બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / નવા GST બાદ ગરીબ-મધ્યમ વર્ગને ભેટ!, આ 4 કંપનીઓએ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ઘટાડ્યા

ફાયદો / નવા GST બાદ ગરીબ-મધ્યમ વર્ગને ભેટ!, આ 4 કંપનીઓએ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ ઘટાડ્યા

Nidhi Panchal

Last Updated: 09:54 AM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ વિચારી રહ્યા છો કે હવે ઘરગથ્થુ સામાન થોડો સસ્તો મળશે? તો હા, સરકારના GST સુધારા પછી મોટી FMCG કંપનીઓએ ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.

ભારત સરકારે તાજેતરમાં GST સુધારા લાગુ કર્યા છે અને તેનો સીધો ફાયદા હવે ગ્રાહકોને મળવા લાગ્યા છે. ઘરગથ્થુ સામાન બનાવતી અને વેચતી મોટી FMCG કંપનીઓ જેવી કે હિંદુસ્તાન યુનિલીવર (HUL), આઈટીસી (ITC), પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) અને ઇમામી (Emami) એ તેમના ઘણા પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા છે. નવા દર 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવશે.

grocery

વાસ્તવમાં, સરકારએ GST માળખાને બદલીને હવે ફક્ત બે સ્લેબ – 5% અને 18% રાખ્યા છે. લક્ઝરી પ્રોડક્ટ્સ પર 40% દર લાગશે, જ્યારે રોજિંદા વપરાશની વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. તેનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે કારણ કે FMCG કંપનીઓએ તેમના સાબુ, શેમ્પૂ, ડાયપર, ટૂથપેસ્ટ, શેવિંગ પ્રોડક્ટ્સ અને ખાદ્ય વસ્તુઓ સુધીના ભાવ ઘટાડ્યા છે.

grocery-2

રોજીંદા જીવની વસ્તુ પર ભાવ ઓછા

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) એ પોતાના બ્રાન્ડ્સ જેમ કે હેડ એન્ડ શોલ્ડર્સ, પેન્ટીન, પેમ્પર્સ, જીલેટ, ઓલ્ડ સ્પાઈસ અને ઓરલ-બી ના ભાવ ઓછા કર્યા છે. ઉદાહરણ તરીકે, હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂ (300ml) હવે ₹360 બદલે ₹320 મળશે. પેમ્પર્સ ડાયપર પરનો GST 12% થી 5% થયો છે. જીલેટ શેવિંગ ક્રીમ ₹45 બદલે ₹40 અને ઓલ્ડ સ્પાઈસ આફ્ટર શેવ લોશન ₹320 બદલે ₹284 માં મળશે.

app promo6

બીજી કઇ વસ્તુ પર ભાવ ઓછા

ઇમામી એ પોતાના લોકપ્રિય પ્રોડક્ટ્સ જેમ કે બોરોપ્લસ ક્રીમ, નવરત્ન તેલ, ઝંડુ બામ અને ડર્મીકૂલ પાવડર ના ભાવ ઘટાડ્યા છે. ઉદાહરણ તરીકે, નવરત્ન આયુર્વેદિક તેલ (180ml) હવે ₹155 બદલે ₹145 થશે. HUL એ પણ પોતાના પ્રોડક્ટ્સ સસ્તા કર્યા છે. ડવ શેમ્પૂ, લક્સ અને લાઇફબોય સાબુ, ક્લોઝઅપ ટૂથપેસ્ટ, હોર્લિક્સ, બ્રુ કોફી, કિસાન જામ અને કેચઅપ જેવા પ્રોડક્ટ્સમાં 10-15% સુધીનો ઘટાડો કર્યો છે. જેમ કે, હોર્લિક્સ ચોકલેટ (200g) હવે ₹130 બદલે ₹110 મળશે.

આ પણ વાંચો : ભારતમાં અમીરોની સંખ્યા રોકેટ ગતિએ વધી, દેશમાં 8 લાખથી વધુ કરોડપતિ પરિવાર

ITC એ પણ જાહેરાત કરી છે કે તે તેના તમામ લાગુ પ્રોડક્ટ્સ પર GST ઘટાડાનો સંપૂર્ણ ફાયદો ગ્રાહકોને આપશે. કંપનીના જણાવ્યા મુજબ, આ સુધારાથી ગ્રાહકોને રાહત, વપરાશમાં વધારો અને અર્થતંત્રને વેગ મળશે. નિષ્ણાતો માને છે કે તહેવારોની મોસમમાં આ ભાવ ઘટાડાથી FMCG ક્ષેત્રમાં વેચાણમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને નવી ગતિ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Reform HUL FMCG Price Cut
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ