ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:22 AM, 22 September 2025
ADVERTISEMENT
અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર દ્વારા આજે તેના શેરનું સ્ટોક સ્પ્લિટ કરવામાં આવ્યું. કંપનીએ એક્સચેન્જને જાણ કરી હતી કે ₹10 ની ફેસ વેલ્યુવાળા શેરને પાંચ ભાગોમાં વહેંચવામાં આવશે. આ સિપ્લટ પછી દરેક શેરની ફેસ વેલ્યુ ₹2 બની ગઈ છે. આજે, 22 સપ્ટેમ્બર, સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ હતી. સ્ટોક સ્પ્લિટના કારણે શુક્રવારે ₹700 થી ઉપર ટ્રેડ થતાં શેર હવે ₹200ની નીચે ટ્રેડ થઈ રહ્યા છે.
ADVERTISEMENT

આ બદલાવના પગલે શેરના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે અદાણી પાવરના શેર 17 ટકા વધીને ઈન્ટ્રાડે ₹166.50 સુધી પહોંચ્યા હતા, જ્યારે શુક્રવારે શરુઆતમાં શેર ₹141.80 પર ખુલ્યા હતા. BSE પર શેર 12.40 ટકા વધીને ₹709.05 પર બંધ થયા, અને NSE પર 13.42 ટકા વધીને ₹716.10 પર બંધ થયા.
ADVERTISEMENT

છેલ્લા મહિનામાં અદાણી પાવરના શેરમાં 19 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લાં ત્રણ મહિનામાં શેરના ભાવમાં 33.80 ટકા અને છેલ્લા 6 મહિનામાં 35.90 ટકાનો વધારો નોંધાયો છે. એક વર્ષમાં પોઝિશનલ રોકાણકારોને 6.7 ટકા વળતર મળ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : પહેલાં જ નોરતાએ સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, કેટલો વધ્યો ભાવ?
ADVERTISEMENT
જૂન ક્વાર્ટર સુધી આ કંપનીમાં જનતાનો હિસ્સો 10.80 ટકા હતો, જે શેર માર્કેટમાં કંપનીની લોકપ્રિયતા દર્શાવે છે. સ્ટોક સ્પ્લિટ અને ભાવના સુધારાથી રોકાણકારો માટે વધુ સુવિધા અને ભવિષ્યમાં કંપનીના વિકાસમાં ભાગીદારી વધવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT