બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:54 AM, 5 June 2025
Mutual Fund Jargons: રોકાણની વાત આવે એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ આજના સમયમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. પહેલા સામાન્ય લોકો કે જે મ્યુચ્યુઅલ ફંડ વિશે ખાસ જાણતા નહોતા તે લોકો પણ હવે મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સમજી રહ્યા છે. જો કે તેમની પાસે પૂરતી કે જરૂરી માહિતી ના હોય એમ પણ બને.
ADVERTISEMENT
જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલા કેટલાક સામાન્ય પણ જરૂરી વ્યાપારિક શબ્દો એટલે કે બિઝનેસને લગતા ટર્મિનોલૉજી કે Jargon સમજવા જરૂરી છે. જે તમારું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સરળ બનાવશે.

ADVERTISEMENT
ADVERTISEMENT
AMC એટલે કે Asset Management Company એ એવી વ્યાવસાયિક સંસ્થા છે જે વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો શરૂ કરીને લોકો પાસેથી નાણા એકઠા કરે છે.
ઉદાહરણ તરીકે:
ADVERTISEMENT
એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ - આ બધી એસેટ મેનેજમેન્ટ કંપની છે.
આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા સમજી લેજો સફળ થવાની ફોર્મ્યુલા, જાણો ફાયદા-ગેરફાયદા
ADVERTISEMENT
નેટ એસેટ વેલ્યુ -એ મ્યુચ્યુઅલ ફંડના દરેક યુનિટની દૈનિક કિંમત બતાવે છે. આ કિંમત દ્વારા આપણે જાણી શકીએ કે એક યુનિટનું બજારમૂલ્ય કેટલું છે. જ્યારે તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, ત્યારે જે દિવસે તમે ખરીદી કરો છો, તે દિવસની NAV મુજબ તમને યુનિટ્સ ફાળવવામાં આવે છે.
ADVERTISEMENT
ઉદાહરણ તરીકે:
જો કોઈ ફંડની NAV ₹25 છે અને તમે ₹5,000 રોકાણ કરો છો, તો તમને 200 યુનિટ મળશે. NAV દરરોજ બજાર બંધ થયા પછી જાહેર થાય છે અને તે SEBIના નિયમો અનુસાર AMC દ્વારા જાહેર કરાય છે.
AUM એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ નો અર્થ થાય છે કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કે કંપની કુલ કેટલા નાણાંનું સંચાલન કરી રહી છે. AUM એ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અને એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) નો માપદંડ છે, જે બતાવે છે કે તે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અને એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) કેટલી મોટી છે અને રોકાણકર્તાઓ એ તેના પર કેટલો વિશ્વાસ મુક્યો છે.
ઉદાહરણ તરીકે:
એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એ ભારત ની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) છે જે લગભગ 11 લાખ કરોડ થી વધારે નું AUM ટોટલ લગભગ 123 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ મારફતે મેનેજ કરે છે.
આ પણ વાંચો: IT રિટર્ન ફાઇલ કરતી વખતે આ ભૂલોને ટાળો, નહીંતર ભરવી પડશે પેનલ્ટી, આવશે નોટિસ
ફંડ મેનેજર એ વિવિધ બજારો જેવા કે શેર બજાર, બોન્ડ બજાર, કોમોડિટી બજાર અને અન્ય સિક્યોરિટી બજારના નિષ્ણાત હોય છે. તેઓ મ્યુચ્યુઅલ ફંડના નાણાંનું સંચાલન કરે છે. અને ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું તે અંગે વિચારીને યોગ્ય નિર્ણય લે છે. એક સારો ફંડ મેનેજર લાંબા ગાળે સારું વળતર અપાવવા માટે મહત્વપૂર્ણ હોય છે. ફંડ મેનેજર એ મ્યુચ્યુઅલ ફંડનું હૃદય હોય છે, તેના નોલેજ ઉપર આખું ફંડ આધાર રાખે છે.
SIP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક નિયમિત અને શિસ્તબધ (discipline) પદ્ધતિ છે. જેમાં રોકાણકર્તા દર મહિને એક નક્કી કરેલી તારીખે નક્કી કરેલી નાની નાની રકમથી રોકાણ કરે છે. SIP થકી તમે દરેક મહિને નક્કી કરેલી રકમ જેમ કે ₹500, ₹1000 કે વધુ રકમ તમારી પસંદના મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકો છો. આ રીતે સમયસર અને સતત રોકાણ કરવાથી લાંબા ગાળે મોટી મૂડી જમા થાય છે. અને બજારના ઉતાર ચઢાવનો સરેરાશનો લાભ મળે છે.
ઉદાહરણ તરીકે:
દર મહિને ₹2,000ની SIP HDFC Equity Fund માં શરૂ કરો, તો એ રકમ દરેક મહિને આપમેળે ડેબિટ થાય અને ફંડમાં રોકાય છે.
લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ એ એવી પદ્ધતિ છે જેમાં રોકાણકર્તા એક સાથે મોટી રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે.આ પ્રકારનું રોકાણ ખાસ કરીને ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ પાસે વધારે નાણા ઉપલબ્ધ હોય જેમ કે બોનસ, વારસામાં મળેલી રકમ, ધંધા મા અચાનક લાભ વગેરે. લમ્પસમ ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય છે, ખાસ કરીને જો બજાર સ્થિર કે નીચા સ્તરે હોય ત્યારે.
આ પણ વાંચો: રોકાણકારોને ત્રિપલ ફાયદો, આ કંપનીએ બોનસ, ડિવિડન્ડ અને સ્પ્લિટની કરી જાહેરાત
એકસ્પેન્સ રેશિયો (Expense Ratio) એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેના રોકાણકારો ના ઇન્વેસ્ટમેન્ટનુ મેનેજમેન્ટ કરવા માટે લેવામાં આવતી વાર્ષિક ફી છે. આ રકમ સીધી રીતે રોકાણકર્તાની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ના ટકાવારીના રૂપે લેવામાં આવે છે. ઓછો એકસ્પેન્સ રેશિયો Expense Ratio હોય તો રોકાણકર્તાને વધુ નફો મળવાનો ચાન્સ હોય છે. ખાસ કરીને લાંબા ગાળાના રોકાણમાં.
ઉદાહરણ તરીકે:
જો કોઈ ફંડનો એકસ્પેન્સ રેશિયો (Expense Ratio) 1.5% છે અને AUM ₹100 કરોડ છે, તો તે ફંડ વાર્ષિક ₹1.5 કરોડ ખર્ચ તરીકે વસુલ કરે છે. આ ₹1.5 કરોડ એ એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) ની ટોટલ આવક છે. તેમાથી ફંડ મેનેજર તથા એનાલિસ્ટ સ્ટાફ નો પગાર, એડમિનિસ્ટ્રેશન ખર્ચ, માર્કેટિંગ અને અન્ય મેનેજમેન્ટ ના ખર્ચ કરે છે.
એક્ઝિટ લોડ (Exit Load) ત્યારે લગાવવામાં આવે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં નક્કી કરેલા સમયગાળા પહેલાં મ્યુચ્યુઅલ ફંડ રિડમ્પશન એટલે કે વેચી દેવા માં આવે. આ એક્ઝિટ લોડની ટકાવારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ડોક્યુમેંટ્સ માં દર્શાવેલી હોય છે ને એ AMC એસ્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા વસૂલવામાં આવે છે..એક્ઝિટ લોડ નો હેતુ રોકાણકર્તાઓને લાંબા ગાળાના રોકાણ માટે પ્રોત્સાહિત કરવાનો હોય છે.
ઉદાહરણ તરીકે:
જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ડોક્યુમેંટ્સમાં એક વર્ષ પહેલાં રિડમ્પશન પર 1% એક્ઝિટ લોડ ની જોગવાઈ છે. અને તમે ₹1 લાખનુ રોકાણ કરેલું છે જે એક વર્ષ પહેલાં રિડમ્પશન કરો છો તો તમને ₹1 લાખ ના 1% એક્ઝિટ લોડ એટલે કે ₹1,000 લાગશે.
લોક-ઇન પીરિયડ (Lock-in Period) એ એવો સમયગાળો હોય છે, જેમાં રોકાણ કર્યા પછી રોકાણકર્તા પોતાના મ્યુચ્યુઅલ ફંડ વેચી અથવા રીડીમ કરી શકતા નથી.આ સમયગાળો કેટલીક સ્પેસિફિક સ્કીમ્સમાં જ હોય છે – જેમ કે ELSS (Equity Linked Savings Scheme) જેમાં 3 વર્ષનો લોક-ઇન પીરિયડ ફરજિયાત હોય છે.
આ પણ વાંચો: કયા ખર્ચા તેમજ રોકાણો પર TAX બચાવી શકાય? જાણો સેક્શન 80C અંતર્ગત 14 મહત્વના મુદ્દા

બેંચમાર્ક એ એક માપદંડ હોય છે. જેને ધ્યાને રાખીને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના વળતરનુ કંપેરિઝન કરી મૂલ્યાંકન કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે:
સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ Nifty 50 ને બેંચમાર્ક ગણે છે. દા.ત. જો Nifty 50 એક વર્ષમાં 10% વળતર આપે અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ 12% આપે, તો એવું માનવામાં આવે કે ફંડે બેંચમાર્ક કરતા સારું વળતર આપ્યુ છે.
Disclaimer:
(આ આર્ટીકલમાં વ્યક્ત કરેલા વિચારો લેખકના પોતાના મૌલિક છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Author Hemal Thakkar is a Chartered Accountant & Investment Advisor with over 11 years of experience.
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.