ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / માત્ર પેટ્રોલ-ડીઝલ નહીં, સાથે-સાથે આ ચીજવસ્તુઓ પણ થઇ જશે મોંઘી!

Petrol Diesel Price / માત્ર પેટ્રોલ-ડીઝલ નહીં, સાથે-સાથે આ ચીજવસ્તુઓ પણ થઇ જશે મોંઘી!

Published By: Nidhi Panchal

Last Updated: 11:27 AM, 20 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોની સીધી અસર હવે ભારતના સામાન્ય લોકો પર દેખાવા લાગી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા હવે શાકભાજીથી લઈને દૂધ અને પરિવહન સુધી બધું મોંઘું થવાની ભીતિ વધી ગઈ છે.

ADVERTISEMENT

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધની અસર હવે વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે. ભારત પણ આ અસરથી બચી શક્યું નથી, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનું લગભગ 90 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે. છેલ્લા થોડા દિવસોમાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વખત વધારો કર્યો છે. નિષ્ણાતોના મતે, આ ભાવવધારો હવે સામાન્ય લોકોના ઘરખર્ચ પર સીધી અસર કરશે અને આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે.

petrol-pump-simplw-2

2026 સુધીમાં કેટલો ભાવ વઘ્યો ?

ભારતમાં હાલમાં છૂટક બજાર સામાન્ય દેખાતું હોવા છતાં મોંઘવારી તો વધી રહી છે. એપ્રિલ 2026માં સૌથી વઘારે ભાવ સૂચકાંક એટલે કે WPI 8.3 ટકા સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા 42 મહિનાનો સૌથી ઊંચો આંકડો ગણાય છે. બીજી તરફ ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI માર્ચના 3.40 ટકાથી વધીને 3.48 ટકા થયો છે. સૌથી મોટો વધારો ઇંધણ અને વીજળી વિભાગમાં નોંધાયો છે, જ્યાં મોંઘવારી 1.05 ટકાથી સીધી 24.71 ટકા સુધી પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 88 ટકા સુધીનો ઉછાળો આવતા તેની અસર હવે તમામ ક્ષેત્રોમાં દેખાવા લાગી છે.

કુલ ₹4 પ્રતિ લિટર જેટલો વધારો

નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ ₹4 પ્રતિ લિટર જેટલો વધારો થવાથી છૂટક મોંઘવારીમાં પણ વધારો થશે. પરિવહન ખર્ચ વધતા શાકભાજી, દૂધ, અનાજ, પેકેજ્ડ વસ્તુઓ અને રોજિંદી જરૂરિયાતની ઘણી વસ્તુઓ મોંઘી બની શકે છે. ખાસ કરીને ડીઝલના ભાવ વધારાની અસર સૌથી વધુ જોવા મળશે, કારણ કે ભારતમાં લગભગ 40 ટકા પરિવહન અને કૃષિ ક્ષેત્ર ડીઝલ પર આધારિત છે. ટ્રક, બસ, કૃષિ પંપ, જનરેટર અને અનેક ફેક્ટરીઓ ડીઝલથી ચાલતી હોવાથી તેની કિંમત વધતા તમામ ઉત્પાદનોના ખર્ચમાં વધારો થાય છે.

petrol-achat-vav

મે મહિનામાં મોંઘવારી 9 ટકા

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધશે તો મે મહિનામાં મોંઘવારી 9 ટકા સુધી પહોંચી શકે છે. જૂન અને જુલાઈ દરમિયાન તેની વધુ સ્પષ્ટ અસર જોવા મળી શકે છે. કારણ કે વધેલા ઇંધણના ભાવ ધીમે ધીમે ઉત્પાદન, પરિવહન અને બજારના ખર્ચમાં ઉમેરાય છે. પરિણામે સામાન્ય લોકોના ઘરખર્ચ પર વધારાનો બોજ પડશે. ખાસ કરીને મધ્યમવર્ગ અને ખેડૂતો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે.

આ પણ વાંચો : દેશભરમાં આજે મેડિકલ સ્ટોર્સની હડતાળ, તમામ મેડિકલ ઓફિસરને એલર્ટ રહેવા સૂચના

WPIને અર્થતંત્ર માટે ચેતવણી

મોંઘવારી એટલે કે WPIને અર્થતંત્ર માટે ચેતવણી સમાન માનવામાં આવે છે. જ્યારે કંપનીઓને કાચો માલ, ઇંધણ અને પરિવહન મોંઘું પડે છે ત્યારે તે વધારાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. આ કારણસર હવે આગામી દિવસોમાં સિમેન્ટ, સ્ટીલ, ખાદ્યપદાર્થો અને અન્ય દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાન યુદ્ધ અને વૈશ્વિક તેલ સંકટની અસર હવે ભારતીય બજારમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Diesel Price Inflation India Crude Oil

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ