ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Bratley on Umran not making it to World Cup: 'Best car in the world but it's in the garage'

ક્રિકેટ / ઉમરાનને વર્લ્ડ કપમાં સ્થાન ન મળવા પર બ્રેટલી કહ્યું "દુનિયાની બેસ્ટ કાર તો છે પણ તે ગેરેજમાં પડી છે"

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:44 AM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી-20 વર્લ્ડ કપ 2022ની ટીમમાં ઉમરાન મલિકની બાદબાકી, BCCI પર ભરપૂર ટીકા-ટિપ્પણી

ADVERTISEMENT

  • ટી-20 વર્લ્ડ કપમાં ઉમરાન મલિકની બાદબાકી
  • પાકિસ્તાન સામેની મેચમાં બુમરાહની પણ ગેરહાજરી
  • 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો


                ટી-20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી છે. વર્લ્ડ કપમાં ઈન્ડિયાની ટીમમાં યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકને સ્થાન મળ્યું નથી. જેને લઈ બીસીસીઆઈ પર ઘણી બધી ટીકા-ટિપ્પણી પણ થઈ રહી છે. કેટલાક દિગ્ગજોએ પણ ઉમરાનને ટીમમાં સમાવેશ કરવાની વાતને યોગ્ય ગણાવી છે.

ટી-20 વર્લ્ડ કપમાં ઉમરાનની બાદબાકી?
ભારતીય ટીમ મિશન ટી-20 વર્લ્ડ કપ 2022 માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. ત્યા ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમાવાની છે. આ મેચ મેલબાર્નમાં રમાશે તેમજ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકને સ્થાન મળ્યું નથી. ઉમરાનને ટીમ બહાર રાખવાના કારણે બીસીસીઆઈને સામે ભરપુર ટિપ્પણી પણ થઈ રહી છે. કેટલાક મહાનુભવો કહીં રહ્યા છે કે, ઉમરાનને તેને મોકો આપવો જોઈતો હતો કારણ કે તે ઓસ્ટ્રેલિયાની પિચોં પર સારી બોલિંગ કરી શકે છે તેમજ તે ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી બ્રેટલીએ શુ કહ્યું? 
 ઈમરાન મલિકની ટી-20 વર્લ્ડ કપની મેચમાં બાદબાકી બાબતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટલીએ ઈમરાનના ફેવરમાં બોલતા કહ્યું કે, આ તો એવું થયું જેમ કે તમારી પાસે દુનિયાની સૌથી સારી ગાડી તો છે પણ તે ગેરેજમાં પડી છે. બ્રેટલીનો કહેવાનો અર્થ એવુ કહી શકાય કે, ઉમરાન દુનિયાનો સારો બોલર છે પણ ટીમમાં તેને જગ્યા કે સ્થાન મળતું નથી.
               ઉમરાન બાબતે બ્રેટલી એક મીડિયાને જણાવ્યું કે, ઉમરાન મલિક 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરે છે. તેણે કહ્યું કે, તમારી પાસે દુનિયાનો સારો બોલર છે તો તેને ટીમમાં સ્થાન આપવું જોઈએ. તેણે ઉમેર્યું હતું કે, હા તે યુવા છે હા તે રો (કાચો મટરિયલ) છે પરંતુ તેની પાસે 150 કિમીની ઝડપ તો છે એટલે જ માનવું છે તેને ટીમમાં લેવો જોઈએ. તેને ઓસ્ટ્રેલિયા લઈ જવો જોઈએ જ્યા બોલ હવામાં લહેરાતા હોય છે.

ટીમમાં બુમરાહની ગેરહાજરી
જસપ્રીત બુમરાહની ગેરહાજરી પર બ્રેટલીએ કહ્યું કે, એક માટી વાત એ પણ છે કે જસપ્રીત બુમરાહની પીઠના ભાગે ઈજા થઈ છે અને આ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો ગણાવી શકાય. તેણે કહ્યું કે હું અજીએ એવું નથી કહેતો કે વર્લ્ડ કપ નહી જીતી શકે. તે શાનદાર જબરજસ્ત ટીમ છે. ટીમનો મજબુત ખેલાડી જસપ્રીત બુમરાહ ગેરહાજર છે માટે તેનો પ્રેસર ભૂવનેશ્વર પર રહેશે.
         તેમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરોજને રિઝર્વ ખેલાડી તરીકે ઓસ્ટ્રલિયા જશે. જેમાં એક ખેલાડીને બુમરાહના બદલામાં ટીમમાં સમાવેશ કરવામાં આવશે. આ નિર્ણય ખેલાડીઓ એસ્ટ્રેલિયા પહોંચ્યા પછી લેવાશે.

ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમ
રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), ઋશભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક(વિકેટ કીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, આર.અશ્વિમ, અક્ષર પટેલ, યુજેવેન્દ્ર ચહલ, ભૂવેનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
સ્ટેન્ડ બાય ખેલાડી
મોહમ્મદ શમી, મોમ્મદ સિરોજ, શ્રેયસ અય્યર, રવિ બિશ્વોઈ અને શાર્દુલ ઠાકુર

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Bratly Cricket Umran Malik World Cup-2022 ઉમરાન મલિક ક્રિકેટ Cricket

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ