલી ટેરિફ તપાસના આધાર પર કરવામાં આવશે.
किसान सुरक्षित, देश विकसित...
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
भारत-अमेरिका व्यापार समझौते में डेयरी, फल, सब्ज़ियाँ, मसाले और अन्य अनाजों को संरक्षित किया गया है।
इससे घरेलू किसानों के हित सुरक्षित होंगे, स्थानीय कृषि को इतने बड़े बाजार में preferential access से मजबूती मिलेगी और आत्मनिर्भर भारत की दिशा में एक… pic.twitter.com/X0bMisAgYn
ADVERTISEMENT
ભારતીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે એક્સ પર ભારત-અમેરિકન ફ્રેમવર્કનું સ્વાગત કરતાં તેને ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરના અમેરિકન બજાર સુધી પહોંચ વધારનાર ગણાવ્યું, જેનાથી ખાસ કરીને ખેડૂતો, માછીમારો અને એમએસએમઈને લાભ થશે. પીયૂષ ગોયલે કહ્યું કે ઔપચારિક વેપાર કરાર પર માર્ચ સુધીમાં હસ્તાક્ષર થઈ શકે છે, જે પછી અમેરિકન નિકાસ પર ભારત દ્વારા કરવામાં આવેલો ટેરિફ ઘટાડો અસરકારક થઈ જશે.

આ પણ વાંચો: શું કેન્દ્રીય બજેટ પછી મળશે સસ્તી EMIની ભેટ? આજે RBI ગવર્નર કરશે Repo Rate પર જાહેરાત
ભારત કૃષિ ઉત્પાદનો, મેડિકલ ડિવાઇસ અને કોમ્યુનિકેશન ડિવાઇસ પર લાંબા સમયથી ચાલતા નોન-ટેરિફ અવરોધોને દૂર કરવા માટે પણ સંમત થયું. બંને દેશોનું લક્ષ્ય ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સ માટે અમેરિકન કે ઇન્ટરનેશનલ સેફટી અને લાએસન્સિંગ સ્ટાન્ડર્ડને માન્યતા આપવાના કરારને છ મહિનાની અંદર અંતિમ રૂપ આપવાનું છે. અમેરિકાએ પુષ્ટિ કરી કે તે ભવિષ્યની વાટાઘાટોમાં ઓછા ટેરિફ માટે ભારતના અનુરોધ પર વિચાર કરશે. બંને પક્ષોએ સંવેદનશીલ તકનીકો પર નિકાસ નિયંત્રણો લાગુ કરવા અને ચીનના સંદર્ભમાં 'તૃતીય-પક્ષ બિન-બજાર નીતિઓ'ને સંબોધિત કરવામાં સહયોગ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.