બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / british researchers says oral drug fenofibrate may cut sars cov 2 infection by 70 percent
ADVERTISEMENT
કોલેસ્ટ્રોલને ઘટાડનારી દવા ફેનોફાઈબ્રેટ (Fenofibrate)થી કોરોના સંક્રમણને 70 ટકા સુધી ઘટાડી શકાય છે. યુકેની બર્મિંઘમ યૂનિવર્સિટીએ રિસર્ચમાં આ વાત જાહેર કરી છે. તેમનો દાવો છે કે ફેનોફાઈબ્રેટ એસિડ કોરોનાના સંક્રમણને ઘટાડવામાં મદદ કરે છે. આ એક ઓરલ ડ્રગ છે. તેનો ઉપયોગ બ્લડમાં કોલેસ્ટ્રોલ અને લિપિડને કંટ્રોલ કરવા માટે કરાય છે. દનિયામાં આ દવા સરળતાથી મળી રહે છે અને તે સસ્તી પણ છે. કોલેસ્ટ્રોલના દર્દી પર દવાનો ઉપયોગ કરવા માટે દુનિયાની અનેક ડ્રગ ઓથોરિટીની મંજૂરી પણ મળી છે.

ADVERTISEMENT
શું કહે છે શોધના પરિણામ
શોધકર્તા એલિજા વિસેંજીનું કહેવું છે કે પરિણામ જણાવે છે કે ફેનોફાઈબ્રેટમાં કોરોનાના સંક્રમણના ગંભીર હોવાથી રોકવાની ક્ષમતા છે. આ વાયરસને ફેલાતો અટકાવે છે. તેમનુ કહેવું છે કે દરેક ક્લીનિકલ ટ્રાયલ પૂરા થયા બાદ આ દવા એ લોકોને આપી શકાય છે જેમને વેક્સિન આપી શકાતી નથી. જેમ કે બાળકો અને હાયપર ઈમ્યુન ડિસઓર્ડરના દર્દીઓ.
કોરોનાના ઓરિજિનલ સ્ટ્રેન પર કરાયો પ્રયોગ
વૈજ્ઞાનિકોએ ગયા વર્ષે લેબમાં કોરોનાના ઓરિજિનલ સ્ટ્રેનથી સંક્રમિત થયેલી કોશિકાઓ પર ફેનોફાઈબ્રેટ દવાની અસરને તપાસી હતી. રિઝલ્ટમાં 70 ટકા સંક્રમણનો ખતરો જોવા મળ્યો. અમેરિકા અને ઈઝરાયલની હોસ્પિટલમાં એડમિટ કોરોનાના દર્દીઓ પર દવાનું ટ્રાયલ કરાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનં કહેવું છે કે આ દવા કોરોનાના અલ્ફા, બીટા સ્ટ્રેન પર પણ અસરકારક છે.
ADVERTISEMENT

ડેલ્ટા સ્ટ્રેન પર તપાસના પરિણામ
શોધકર્તાનું કહેવું છે કે કોરોનાના ડેલ્ટા સ્ટ્રેન ખૂબ જ ખતરનાક છે. આ સ્ટ્રેનપ પર ફેનોફાઈબ્રેટ દવા કેટલી અસરકારક છે તેને લઈને રિસર્ચ થઈ રહ્યું છે. જલ્દી પરિણામ જાહેર કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.