ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 20 મોટી જાહેરાતો, 4 ઐતિહાસિક ડીલ, જુઓ 2 દેશો વચ્ચેના કરારથી ભારતને શું ફાયદો?

બિઝનેસ / 20 મોટી જાહેરાતો, 4 ઐતિહાસિક ડીલ, જુઓ 2 દેશો વચ્ચેના કરારથી ભારતને શું ફાયદો?

Published By: Vidhata Gothi

Last Updated: 12:41 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય શિખર વાર્તામાં ઘણી મોટી જાહેરાતો અને મહત્ત્વપૂર્ણ ડિલ્સ થઈ છે. બંને નેતાઓ રક્ષા, આર્થિક સહયોગ, સેમી કંડકટર, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રીન હાઈડ્રોજન અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા સહયોગને મજબૂત કરવા માટે સંમત થયા.

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જની હાજરીમાં ભારત અને જર્મની વચ્ચે અનેક મોટી જાહેરાતો અને મહત્ત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ વચ્ચે દ્વિપક્ષીય શિખર સંમેલનથી ભારત યુરોપીય સંઘની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ મળી છે. બંને નેતાઓએ નવી વૈશ્વિક વ્યવસ્થામાં એકબીજાને પૂરક ભાગીદારો તરીકે જોઈને રક્ષા, આર્થિક સહયોગ, સેમી કંડકટર, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રીન હાઈડ્રોજન અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા સહયોગને મજબૂત કરવા માટે સંમતિ આપી.

ગયા વર્ષે પદ સંભાળ્યા પછી તેમના એશિયાઈ પ્રવાસ માટે સૌથી પહેલા ભારતની પસંદગી કરીને મર્જે ભારત સાથેના સંબંધોને લઈને મહત્ત્વપૂર્ણ સંકેત આપ્યા છે. એવી જ રીતે વડાપ્રધાન મોદીએ પોતાના ગૃહનગરમાં જર્મન ચાન્સેલરનું સ્વાગત કરીને અને દ્વિપક્ષીય સંબંધો માટે લાંબા ગાળાના એજન્ડા પર હસ્તાક્ષર કરીને ભારતની રુચિ પણ સ્પષ્ટ કરી દીધી છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ સંબંધિત 20 સંયુક્ત જાહેરાત અને સાત એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, જે વૈશ્વિક પડકારો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને ભાગીદારીની મજબૂતાઈ દર્શાવે છે.

વડાપ્રધાન મોદી અને મર્જે આ મહિને જ ભારત-ઈયુ ફોરમમાં મુક્ત વેપાર કરાર (FTA)ની સંભાવના વ્યક્ત કરી, જેનાથી બંને પક્ષો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ શકે છે. બંને નેતાઓએ જે સંયુક્ત જાહેરાત કરી, તેમાં સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ મજબૂત કરવા માટે નવો રોડમેપ તૈયાર કરવાનું સામેલ છે, જે સંયુક્ત વિકાસ અને ઉત્પાદન પર કેન્દ્રિત હશે.

ડિલથી થશે મોટા ફાયદા

  • આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે બંને દેશો વચ્ચે સીઈઓ ફોર્મની રચના કરવામાં આવશે. સેમિકંડક્ટર અને ક્રિટિકલ મિનરલ્સ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત થશે, જે વૈશ્વિક આપૂર્તિ શૃંખલાઓને મજબૂત કરશે.
  • ગેસ, ગ્રીન હાઈડ્રોજન અને બાયો-ઇકોનોમી ક્ષેત્રમાં અલગ-અલગ સંયુક્ત જાહેરાતો કરવામાં આવી છે, જે આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં બંને દેશોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
  • આ સિવાય જર્મની ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-ફ્રી ટ્રાન્ઝિટ સુવિધા આપશે, જે લોકો વચ્ચેના સંપર્કને વધુ સરળ બનાવશે.
  • કૂટનીતિ અને રક્ષા ક્ષેત્રમાં ગાઢ સંબંધો માટે 1.5 ટ્રેક વાર્તા શરૂ થશે, જે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ માટે વ્યવસ્થિત દ્વિપક્ષીય વાટાઘાટોની શરૂઆત હશે. આ પગલાંથી દ્વિપક્ષીય સંબંધો તો મજબૂત થશે, સાથે જ વૈશ્વિક સ્થિરતામાં યોગદાન આપશે.

વડાપ્રધાન મોદીએ આને ગણાવ્યો ગેમ ચેન્જર પ્રોજેક્ટ

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, "અમે પર્યાવરણ, ઉર્જા, શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં મળીને નવા પ્રોજેક્ટ્સને આગળ વધારી રહ્યા છીએ. ગ્રીન હાઇડ્રોજનમાં બંને દેશોની કંપનીઓનો નવો મેગા પ્રોજેક્ટ ભવિષ્યની ઉર્જા માટે એક ગેમ-ચેન્જર સાબિત થશે. અમે એક સુરક્ષિત, વિશ્વસનીય સપ્લાય ચેઇન માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ બધા વિષયો પર આજે કરાઈ રહેલા કરારથી અમારા સહયોગને નવી ગતિ અને મજબૂતી મળશે."

vtv app promotion

વડાપ્રધાને બંને દેશો વચ્ચે ઉચ્ચ શિક્ષણ વિકાસ માટે એક વ્યાપક રોડમેપ અંતર્ગત જર્મન યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપિત કરવા માટે પણ આમંત્રણ આપ્યું. આતંકવાદને માનવતા માટે ગંભીર ખતરો ગણાવતા, તેમણે કહ્યું કે બંને દેશો સાથે મળીને તેનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. વડા પ્રધાને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

આ પણ વાંચો: ટ્રમ્પ આવશે ભારત? ખબરથી અચાનક શેરબજારે મારી પલટી, તોફાની તેજી સાથે બંધ

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે વૈશ્વિક વ્યવસ્થા પર ભાર આપતા કહ્યું, "અમે એક એવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છીએ જેમાં આપણે મુક્ત અને સુરક્ષિત રીતે જીવી શકીએ. આ વ્યવસ્થા ઝડપથી શક્તિ, રાજકારણ અને જૂની વિચારસરણીથી નબળી પડી રહી છે. રાશિયાનું યુક્રેન સામે યુદ્ધ આ વિકાસનું સ્પષ્ટ ઉદાહરણ છે. એ જ કારણે અમે અમારી સુરક્ષા નીતિ સહયોગને વધુ ગાઢ કરવા માંગીએ છીએ જથી ભારતની રશિયા પરની નિર્ભરતા ઘટી શકે. આમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સંયુક્ત હવાઈ અને નૌકાદળ કવાયતો, લશ્કરી બંદર મુલાકાતો અને નવા પરામર્શ ફોર્મેટ સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi German Chancellor meeting Ahmedabad India Germany Free Trade Agreement India Germany Relations

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ