બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Brazilian Woman Falls In Love With Man Who Stole Her Phone, Their Bizarre Story Is Now Viral

મોબાઈલ ચોર્યો પછી દિલ / VIDEO : પોતાનો ફોન ચોરી જનાર ચોર સાથે પ્રેમમાં પડી છોકરી, વિચિત્ર લવસ્ટોરી વાયરલ

Hiralal

Last Updated: 10:44 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં એક છોકરી પોતાનો મોબાઈલ ચોરી જનાર યુવાનના પ્રેમમાં પડી હતી.

  • બ્રાઝિલની ઘટના
  • છોકરી મોબાઈલ ચોરના પ્રેમમાં પડી
  • શખ્સે આ છોકરીનો ચોરી લીધો હતો ફોન
  • ફોનમાં ફોટો જોઈને પીગળ્યું હૃદય 

પ્રેમ તો કોઈ પણ સ્થિતિમાં થઈ જાય પછી ભલેને તે ચોરી જેવી નઠારી વસ્તુ હોય. બ્રાઝિલમાં પણ એક વિચિત્ર લવસ્ટોરી વાયરલ થઈ છે જેમાં છોકરી બીજા કોઈની સાથે નહીં પણ પોતાનો મોબાઈલ ચોરી જનાર યુવાન સાથે પ્રેમમાં પડી અને હવે તેની સાથે લગ્ન પણ કરવાની છે. 

શું બની હતી ઘટના
બ્રાઝિલની રાજધાનીમાં રહેતી ઇમાનુએલા નામની યુવતીએ કહ્યું કે એક દિવસ તે જઈ રહી હતી ત્યારે એક અજાણ્યો યુવાન મારો મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો પરંતુ થોડા દિવસ તે જ યુવાને મને શોધી કાઢીને મારો મોબાઈલ મને પાછો આપવા આવ્યો હતો.

કેમ પાછો આપવા આવ્યો મોબાઈલ
જે વ્યક્તિએ મોબાઈલ ચોર્યો હતો તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું તે છોકરીનો મોબાઈલ તો લઈ ગયો પરંતુ મોબાઈલમાં તેનો સુંદર ફોટો જોઈને મને અફસોસ થવા લાગ્યો અને તે વખતે હું ખરેખર તેના પ્રેમમાં પડ્યો હતો અને મારે તેને મળીને મોબાઈલ પાછો આપવો હતો તેથી તેને શોધી કાઢી અને મોબાઈલ પાછો આવ્યો. આ પછી બન્ને વચ્ચે મુલાકાતો થવા લાગી અને છોકરીને પણ તે ગમવા લાગ્યો અને બે વર્ષ તેમણે ડેટ કર્યું હતું અને હવે લગ્ન પણ કરવાના છે. 

પહેલા મોબાઈલ ચોર્યો પછી દિલ 
આ સ્ટોરી બ્રાઝિલમાં ખૂબ વાયરલ થઈ છે. એક ઈન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ આ યુવાનને મજાકમાં કહ્યું કે તો પછી તમે પહેલા છોકરીનો મોબાઈલ ચોરી લીધો અને પછી તેનું દિલ ખરુને. પત્રકારના આ સવાલ પર બન્ને ખૂબ હસી પડ્યાં પરંતુ વાત સાચી હતી. ખરેખર આ યુવાને એવું જ કહ્યું, પહેલા તેણે છોકરીનો મોબાઈલ ચોર્યો અને પછી લાગી આવતાં મોબાઈલ પાછો આવ્યો પરંતુ તેટલામાં તેણે છોકરીનું દિલ પણ ચોરી લીધું હતું. 

મોબાઈલે બન્નેનું ગોઠવી આપ્યું, પહેલા પ્રેમ પછી લગ્ન 
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં એક પત્રકાર તેમના બન્નેના ઈન્ટરવ્યૂ લેતો જોઈ શકાય છે અને ત્રણેય ખુબ હસતા જોવા મળી રહ્યાં છે. હવે થોડા સમયમાં બન્ને લગ્ન કરવાના છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. એક મોબાઈલે બન્નેને ગોઠવી આપ્યું આ સ્ટોરી સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ ગમી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ