Monday, July 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ગરીબોના આવશે 'અચ્છે દિન' દર મહિને મળશે બાંધેલી આવક

ગરીબોના આવશે 'અચ્છે દિન'  દર મહિને મળશે બાંધેલી આવક
ગરીબો માટે દર મહિનાની નક્કી આવક માટે સરકાર બજેટમાં યૂનિવર્સલ બેસિક ઇન્કમ સ્કીમની જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ સ્કીમની સાથે કેટલાક શરતોને જોડવામાં આવી શકે છે. આ સ્કીમ અરવિંદ સુબ્રમણ્યમના સલાહથી અલગ હશે  આર્થિક સર્વે 2016-17માં આ સ્કીમની ભલામણ કરવામાં આવી હતી. 

આ સ્કીમની હેઠળ માત્ર ગરીબોને જ શામેલ કરવામાં આવશે જેનો આધાર ચલ-અચલ સંપત્તિ આવક અને નોકરીને બનાવવામાં આવશે. રિપોર્ટમાં સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સ્કીમની સાથે સબ્સિડી ખત્મ કરવા માટે કોઇ પગલું નથી ભરવા ઇચ્છતી. સબ્સિડી ખત્મ કરવામાં રાજનીતિક નુકસાનની આશંકા છે. 

હાલમાં ફૂડ સબ્સિડી પર વાર્ષિક 1 69 323 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. આ સિવાય મનરેગા પર વાર્ષિક 55000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. સૂત્રોનુસાર આ સ્કીમ સફળ થશે તો સબ્સિડી હપ્તામાં ખત્મ કરી શકાશે. આ સ્કીમને એક સાથે દેશભરમાં લાગૂ કરવાની જગ્યાએ ચરણબદ્ઘ રીતે લાગૂ કરવામાં આવી શકે છે. શરૂઆતમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદગીના જિલ્લાઓમાં લાગૂ કરવામાં આવી શકે છે. 

1.5 લાખ કરોડનો ખર્ચ થવાની સંભાવના:

ઇન્ડિયા રેટિંગ અનુસાર સરકાર અંતિમ બજેટમાં ઇન્કમ સપોર્ટ સ્કીમની જાહેરાત કરી શકે છે જેન અર્થ છે કે એક સુનિશ્ચિત રકમ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સ્કીમ પર લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ખર્ચ કેન્દ્ર તથા રાજ્ય સરકાર બંને વચ્ચે વહેંચાશે. એક રિપોર્ટ અનુસાર આ સ્કીમ કોઇ પણ પ્રકારના દેવામાફી કરતા સારી છે. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી જાહેરાત:

એક દિવસ પહેલા જ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે તેમની પાર્ટી સત્તામાં આવે તો તેઓ ઇન્કમ સપોર્ટ સ્કીમ લાગૂ કરશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે દેવામાફીની જગ્યાએ કેન્દ્રની ઇન્કમ સપોર્ટ સ્કીમ વધારે સારો વિકલ્પ છે. આ સ્કીમ તેલંગાનાની રિતુ બંધુ યોજના જેવી હોઇ શકે છે. 

એક સંભવિત ફોર્મૂલા:

ઇન્ડિયા રેટિંગ્સ અનુસાર જો વિત્ત વર્ષ 2019-20માં અંતિમ બજેટ 8000 રૂપિયા પ્રતિ એકરનો વાર્ષિક ઇન્કમ સપોર્ટ આપવામાં આવે છે તો નાના ખેડૂતોને વાર્ષિક 27942 રૂપિયા મળશે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ