ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ઈન્કમ ટેક્સના નિયમો બદલાયા, ITR ફાઈલ કરતા પહેલા જાણી લેજો, થશે મોટો ફાયદો

ITR / ઈન્કમ ટેક્સના નિયમો બદલાયા, ITR ફાઈલ કરતા પહેલા જાણી લેજો, થશે મોટો ફાયદો

Last Updated: 07:08 PM, 3 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયકર વિભાગ દ્વારા આવકવેરા રિટર્ન (ITR) ભરવાની તારીખ વધારીને હવે 15 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. આવો જાણીએ, કે આ વખતે ITR ફાઇલ કરતી વખતે કયા નિયમોમાં બદલાવ થયો છે?

ADVERTISEMENT

આયકર વિભાગે આર્થિક વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારવાની જાહેરાત કરી છે. હવે એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ITR ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર રહેશે. તારીખ આગળ વધારવાનું કારણ નિયમોમાં આવેલા ફેરફાર છે.

આવો આપણે એ 6 મુખ્ય ફેરફારો વિશે જાણી લઈએ, જેની ખાસ અસર પગારભોગી લોકો અને જૂના ટેક્સ રીજીમનો લાભ લેનાર કરદાતાઓ પર પડશે. ITR ભરતાં પહેલા આ નવા નિયમોને ચોક્કસ વાંચી લેજો, નહીંતર નુક્સાન થઈ શકે છે.

HRA હેઠળ છૂટ

જૂના ટેક્સ રીજીમ હેઠળ મળતી છૂટ અંગે નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. હવે HRA ક્લેમ કરવા માટે નીચેની વિગતો આપવી પડશે:

  • નોકરીની જગ્યા પર મળતો વાસ્તવિક HRA
  • વાસ્તવમાં ચૂકવેલુ ભાડું
  • મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું
  • મૂળ પગારનું 50% (મેટ્રો શહેરો માટે) અથવા 40% (અન્ય શહેરો માટે)
tax

ધારા 80C હેઠળ કપાત

હવે કરદાતા જ્યારે 80C હેઠળ PPF, ટૅક્સ સેવિંગ FD, જીવન વિમાની પોલિસી વગેરે માટે કપાતનો દાવો કરશે ત્યારે તેમણે પોલિસી નંબર અથવા દસ્તાવેજ ઓળખ નંબર આપવો પડશે. 80C હેઠળ કુલ રૂપિયા 1.5 લાખ સુધી કપાત મળી શકે છે.

ધારા 80D (હેલ્થ ઈન્સ્યોરન્સ)

હવે આરોગ્ય વીમા માટે ધારા 80D હેઠળ કપાત લેવા માટે નીચેની માહિતી આપવી પડશે:

  • વીમા કંપનીનું નામ
  • પોલિસી અથવા દસ્તાવેજ નંબર
incom-tax

ધારા 80E (એજ્યુકેશન લોન)

શૈક્ષણિક લોનના વ્યાજ પર કપાત મેળવવા માટે આપવી પડશે નીચેની માહિતી:

  • લોન આપનારનું નામ
  • બેંકનું નામ
  • લોન એકાઉન્ટ નંબર
  • લોન મંજુર થયેલી તારીખ
  • કુલ લોન રકમ
  • 31 માર્ચ સુધી બાકી લોન
  • લોન પર ચૂકવેલ વ્યાજ

ધારા 80EE/80EEA (હાઉસ લોન)

ઘર ખરીદવા માટેની લોનના વ્યાજ પર કપાત માટે નીચેની વિગતો આપવી પડશે:

  • લોન આપનારનું નામ
  • બેંકનું નામ
  • લોન એકાઉન્ટ નંબર
  • લોન મંજુર થયેલી તારીખ
  • કુલ લોન રકમ
  • 31 માર્ચ સુધી બાકી લોન

ધારા 80EEB (ઈલેક્ટ્રિક વ્હીકલ લોન)

ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લેવામાં આવેલી લોનના વ્યાજ પર કપાત લેવા માટે નીચેની માહિતી આપવી પડશે:

  • લોન આપનારનું નામ
  • બેંકનું નામ
  • લોન એકાઉન્ટ નંબર
  • લોન મંજુર થયેલી તારીખ
  • કુલ લોન રકમ
  • 31 માર્ચ સુધી બાકી લોન

વધુ વાંચો: શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના એક જ દિવસમાં 184000 કરોડ ડૂબ્યા

નિષ્ણાત સલાહ

આ નવા નિયમો ખાસ ધ્યાનમાં રાખવા જેવાં છે, કારણ કે દરેક કટોકટ માહિતી આપવી ફરજિયાત બની છે. એટલે ITR ફાઈલ કરતા પહેલા દરેક જરૂરી દસ્તાવેજ અને માહિતી તૈયાર રાખવી, જેથી પછી કોઇ મુશ્કેલી ન પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax ITR ITR rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ