બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:10 PM, 3 June 2025
Sensex Closing Bell: મંગળવારે સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે બીએસઇ સેન્સેક્સ 636 પોઈન્ટ ઘટ્યો. 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 636.24 પોઈન્ટ ઘટીને 80,737.51 પર બંધ થયો. એનએસઇ નિફ્ટી 174.10 પોઈન્ટ ઘટીને 24,542.50 પર બંધ થયો છે.
ADVERTISEMENT
મિડકેપ, સ્મોલકેપ અને નિફ્ટી બેંકમાં દબાણને કારણે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હેવીવેઇટ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આઇટી શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. ઇરાની પેટ્રોલિયમને લઈને અમેરિકામાં અદાણી સામે તપાસ શરૂ થઈ છે, જેના કારણે અદાણીના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ADVERTISEMENT
અગાઉ બપોરે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો. બપોરે 1 વાગ્યાની આસપાસ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો થયો અને સેન્સેક્સમાં લગભગ 750 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બીએસઈના ટોચના 30 શેરોમાંથી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માત્ર 1 શેરમાં વધારો થઈ રહ્યો છે, બાકીના 29 શેરોમાં ઘટાડો થયો. સૌથી મોટો ઘટાડો અદાણી પોર્ટમાં લગભગ 2.54 ટકાનો થયો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ શેરબજાર / બોર્ડ મિટિંગ પહેલા જ કકડભૂસ થઈને પડ્યા આ બેન્કોના શેર, 10%નો થયો ઘટાડો
આજે માર્કેટ ખૂલ્યા પછી સવારે NSE પર યસ બેંકના રૂ. 2168.23 કરોડના 100.24 કરોડથી વધુ ઇક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું. તેવી જ રીતે BSE પર રૂ. 1078.14 કરોડના 49.91 કરોડ ઇક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું. બોર્ડ મીટિંગ પણ યોજાઇ હતી પરંતુ તે પહેલા જ તેના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
(DISCLAIMER:બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.