ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
મારગ્રેટ કીનનને મધ્ય ઇંગ્લેંડની કોવેન્ટ્રી હોસ્પિટલના ડોકટરો દ્વારા રસી આપવામાં આવી હતી. સ્થાનિક સમયે સાંજના 6.31 વાગ્યે તેમને કોરોના રસી આપવામાં આવી હતી. મારગ્રેટ કીનન એક અઠવાડિયા પછી તેનો 91 મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં આજથી કોરોના રસીકરણની શરૂઆત થઈ છે. આ કોરોના રસી અમેરિકન કંપની ફાઇઝર અને બાયોએન્ટેક દ્વારા બનાવવામાં આવી છે. મારગ્રેટ કીનન એ પહેલી મહિલા છે જેમને કોરોનાની સંપૂર્ણ વિકસિત રસી આપવામાં આવી હતી. અગાઉ, કોરોના રસીના ડેવલપમેન્ટ દરમિયાન, ઘણા લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.
8 લાખ વૅક્સિનનો જથ્થો પહોંચી ચૂક્યો
ADVERTISEMENT
ધ ગાર્ડિયનમાં જણાવ્યા મુજબ ઇંગ્લેન્ડ ઉપરાંત વેલ્સ અને સ્કોટલેન્ડમાં વેક્સિનેશન શરૂ થશે. નોર્ધન આયર્લેન્ડે કહ્યું કે ખૂબ જ જલદી વેક્સિનેશન શરૂ થશે, જોકે તેમણે તારીખ સ્પષ્ટ કરી નથી. રિપોર્ટ મુજબ નેશનલ હેલ્થ સર્વિસ માટે સૌથી મોટો પડકાર વેક્સિનનું સ્ટોરેજ છે. એનએચએના સર્વિસ પ્રોવાઇડર ચીફ સેફ્રોન કોર્ડરીના જણાવ્યા મુજબ પહેલાં ૫૦ હોસ્પિટલને પસંદ કરાઇ છે, જેથી સ્ટોરેજ કન્ડિશનને યોગ્ય રીતે પારખી શકાય. આઠ લાખ વેક્સિનનો પહેલો જથ્થો બેલ્જિયમથી બ્રિટન પહોંચી ચૂક્યો છે.
વૅક્સિનેશન પર સવાલો પણ ઉઠ્યા હતાં
ADVERTISEMENT
બ્રિટનમાં વેક્સિનેશનને જલદી મંજૂરી આપવા પર પણ સવાલ ઊઠ્યા હતા. અહીંની સરકાર અને રેગ્યુલેટરે શંકાઓને ફગાવી દીધી છે. કોર્ડરે કહ્યું કે આ બહુ મોટી સફળતા છે. તેના પર સવાલ ઉઠાવવા ઠીક નથી. અમે એ માનીએ છીએ કે તેને ખૂબ જલદી એપ્રૂવલ મળી જશે. તેમણે કહ્યું કે બેફિકર રહો. આ વેક્સિન સંપૂર્ણ સેફ છે. અમે વેક્સિનેટ કરાયેલા લોકોનું મોનિટરિંગ પણ કરીશું. ડબ્લ્યુએચઓએ કહ્યું કે કોવિડ-૧૯ વેક્સિનને અનિવાર્ય ન કરવી જોઇએ. સંગઠને કહ્યું કે સારું એ રહેશે કે તેનો ઉપયોગ મેરિટના આધારે થાય. અનિવાર્ય કરવાથી કોઇ ફાયદો નહીં થાય. જેને જરૂર હોય તેને વેક્સિન આપવી જોઇએ. બીજી બાજુ યુએનની હેલ્થ એજન્સીએ તેને મેન્ડેટરી કરવાનું કહ્યું છે.
દુનિયામાં કોરોના 6.79 કરોડને પાર
ADVERTISEMENT
દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા ૬.૭૯ કરોડને પાર થઇ ગઇ છે. ૪,૬૯,૦૦,૦૦૦થી વધુ લોકો રિકવર થઇ ગયા છે. અત્યાર સુધી ૧૫,૪૯,૦૦૦થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. બ્રિટને આજથી વેક્સિનેશન શરૂ કરી દીધુ છે. લગભગ એક અઠવાડિયા પહેલાં ફાઇઝર-બાયોએનટેક વેક્સિનેશનને બ્રિટિશ રેગ્યુલેટરે મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ ફ્રાંસ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હાલમાં લોકડાઉન હટાવવા પર વિચાર નહીં કરે, કેમ કે દેશમાં અત્યારે પરિસ્થિતિ સારી નથી.
સંકળાયેલા મુદ્દાઓ