બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કરોડો PF ખાતા ધારકો માટે ખુશખબર, નોકરી બદલતાની સાથે જ મળશે આ લાભ

EPFO / કરોડો PF ખાતા ધારકો માટે ખુશખબર, નોકરી બદલતાની સાથે જ મળશે આ લાભ

Last Updated: 04:17 PM, 9 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO 2025થી PF ટ્રાન્સફરને સંપૂર્ણ ઓટોમેટિક બનાવશે. નોકરી બદલતા PF બેલેન્સ પોતાના આપ નવા Employer સાથે લિંક થઈ જશે. હવે કોઈ ફોર્મ, વિલંબ અથવા વ્યાજનું નુકસાન નહીં. કામદારોને વધુ સુરક્ષિત અને સરળ PF સિસ્ટમ મળશે.

ભારત સરકાર અને EPFO હવે PF સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા તરફ આગળ વધી છે. અત્યાર સુધી નોકરી બદલતાં જ જૂના PF એકાઉન્ટમાંથી નવા PF એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કર્મચારીઓને Form-13 ભરવાની મુશ્કેલી પડતી હતી. અનેક વખત વેરીફિકેશનમાં સમય લાગી જતા હતા અને ક્લેમ પેન્ડિંગ રહી જાય તો કર્મચારીને વ્યાજનું પણ નુકસાન સહન કરવું પડતું હતું. હવે વર્ષ 2025થી આ તમામ પ્રક્રિયા ઓટોમેટિક બની જશે. એટલે કે નોકરી બદલો અને PF બેલેન્સ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.

EPFO-simple

નવી ઓટો-ટ્રાન્સફર સિસ્ટમ શું છે?

EPFOના નવું નિયમ મુજબ, UAN (Universal Account Number) એક્ટિવેટેડ હશે તો કર્મચારી જ્યાં નવી નોકરી જોડાશે ત્યાં Employer દ્વારા PF કોન્ટ્રીબ્યુશન શરૂ થતાં જ, સિસ્ટમ જૂના PF એકાઉન્ટ સાથે તેને લિંક કરી દેશે. કોઈ ફોર્મ ભરવાની જરૂર નહીં, કોઈ ચેકિંગ કે ફિઝિકલ વેરીફિકેશન નહીં. સંપૂર્ણ પેપરલેસ અને ઝડપથી પૂર્ણ થતી પ્રક્રિયા છે.

epfo

પહેલા શું થતું હતું?

જૂની સિસ્ટમમાં Form-13 ભરવું ફરજિયાત, જૂના અને નવા Employer બંને દ્વારા એપ્રુવલ જરૂરી, ટ્રાન્સફરમાં 30 થી 60 દિવસ અથવા વધારે સમય, અનેક ક્લેમ રિજેક્ટ અથવા પેન્ડિંગ રહેતા આ વિલંબથી વ્યાજ ગણતરીમાં અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં અડચણો આવતી.

epfo1-new-logo

ફ્રોડની શક્યતાઓ પણ થશે ઓછી

EPFO અધિકારીઓ મુજબ, UAN આધારિત ડિજિટલ ટ્રાન્સફર મોડેલ હોવાથી PF મર્જ કરતી વખતે ઓળખ સ્પષ્ટ રહેશે. કોઈ પણ નકલી ક્લેમ અથવા ડુપ્લિકેટ એકાઉન્ટ અટકશે. ડેટા ટ્રેકિંગ સૌથી સરળ બનશે. આ સિસ્ટમથી 10 કરોડથી વધુ PF હોલ્ડર્સને સીધો લાભ મળશે.

money-simple

કામદારને હવે શું ફાયદો?

  • સમય બચત હવે PF ટ્રાન્સફર પોતાના આપ થઈ જશે.
  • કોઈ કાગળ, ફોર્મ કે ઓફિસના ચક્કર નહીં.
  • વ્યાજ સતત મળે છે એટલે પૈસામાં નુકસાન નહીં.
  • રિટાયરમેન્ટ સમયે PF એક જ જગ્યાએ ઉપલબ્ધ.
  • જૉબ સ્વીચ વધુ સરળ અને સુરક્ષિત.

આ પણ વાંચો: ગાંધીનગરના અડાલજ પાસે 3 આતંકીઓ ઝડપાયા, ATSની મોટી કાર્યવાહી, કરતાં હતા 'ભયાનક કામ'

EPFOની મહત્વપૂર્ણ અપીલ

કર્મચારીઓએ તાત્કાલિક પોતાની UAN એક્ટિવેટ અને KYC (Aadhaar + Bank) અપડેટ રાખવું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PFTransfer PFAccount EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ