ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / US ટેરિફને પહોંચી વળવા કેન્દ્રનો માસ્ટર પ્લાન તૈયાર, લીધો મોટો નિર્ણય

બિઝનેસ / US ટેરિફને પહોંચી વળવા કેન્દ્રનો માસ્ટર પ્લાન તૈયાર, લીધો મોટો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 08:03 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Tariffs : ભારતનો મોટો નિર્ણય, યુએસ ટેરિફની અસરનો સામનો કરવા ₹45,000 કરોડની બે યોજનાઓને મંજૂરી

ADVERTISEMENT

US Tariffs : અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાદેલા ભારે ટેરિફના પડઘા વચ્ચે ભારત સરકારે નિકાસકારોને રાહત આપવા માટે મોટું પગલું ભર્યું છે. કેબિનેટ બેઠકમાં ₹45,000 કરોડની બે નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા વધારવા અને નિકાસકારોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે રચાયેલ છે.

₹25,060 કરોડનું નિકાસ પ્રમોશન મિશન

આ મિશન યુએસ ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રો-જેમ કે કાપડ, ચામડું, રત્ન-ઝવેરાત, એન્જિનિયરિંગ માલ અને દરિયાઈ ઉત્પાદનો માટે સહાયરૂપ થશે.

આ યોજનાનો ઉદ્દેશ નિકાસકારોને વૈશ્વિક બજારમાં મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને MSME (સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો) તથા પ્રથમ વખત નિકાસ શરૂ કરનાર ઉદ્યોગોને મદદરૂ

આ મિશન બે ઉપયોજનાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવશે.

  • નિકાસ પ્રમોશન યોજના : ₹10,401 કરોડના ફંડ સાથે, જે MSME માટે સસ્તું વેપાર ધિરાણ અને વ્યાજ સહાય પૂરી પાડશે.
  • નિકાસ દિશા યોજના : ₹14,659 કરોડના ફંડ સાથે, જે બિન-નાણાકીય ક્ષમતાઓ જેમ કે ગુણવત્તા સુધારણા, બ્રાન્ડિંગ, પેકેજિંગ સહાય, વેપાર મેળાઓમાં ભાગીદારી અને લોજિસ્ટિક્સ સહાય પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ મિશન છ નાણાકીય વર્ષ સુધી અમલમાં રહેશે અને તેનો અમલ ડીજીએફટી (ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ) દ્વારા એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ મારફતે કરવામાં આવશે.

₹20,000 કરોડની ક્રેડિટ ગેરંટી યોજના (CGSE)

નિકાસકારોને નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારે ક્રેડિટ ગેરંટી યોજના (CGSE) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજનાના અંતર્ગત, નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) સભ્ય બેંકો અને નાણાકીય સંસ્થાઓને 100% ગેરંટી કવરેજ આપશે. આ યોજનાથી MSME સહિત લાયક નિકાસકારોને ₹20,000 કરોડ સુધીની કોલેટરલ-મુક્ત ક્રેડિટ સુવિધા ઉપલબ્ધ થશે. યોજનાનો અમલ નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા કરવામાં આવશે. સરકારને આશા છે કે આ પહેલથી નિકાસકારો માટે નાણાકીય પ્રવાહ સરળ બનશે, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે અને નવા બજારોમાં પ્રવેશ મેળવવામાં મદદ મળશે.

ક્રિટીકલ મિનરલ્સ માટે તર્કસંગત રોયલ્ટી દર

કેન્દ્ર સરકારે ગ્રેફાઇટ, સીઝિયમ, રુબીડિયમ અને ઝિર્કોનિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો પર રોયલ્ટી દરોમાં તર્કસંગતતા લાવી છે. આ પગલાથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને આ ખનિજો માટે બ્લોક્સની હરાજી વધુ સક્રિય બનશે. આ સાથે લિથિયમ, ટંગસ્ટન, નિઓબિયમ અને રેયર અર્થ એલિમેન્ટ્સ જેવા અન્ય ખનિજોનું પણ ઉત્ખનન સરળ બનશે, જે એરોસ્પેસ, પરમાણુ ઊર્જા, ઇલેક્ટ્રિક વાહન, આરોગ્યસંભાળ અને GPS સિસ્ટમ્સ જેવા ક્ષેત્રો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : શેરબજારના રોકાણકારોને એક્સપર્ટની વોર્નિંગ, નિફ્ટીમાં આવશે 7 ટકાનો ઘટાડો!

અસર અને અપેક્ષાઓ

આ બંને યોજનાઓ સાથે ભારતનું ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે, નિકાસકારોને યુએસ ટેરિફના આઘાતથી બચાવવું, વૈશ્વિક બજારોમાં ભારતની હાજરી મજબૂત કરવી અને “મેક ઈન ઈન્ડિયા”ને વધુ ગતિ આપવી. આ પહેલ નિકાસકારોને માત્ર નાણાકીય રાહત જ નહીં પરંતુ તેમની ગુણવત્તા, માર્કેટ ઍક્સેસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પણ વધારો કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Tariffs Business US Tariffs

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ