ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:45 PM, 20 May 2025
ADVERTISEMENT
Share Market: ફાઇઝર દ્વારા તેના શેરધારકોને દરેક શેર પર 1650% ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ કંપની દ્વારા 5 વર્ષમાં આપવામાં આવેલું સૌથી વધુ ડિવિડન્ડ છે. આ જાહેરાત પછી કંપનીના શેર 11% થી વધુ ઉછળીને રૂ. 4995.85 પર પહોંચી ગયા છે.
ADVERTISEMENT
ફાઇઝર લિમિટેડે તેના શેરધારકોને 5 વર્ષમાં સૌથી મોટી ભેટ આપી છે. કંપનીએ 31 માર્ચ 2025 ના પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેરધારકોને દરેક શેર પર કુલ 1650 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ કંપની દ્વારા 5 વર્ષમાં આપવામાં આવેલું સૌથી વધુ ડિવિડન્ડ છે. આ જાહેરાત પછી ફાઇઝર લિમિટેડના શેરમાં તોફાની વધારો થયો છે. મંગળવારે કંપનીના શેર 11 ટકાથી વધુ ઉછળીને રૂ. 4995.85 પર પહોંચી ગયા. ફાઇઝર લિમિટેડના શેરનું 52-અઠવાડિયાનું ઉચ્ચ સ્તર રૂ. 6452.85 છે.
ADVERTISEMENT
ડિવિડન્ડ વિગતો
ADVERTISEMENT
ફાઇઝર લિમિટેડના બોર્ડે કંપનીના ભારતમાં કામગીરીના 75 વર્ષ પૂર્ણ થવા પર રૂ. 35 (350%) ના ફાઇનલ ડિવિડન્ડ અને રૂ. 100 (1000%) ના સ્પેશલ ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ઉપરાંત કંપનીના બોર્ડે પ્રતિ શેર રૂ. 30 (300%) ના સ્પેશલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કે કંપની દરેક શેર પર 165 રૂપિયા (1650%) ડિવિડન્ડ આપશે. ફાઇઝરે ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 9 જુલાઈ 2025 નક્કી કરી છે. કંપનીએ અગાઉ મે 2020માં તેના શેરધારકોને મોટું ડિવિડન્ડ આપ્યું હતું, ફાઇઝરે તે સમયે તેના રોકાણકારોને 320 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિઝનેસ / સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
નફો 85% વધ્યો
ADVERTISEMENT
ચોથા ક્વાર્ટરમાં ફાઇઝર લિમિટેડનો નફો વાર્ષિક ધોરણે 85 ટકા વધીને 331 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ફાઇઝરનો નફો 179 કરોડ રૂપિયા હતો. જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં, ફાઇઝરનો નફો વાર્ષિક ધોરણે 8.3 ટકા વધીને 591.9 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં કંપનીની આવક 546.6 કરોડ રૂપિયા હતી. ચોથા ક્વાર્ટરમાં, કંપનીનો ઇબિટ્ડા વાર્ષિક ધોરણે 20 ટકાથી વધુ વધીને રૂ. 227.5 કરોડ થયો છે. ફાઇઝરનું ઇબિટ્ડા માર્જિન ત્રિમાસિક ધોરણે વધીને 38.4 ટકા થયું છે, જે ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 34.7 ટકા હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT