ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / દેશભરમાં આજે મેડિકલ સ્ટોર્સની હડતાળ, તમામ મેડિકલ ઓફિસરને એલર્ટ રહેવા સૂચના

હડતાળ / દેશભરમાં આજે મેડિકલ સ્ટોર્સની હડતાળ, તમામ મેડિકલ ઓફિસરને એલર્ટ રહેવા સૂચના

Published By: Priykant Shrimali

Last Updated: 10:16 AM, 20 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Medical Stores Strike : ઓનલાઈન દવાના વેચાણ અને ઈ-ફાર્મસી પ્લેટફોર્મ્સ સામે લાંબા સમયથી ચાલી રહેલા અસંતોષને કારણે હવે કેમિસ્ટ્સ સંગઠનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો

ADVERTISEMENT

Gujarat Medical Stores Strike : ગુજરાત સહિત દેશભરમાં આજે મેડિકલ સ્ટોર્સના સંચાલકો દ્વારા 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી આ હડતાળમાં અંદાજે 15 લાખથી વધુ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ્સ જોડાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ઓનલાઈન દવાના વેચાણ અને ઈ-ફાર્મસી પ્લેટફોર્મ્સ સામે લાંબા સમયથી ચાલી રહેલા અસંતોષને કારણે હવે કેમિસ્ટ્સ સંગઠનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

ગુજરાતમાં જોવા મળી હળતાળની અસર

ગુજરાતમાં પણ હડતાળની વ્યાપક અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં અંદાજે 3 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રાખવામાં આવ્યા છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તમામ મેડિકલ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. સાથે જ ઇમર્જન્સી દવાઓ માટે રાજ્યભરમાં 832 મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં દર્દીઓ તંત્રનો સંપર્ક કરી જરૂરી દવાઓ મેળવી શકશે.

શું કહી રહ્યા છે કેમિસ્ટ સંગઠનો ?

કેમિસ્ટ્સ સંગઠનોનું કહેવું છે કે, ઓનલાઈન દવાના વેચાણના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. ઈ-ફાર્મસી કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ અને છૂટછાટ આપવામાં આવતા નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. સાથે જ પ્રિસ્ક્રિપશન વગર દવાઓનું વેચાણ થતું હોવાની પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

હડતાળમાં જોડાયેલા સંચાલકોનો આરોપ છે કે, ઓનલાઈન પ્લેટફોર્મ્સ મારફતે નશાકારક દવાઓ, ગર્ભપાત જેવી ગંભીર દવાઓ અને અન્ય સંવેદનશીલ દવાઓ સરળતાથી વેચાઈ રહી છે, જે દર્દીઓના આરોગ્ય માટે જોખમકારક બની શકે છે. નકલી દવાઓના વધતા ખતરા સામે કડક કાયદો બનાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

આ પણ વાંચો : કાર-કન્ટેનર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 3નાં મોત, રોડ ચિચિયારીઓથી ગૂંજ્યો

શું છે સંગઠનોની માંગ ?

સંગઠનો દ્વારા સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં ઓનલાઈન દવાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ, કોરોના સમયગાળા દરમિયાન આપવામાં આવેલી છૂટછાટો રદ કરવી, ગેરકાયદે ઈ-ફાર્મસી પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી, કોર્પોરેટ કંપનીઓના ડિસ્કાઉન્ટ મોડલ પર નિયંત્રણ અને દર્દીઓની સુરક્ષા માટે કડક નિયમો લાગુ કરવાની માંગનો સમાવેશ થાય છે. કેમિસ્ટ્સનું કહેવું છે કે, તેઓ વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક નિર્ણય લેવામાં આવ્યો નથી. 2018થી ઓનલાઈન દવાના વેચાણ વિરુદ્ધ સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હોવા છતાં સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતા હવે હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Medical Stores Strike Chemist Protest Online Medicine Sale

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ