ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનામાં હજુ પણ આવશે તેજી! એક તોલા સોનાનો ભાવ 2,00,000 સુધી પહોંચી શકે

બિઝનેસ / સોનામાં હજુ પણ આવશે તેજી! એક તોલા સોનાનો ભાવ 2,00,000 સુધી પહોંચી શકે

Published By: Nidhi Panchal

Last Updated: 12:56 PM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાનો ભાવ હવે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. રોકાણકારો વિચારી રહ્યા છે—આ વેચવાનો સમય છે કે વધુ રોકાણ કરવાનો?

ADVERTISEMENT

તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાનું મહત્વ અને લોકપ્રિયતા સતત વધી રહી છે, ખાસ કરીને ભૂ-રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને USમાં ટ્રમ્પ વહીવટીતંત્રના ઊંચા ટેરિફ જેવા પરિબળોને કારણે. આ પરિસ્થિતિએ સોનાને સલામતી અને વિશ્વસનીય રોકાણ તરીકે વધુ આકર્ષક બનાવી દીધું છે.

gold-simple

બરાબર 5 વર્ષ પહેલાં, 19 સપ્ટેમ્બર, 2020ના રોજ, MCX પર 24 કેરેટ સોનાનું ભાવ 10 ગ્રામ દીઠ ₹51,610 હતું. આજે તે ₹1,10,૦૦૦ થી વધુ પહોંચી ગયું છે. માત્ર એક વર્ષમાં, ભાવ ₹72,874 થી વધીને આજ સુધી પહોંચ્યો છે. એટલે પાછલા એક વર્ષમાં લગભગ 50% નો વધારો થયો છે અને છેલ્લા 5 વર્ષમાં સોનામાં 112%નો જંગી વધારો નોંધાયો છે.

GOLD-SILVER-2

એક મોટો પ્રશ્ન

રોકાણકારો માટે હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે—શું હવે નફો બુક કરવો જોઈએ કે સોનામાં વધુ રોકાણ કરવું જોઈએ? ઘણા રોકાણકારો હાલના ભાવ પર નફો બુક કરી રહ્યા છે, જ્યારે કેટલાક નવા રોકાણની તકો શોધી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે હવે સમય છે પોર્ટફોલિયોનું પુનર્મૂલ્યાંકન કરવા અને આગામી વર્ષોમાં સોનામાં રોકાણની વ્યૂહરચના બનાવવાની.

app promo3

વધતા ભાવ પાછળનું મુખ્ય કારણ

સોનાના વધતા ભાવ પાછળની મુખ્ય કારણોમાં કોવિડ-19 મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક ટેરિફ અને ભૂરાજકીય તણાવનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ઇક્વિટી માર્કેટમાં રોકાણકારોને યોગ્ય વળતર મળ્યું નહોતું, જેના કારણે સોનાની માંગ વધતી રહી. વેલ્યુ રિસર્ચ ડેટા મુજબ, 21 સપ્ટેમ્બર, 2025 સુધી ગોલ્ડ ETF એ ગયા વર્ષે આશરે 47% વળતર આપ્યું.

આ પણ વાંચો : રોકાણકારો આનંદો! સેન્સેક્સ 94,000 પોઈન્ટને પાર જશે, રિસર્ચ ફર્મની ભવિષ્યવાણી

નિષ્ણાતો માને છે કે આગામી વર્ષોમાં સોનાનું ભાવ વૈશ્વિક પરિસ્થિતિઓ, પુરવઠો, દેશોના નાણાકીય નીતિ, યુદ્ધ અને બજારની માંગ પર આધાર રાખશે. કેટલાક અંદાજ મુજબ, આગામી વર્ષે સોનું ₹1.20 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે, અને આગામી પાંચ વર્ષમાં ₹1.70 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. આથી, સોનાનું ભવિષ્ય હજુ પણ રોકાણકારો માટે ખાસ મહત્વ ધરાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MCX Investment Gold Price

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ