ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારતના લોકો આ બે વસ્તુઓ પર કરે છે સૌથી વધારે ખર્ચ, સરકારના રિપોર્ટમાં ખુલાસો

રિપોર્ટ / ભારતના લોકો આ બે વસ્તુઓ પર કરે છે સૌથી વધારે ખર્ચ, સરકારના રિપોર્ટમાં ખુલાસો

Last Updated: 11:38 PM, 20 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2024 દરમિયાન ભારતીય પરિવારોના ખર્ચમાં મોટી બદલાવ જોવા મળ્યો છે. દારૂ, તમાકુ અને દવાઓ પર સૌથી વધુ ખર્ચ નોંધાયો છે, જે છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ છે.

ADVERTISEMENT

નાણાકીય વર્ષ 2024 દરમિયાન ભારતીય પરિવારોના ખર્ચની પેટર્નમાં ખાસ બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે પહેલી વાર એવું જોવા મળ્યું કે લોકો દારૂ અને દવાઓ પર સૌથી વધુ ખર્ચ કરતા થયા છે. સરકારે જાહેર કરેલા તાજેતરના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2024માં દારૂ અને તમાકુ પરના ખર્ચમાં 15.7 ટકાનો વધારો નોંધાયો છે, જે વર્ષ 2012 બાદ સૌથી વધુ છે. જ્યારે એક વર્ષ અગાઉ એટલે કે નાણાકીય વર્ષ 2023માં આ વધારો માત્ર 1.6 ટકા હતો.

Alcohal2

મહત્વની બાબત એ છે કે, દારૂના વધેલા વપરાશની સાથે લોકો સ્વાસ્થ્ય અંગે પણ વધુ જાગૃત બન્યા છે. વર્ષ 2024માં ભારતીય પરિવારોનો દવાઓ, ડૉક્ટરો અને હોસ્પિટલ પરનો કુલ ખર્ચ 17.4 ટકા વધ્યો છે, જ્યારે આ વધારો અગાઉના વર્ષમાં માત્ર 7.2 ટકા હતો. આ એ દર્શાવે છે કે લોકોએ કોરોનાની મહામારી બાદ વધુ આરોગ્યલક્ષી જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ કર્યો છે.

Alcohal

આ બધા ખર્ચ નાણા ખર્ચના મુખ્ય ઘટકોમાં આવે છે, જેનો ઉપયોગ દેશમાં GDP (કુલ ઘરેલું ઉત્પાદન) ગણતરીમાં પણ થાય છે. વર્ષ 2017થી ઘરેલુ ખર્ચના આ નવા ડેટાની લિસ્ટ શરૂ કરવામાં આવી હતી. જોકે, ખાદ્ય અને આલ્કોહોલિક વસ્તુઓના અન્ય ખર્ચમાં માત્ર 0.5 ટકાનો વધારો થયો છે. કપડાં અને ફૂટવેર જેવા ક્ષેત્રોમાં ખર્ચ ઘટ્યો છે. બીજી બાજુ, રેસ્ટોરાં અને હોટલોમાં લોકો વધુ જતા થયા છે, જેના કારણે આ ક્ષેત્રમાં ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

app promo6

આ પણ વાંચો : તમારી પાસે છે? આ કંપનીએ 1650 ટકા ડિવિડન્ડની કરી જાહેરાત, શેરમાં તોફાની તેજી

જ્યાં એક બાજુ કેટલાક ક્ષેત્રોમાં ખર્ચમાં વધારો થયો છે, ત્યાં મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખર્ચ ઘટી ગયો છે. નાણાકીય વર્ષ 2025માં આ ખર્ચ 4.1 ટકા ઘટ્યો છે. સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ દર પણ ઘટી ગયો છે – નાણાકીય વર્ષ 2023માં 7.7 ટકા રહેતો વિકાસ હવે 5.6 ટકા પર પહોંચ્યો છે. સરકારના પ્રારંભિક અંદાજ પ્રમાણે, નાણાકીય વર્ષ 2025માં ભારતનો કુલ વપરાશ ખર્ચ 7.6 ટકા વધવાની શક્યતા છે. વર્ષના અંતે એટલે કે 30 મેના રોજ સરકાર આના કામચલાઉ આંકડા જાહેર કરશે, જેના આધારે ભારતના ખર્ચની સંપૂર્ણ તસવીર સ્પષ્ટ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

spending 2024 Indian household Alcohol
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ