બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / આરોગ્ય / Brugada Syndrome Responsible for Sudden Heart Attacks, Greater Risk in Men Than Women, Know Here History

હેલ્થ / અચાનક આવતા હાર્ટ એટેકમાં બ્રુગાડા સિન્ડ્રોમ જવાબદાર, સ્ત્રીઓ કરતા પુરુષોમાં સૌથી મોટો ખતરો, જાણો અત: થી ઈતિ

Vishal Khamar

Last Updated: 11:30 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃદ્ધ હોય યુવાન હોય કે પછી કિશોર વયના વ્યક્તિ હોય હાલ હાર્ટ એટેકે કોઈને છોડતો નથી એક સમયે 50 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં હૃદય રોગના હુમલાઓ આવતા જો કે હવે કિશોર હૃદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે.

  • પહેલા 50 વર્ષથી વધુની ઉંમરનાં લોકોને હ્યદયરોગનાં હુમલાઓ આવતા હતા
  • હવે તે કિશોર હ્રદય રોગનાં હુમલાનો ભોગ બની રહ્યા છે
  • રાજકોટમાં બે દિવસ પહેલા જ એક કિશોરનું હ્રદય રોગનાં કારણે મૃત્યું થયું

રાજકોટમાં ગઈકાલે જ એક કિશોર હૃદય રોગના કારણે મૃત્યુ થયું હતું ત્યારે અચાનક એટેક આવવા પાછળ હોય છે બ્રુગાડા સિન્દ્રોમ જવાબદાર. અતિશય સ્ટ્રેસ, નબળું માનસિક સ્વાસ્થ્ય અને આવેગિક રીતે ઉત્તેજિત લોકોને વધુ અસર કરે છે. આ અંગે સંશોધન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં આવેલા મનોવિજ્ઞાન ભવનમાં કરવામાં આવ્યું છે..

યુવાનોમાં તેમજ કિશોર વયની વ્યક્તિઓમાં હૃદય હુમલાઓ જોવા મળે છે
બદલાતા સમય સાથે હૃદય રોગના હુમલા એ સામાન્ય બનતા જાય છે. એક જે વૃદ્ધ વ્યક્તિઓમાં હૃદય હુમલાઓ જોવા મળતા એ હવે યુવાનો અને કિશોર વયની વ્યક્તિઓમાં પણ જોવા મળી રહ્યા છે 3 જુલાઈએ રાજકોટ નજીક એસજીવીપી ગુરુકુળમાં કિશોર ને આવેલા હાર્ટ એટેક તેમજ જૂનાગઢમાં 17 વર્ષીય વ્યક્તિને આવેલા હૃદય રોગની ઘટનાએ સૌ કોઈને ચોકાવી દીધા છે. ત્યારે રાજકોટના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર દ્વારા ખાસ સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં સામે આવ્યું છે કે યુવાનોમાં એકદમ સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમનો મોટો હાથ છે.  આ સિન્ડ્રોમના લક્ષણો ઘણી વખત ન તો દર્દી જાણી શકે કે  ન ડૉક્ટર પકડી શકે છે.  આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત બની શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર.દોશી દ્વારા આ વિશે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

બ્રુગાડા સિન્ડ્રોમ શું છે?

 તાજેતરમાં જ ઘણા સ્વસ્થ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે.  બ્રુગાડા સિન્ડ્રોમ આનું એક દુર્લભ કારણ છે.  જેમાં હૃદયના વિદ્યુત આવેગમાં ખામી છે.  આ કારણે હૃદયના ધબકારામાં ખલેલ પહોંચે છે.  હૃદયના ધબકારા ઝડપી બને છે.  બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. જેમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે.

કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ
બ્રુગાડા સિન્ડ્રોમ એ હૃદયની એક દુર્લભ સ્થિતિ છે. જેમાં હૃદયથી મગજ સુધી સંદેશ સપ્લાયમાં અવરોધ આવવા લાગે છે.  હૃદય કામ કરવાનું બંધ કરી દે છે.  વ્યક્તિ બેભાન બને છે અને અંતે સ્થિતિ વધુ ખરાબ થાય છે. હૃદય ઘણા રોગોથી પીડાય છે. તેમાંથી, બ્રુગાડા સિન્ડ્રોમ તેમાંથી એક રોગ છે.  આ સિન્ડ્રોમ જીવન માટે જોખમી હોઈ શકે છે અને દર્દીના હૃદયના લયને અસર કરે છે. સામાન્ય રીતે, બ્રુગાડા સિન્ડ્રોમ ચોક્કસ રીતે દર્દીઓમાં દેખાતો નથી તેના કેટલાક ચિહ્નો કે લક્ષણો વ્યક્તિમાં દેખાય છે જેમકે મૂર્છા, અસ્તવ્યસ્ત અથવા ખૂબ જ ઝડપી  ધબકારાનો સમાવેશ થાય છે.  કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે.

 આ સિન્ડ્રોમ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળતો હોય છે
બ્રુગાડા નામનો આ સિન્ડ્રોમ જીવલેણ બની જતો હોય છે જો કે આ સિન્ડ્રોમ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળતો હોય છે. આ સિન્ડ્રોમની જાણ સહેલાઈથી નથી થતી. બ્રુગાડા સિન્ડ્રોમનું નિદાન ડૉક્ટરની માહિતી પર આધારિત છે. તેના લક્ષણો અલગથી જાણી શકાતા નથી.  જો ડૉક્ટરને તેના વિશે પહેલેથી જ ખબર હોય, તો તે તેની તપાસ કરે છે.  યુવાનોના અચાનક મૃત્યુનું કારણ શું હોઈ શકે જે હાર્ટ એટેકને કારણે ન હોય?  એક કારણ બ્રુગાડા સિન્ડ્રોમ હોઈ શકે છે.  આ રોગને શોધવા માટે એક સરળ પદ્ધતિ છે જેમાં ECG કરવામાં આવે છે.  ઇસીજીમાં એક પેટર્ન છે જેને બ્રુગાડા પેટર્ન કહેવામાં આવે છે. 

ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં
બ્રુગાડા એ આ સમસ્યા શોધનાર વૈજ્ઞાનિકનું નામ છે એટલા માટે જ આ સિંધવનું નામ પણ બ્રુગાડા સિન્ડ્રમ છે ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં. આ બૃગાડા સિન્ડ્રોમ મુખ્ય લક્ષણોમાં ચક્કર આવવા, વારંવાર બેભાન થઈ જવાની સમસ્યા હોય છે. ધબકારા અનિયમિત થતા હોય છે. પરિવારમાં આકસ્મિક મોત નીપજ્યું હોય અને તે સહન ન કરી શકતા હોય..શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. ખૂબ તાવ હોય અને શ્વાસમાં તકલીફ થતી હોય છે. જોકે આ લક્ષણો બીજા રોગના પણ હોઈ શકે પરંતુ જ્યારે પણ આવા કોઈ લક્ષણો દેખાય છે ત્યારે તરત જ નજીકની હોસ્પિટલમાં ડોક્ટરને બતાવું હિતાવહ રહેતું હોય છે. આ ઉપરાંત હૃદય રોગના હુમલા પાછળ માનસિક તનાવ પણ ખૂબ જ જવાબદાર હોય છે લોકો પોતે ખુશ રહે અને પરિવારનું વાતાવરણ રાખે તેવું પણ મનોવિજ્ઞાન ના સ્વાધ્યાયપોથી કહેવું છે.

શારીરિક રીતે સ્વસ્થ દેખાતા લોકો માનસિક રીતે બીમાર પણ હોઈ શકે છે
હાલ બદલાતા સમય સાથે રહેણીકેણી પણ બદલાય છે હાલ ભૌતિક સુખ ચોક્કસ વધ્યું છે પરંતુ તેની સામે માનસિક સુખ નથી વધ્યું. લોકો ભૌતિક સુખ પાછળ એટલી દોટ લગાવી રહ્યા છે કે માનસિક સુખ ભુલાઈ ગયું છે. શારીરિક રીતે સ્વસ્થ દેખાતા લોકો માનસિક રીતે બીમાર પણ હોઈ શકે છે. વધુ પડતો તનાવ પણ એક ચિંતાનું કારણ બની રહ્યો છે. ત્યારે આ ચિંતા જ લોકોને ચીતા સુધી પહોંચાડી રહી છે. ત્યારે ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવા તે જ બદલાતા સમયની માંગ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ