બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સરકારી કર્મચારીઓ આનંદો! જુલાઈથી જ મોંઘવારી ભથ્થામાં વધારાનો મળશે લાભ

તમારા કામનું / સરકારી કર્મચારીઓ આનંદો! જુલાઈથી જ મોંઘવારી ભથ્થામાં વધારાનો મળશે લાભ

Last Updated: 06:03 PM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબર છે. જુલાઈ 2025થી તેમનું મોંઘવારી ભથ્થું (DA) વધવાની શક્યતા છે. જાણો કેટલો વધારો થઈ શકે છે?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી ખબર છે. જુલાઈ 2025 થી મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો થવાની પૂરી શક્યતા છે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ(AICPI-IW) ના તાજા આંકડાઓએ આ આશાને વધુ મજબૂત બનાવી છે.

મે 2025 માં આ ઇન્ડેક્સ 0.5 પોઈન્ટ વધી ને 144 પર પહોંચ્યો છે. માર્ચ થી મે સુધી તેમાં સતત વધારો જોવા મળ્યો છે – માર્ચમાં 143, એપ્રિલમાં 143.5 અને હવે મેમાં 144. જો જૂન 2025 માં પણ ઇન્ડેક્સ 0.5 પોઈન્ટ વધે છે, તો DA 55% થી વધી ને 59% થઈ શકે છે.

dearrness-allowance

DA માં વધારાનું ગણિત સમજો

DA ની ગણતરી ગયા 12 મહિનાના AICPI-IW ના સરેરાશના આધારે થાય છે. 7મા વેતન આયોગની ભલામણો અનુસાર, તેનું ફોર્મ્યુલા છે:

DA (%) = [(ગયા 12 મહિનાનો CPI-IW સરેરાશ) - 261.42] ÷ 261.42 × 100

અહીં 261.42 ઇન્ડેક્સનો આધાર મૂલ્ય છે. જો જૂન 2025 માં AICPI-IW 144.5 સુધી પહોંચે છે, તો 12 મહિનાનું સરેરાશ લગભગ 144.17 થશે. આ સરેરાશ ફોર્મ્યુલામાં મૂકતાં DA અંદાજે 58.85% થશે, જેને રાઉન્ડ ઓફ કરી ને 59% માનવામાં આવશે. એટલે કે, હાલના 55% થી 4% નો વધારો થશે. જાન્યુઆરી થી મે સુધીના આંકડા 3% વધારાની દિશામાં સંકેત આપી રહ્યા હતા, પરંતુ જૂનનો આંકડો તેને 4% સુધી લઇ જઈ શકે છે.

central-gov-employ

ક્યારે આવશે DA ની જાહેરાત?

નવું DA જુલાઈ 2025 થી લાગુ થશે, પરંતુ સરકાર સામાન્ય રીતે તેને સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં, ખાસ કરીને તહેવારના સીઝનમાં, જાહેર કરે છે. આ વખતે પણ અપેક્ષા છે કે દિવાળી આસપાસ આ મોટી જાહેરાત થઈ શકે છે. કર્મચારીઓ અને પેન્શનર્સ આ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જુલાઈ-ડિસેમ્બર 2025 ની આ DA વધારો 7મા વેતન આયોગ હેઠળ છેલ્લો વધારો હશે, કારણ કે આ આયોગનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 એ પૂર્ણ થશે. બીજી તરફ, 8મો વેતન આયોગ જાન્યુઆરી 2025 માં જાહેર તો થઈ ગયો છે, પરંતુ તેની ચેરમેન અને પેનલના સભ્યોના નામ હજી નક્કી થયા નથી. ટર્મ્સ ઓફ રેફરન્સ પણ સામે આવ્યા નથી. સરકારએ સંકેત આપ્યો હતો કે એપ્રિલ સુધી ToR તૈયાર થઈ જશે અને આયોગ કામ શરૂ કરી દેશે, પરંતુ હજી સુધી કોઈ અપડેટ મળ્યું નથી.

gov-empoye-dv

8મા વેતન આયોગમાં 2027 સુધી રાહ જોવી પડશે

પાછલા વેતન આયોગોના ઇતિહાસને જોવામાં આવે તો ભલામણો લાગુ પડવામાં 18 થી 24 મહિના લાગી જતાં હોય છે. એવો અંદાજ છે કે 8મા વેતન આયોગની ભલામણો 2027 સુધી લાગુ પડી શકે છે. આનો અર્થ એ છે કે કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સને હજુ તેમના હાલના બેઝિક પગાર પર ઘણા વધુ DA ના વધારા મળતા રહેશે.

8મા વેતન આયોગમાં મોડું જરૂર થશે, પરંતુ કર્મચારીઓ માટે રાહતની વાત એ છે કે સરકાર 1 જાન્યુઆરી 2026 થી લાગુ થનારા પગાર અને પેન્શનના લાભોને એરિયર તરીકે આપશે. એટલે કર્મચારીઓને માત્ર નવો લાભ જ નહીં, પરંતુ એરિયર્સની રકમ પણ મળશે.

વધુ વાંચો: ખેડૂતોની આતુરતાનો અંત! આ તારીખે ખાતામાં આવશે PM કિસાન યોજનાના 2000 રૂપિયા

જુલાઈ 2025થી કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સને DAમાં 4%નો વધારો મળી શકે છે, જેના કારણે તે 55% થી વધી ને 59% થઇ જશે. આ વધારો 7મા વેતન આયોગ હેઠળ છેલ્લો રહેશે, જ્યારે 8મા વેતન આયોગની ભલામણો 2027 સુધી લાગુ પડી શકે છે. કર્મચારીઓને નવા લાભો સાથે એરિયર્સ પણ મળવાના છે, જેને કારણે તેમની રાહત વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central employees Dearness allowance Pensioners
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ